Breaking News : અમદાવાદમાં કોરોનાથી 16 વર્ષની કિશોરીનું મોત, રેમડેસીવીર અને ટોસીલીઝુમેબ આપ્યા બાદ પણ ન બચ્યો જીવ
ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાથી 16 વર્ષની કિશોરીનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે. કિશોરી 4 જૂનથી સોલા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી.

ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાથી 16 વર્ષની કિશોરીનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે. કિશોરી 4 જૂનથી સોલા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. કોરોનાની લાંબી સારવાર બાદ કિશોરીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સોલા હોસ્પિટલમાં કિશોરીને સારવારમાં રેમડેસીવીર અને ટોસીલીઝુમેબ આપ્યા બાદ પણ કિશોરીનું મોત નિપજ્યું છે.
અમદાવાદની સોલા સિવિલમાં હજુ પણ કોરોનાના 3 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાના કેસ વધતાની સાથે જ તંત્ર સજ્જ બન્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 4 લોકોના કોરોનાથી મોત થયા છે. જેમાંથી એક મહિલા સગર્ભા હતી.
ગુજરાતમાં કોરોનાના કેસ 980ને પાર
કોરોનાના કેસ આખા દેશમાં વધી રહ્યા છે. ત્યારે Ministry of health and family welfareની સાઈટ પર જણાવેલા આંકડા અનુસાર ગુજરાતમાં કુલ 980 જેટલા કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે 158 જેટલા કોરોનાના કેસ નવા નોંધાયા છે. જો દેશની વાત કરીએ તો 6491 જેટલા એક્ટિવ કેસ છે. તેમાંથી 6861 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.
#Corona Scare: 16 years old teen girl dies of Covid19 in #Ahmedabad #GujaratCoronaUpdate #GujartCovid #Covid19 #Gujarat #TV9Gujarati pic.twitter.com/bBKSVML0eT
— Tv9 Gujarati (@tv9gujarati) June 9, 2025
શું નવો વેરિયેન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે ?
દેશમાં મોટાભાગના કોવિડ કેસ ઓમિક્રોનના પેટા પ્રકારો જેમ કે JN.1, NB.1.8.1 અને LF.7 સાથે જોડાયેલા છે. આ પ્રકારો ઝડપથી ફેલાય છે, પરંતુ તે ખૂબ ખતરનાક નથી. તેમના લક્ષણો પણ હળવા હોય છે. ખાસ કરીને ડાયાબિટીસ, શ્વસન રોગોના દર્દીઓ, વૃદ્ધો અને નાના બાળકોએ વધુ સાવધાની રાખવાની જરૂર છે. આરોગ્ય વિભાગ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.
( વીથઈન પુટ – જીગ્નેશ પટેલ, અમદાવાદ )
કોવિડ-19, જેને કોરોના વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ચેપી વાયરલ રોગ છે. આ વાયરસ 2019માં ચીનના વુહાનમાં પહેલીવાર જોવા મળ્યો હતો. હવે ફરી વિદેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..