AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2022 : સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ્રથમવાર રંગોત્સવ ઉજવાશે, ભક્તોને રંગોથી ધુળેટી રમાડાશે

પ્રસિદ્ધ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દાદાને અર્પણ કરાયેલાં 2  હજાર કિલોથી વધુ રંગ સંતો દ્વારા હરિભક્તો પર ઉડાડવામાં આવશે. રંગોત્સવ માટે હનુમાનજી મંદિર દ્વારા વિશેષ તૈયારી પણ કરવામાં આવી છે.

Holi 2022 : સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ્રથમવાર રંગોત્સવ ઉજવાશે, ભક્તોને રંગોથી ધુળેટી રમાડાશે
Kashtabhanjan Dev Hanumanji Mandir Salangpur
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 6:31 PM
Share

ગુજરાતમાં આજે હોળીની (Holi) ઉજવણી બાદ આવતીકાલે ધૂળેટી અને રંગોત્સવ કાર્યક્રમ મનાવવામાં આવશે. જેમાં મોટાભાગના મંદિરોમાં ભગવાન માટે ફૂલડોલ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જો કે આ દરમ્યાન  બોટાદના પ્રખ્યાત ધર્મ સ્થાન સાળંગપુર હનુમાન  મંદિર  (Salangpur Hanuman Temple ) ખાતે પ્રથમવાર રંગોત્સવ(Rangotsav)   યોજવા જઈ રહ્યો છે. જેમાં ભક્તજનો પર 2000 કિલો રંગનો વરસાદ કરવામાં આવશે. તેમજ 25, ૦૦૦થી પણ વધુ ચૉકલેટ પ્રસાદ પણ પીરસવામાં આવશે. જ્યારે સાળંગપુર હનુમાન દાદાને ધુળેટી સાથે રંગ અને પિચકારીનો શણગાર કરવામાં આવ્યો છે.

પ્રસિદ્ધ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દાદાને અર્પણ કરાયેલાં 2  હજાર કિલોથી વધુ રંગ સંતો દ્વારા હરિભક્તો પર ઉડાડવામાં આવશે. રંગોત્સવ માટે હનુમાનજી મંદિર દ્વારા વિશેષ તૈયારી પણ કરવામાં આવી છે. આ માટે લોખંડની પાઇપમાં 3 કિલોથી વધુ રંગ ભરીને તેને બ્લાસ્ટ કરવામાં આવશે. બ્લાસ્ટ કરાયેલો રંગ 70 ફૂટ સુધી ઊંચે ઉડતાં આકાશમાં રંગબેરંગી નજારો જોવા મળશે. આ ઉપરાંત મંદિર પરિસરમાં 25 હજારથી વધુ અલગ-અલગ ચોકલેટ પણ હરિભક્તો પર ઉડાડવામાં આવશે.2 હજાર કિલોથી વધુ રંગ હરિભક્તોએ સાળંગપુરમાં મોકલાવ્યા છે. જેમાં સાળંગપુરમાં પહેલીવાર યોજાઇ રહેલાં રંગોત્સવ માટે ગુજરાતભરમાંથી હરિભક્તોએ અહીં રંગો મોકલાવ્યા છે.

સાળંગપુરમાં હનુમાનજી મંદિર દ્વારા રંગોત્સવ માટે વિશેષ તૈયારી કરી દેવામાં આવી છે. ધુળેટીના દિવસે દરેક હરિભક્તોને પ્રસાદીના રંગથી રંગવામાં આવશે. આ માટે આવતીકાલે મંદિરના વિશાળ પરિસરમાં સ્પેશિયલ ટેક્નોલોજી દ્વારા લોખંડની પાઇપમાં ત્રણ કિલો રંગ ભરીને બ્લાસ્ટ કરવામાં આવશે. ધુળેટીના દિવસે દાદાને 25 હજારથી વધુ ચોકલેટ પણ અર્પણ કરવામાં આવશે. આ પછી મંદિર પરિસરમાં રંગોત્સવ દરમિયાન પ્રસાદીની ચોકલેટ હરિભક્તો પર ઉડાડવામાં આવશે.

સાળંગપુર હનુમાનજી મંદિરમાં  દાદાને ધુળેટી પર્વ પર વિશેષ રંગ અને પિચકારીથી શણગાર કરવામાં આવ્યો હતો. શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પૂર્ણિમા અને ધુળેટીના દિવસે દિવ્ય શણગાર કરાશે. દાદાને પંચરંગી વાઘા સહતિ માટલી અલગ-અલગ ફૂલ અને પાનનું ડેકોરેશન પણ કરાશે. દાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી પણ મૂકવામાં આવશે.

આ પણ વાંચો : ડાંગ દરબાર 2022ની પૂર્ણાહુતિ, લોકમેળાની આશરે 5 લાખ લોકોએ મુલાકાત લીધી

આ પણ વાંચો : Gujarat માં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય, હવે ધોરણ 1 થી અંગ્રેજી વિષય ભણાવાશે

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">