વારંવાર થતા લઠ્ઠાકાંડ, તંત્ર જાગીને નક્કર પગલાં ક્યારે લેશે?
અગાઉ પણ ગુજરાતના અમદાવાદ અને સુરત શહેરમાં લઠાકાંડ (Hooch tragedy) થઈ ચૂક્યા છે જેને કારણે ઘણા લોકો મોતને ભેટ્યા હતા. જોકે વારંવાર બનતી આવી ઘટનાઓના પડઘા થોડા દિવસમાં શમી જાય છે અને પછી જૈસે થે જેવી સ્થિતિમાં બધું ચાલવા લાગે છે.

બોટાદ (Botad) જિલ્લાના બરવાળાના રોજિદમાં બનેલી ઘટનાએ ફરી એક વાર સાબિત કર્યું છે કે ગુજરાતમાં દારૂબંધીનો (Prohibition) કાયદો નહોર વિનાના વાઘ જેવો છે. જેમાં વારંવાર દારૂબંધીની વાતો થાય છે, પરંતુ અમલ જોવા મળતો જ નથી. તેના કારણે અગાઉ પણ મોટા મોટા લઠ્ઠાકાંડ થયા હોવા છતાં (hooch tragedy) તંત્ર દ્વારા કોઈ ધડો લેવામાં આવતો નથી અને દારૂની લતનો ચરસી બની ગયેલો વર્ગ મોતને ભેટે છે મોટા ભાગે આ વર્ગ શ્રમિક અને મજૂર વર્ગ જ હોય છે. ગુજરાતમાં દારૂબંધી એ નામનો શબ્દ જ રહી ગયો છે અને દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર છે જેની કોઈ અસરકારકતા નથી. અગાઉ પણ ગુજરાતના અમદાવાદ અને સુરત શહેરમાં લઠાકાંડ થઈ ચૂક્યા છે જેને કારણે ઘણા લોકો મોતને ભેટ્યા હતા. જોકે વારંવાર બનતી આવી ઘટનાઓના પડઘા થોડા દિવસમાં શમી જાય છે અને પછી જૈસે થે જેવી સ્થિતિમાં બધું ચાલવા લાગે છે.
બોટાદમાં લઠ્ઠાએ લીધો 10નો ભોગ
બોટાદના બરવાળાના રોજીદ ગામે ઝેરીકાંડ મુદ્દે અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. બીજી તરફ દારૂ બનાવનારા અને દારૂ વેચનારાની પોલીસે ધરપકડ કરી લીધી છે. તો સમગ્ર મુદ્દે SITની રચના કરાઈ છે.. જે તપાસ બાદ સરકારને રિપોર્ટ સોંપશે.તો એક સાથે 10 લોકોના મોત થતાં સમગ્ર ગામમાં પણ સોપો પડી ગયો છે. ગામમાં દારૂ પીધા બાદ કુલ 16થી વધુ લોકોની તબીયત લથડી હતી. જે બાદ તમામ લોકોને સારવાર માટે લઈ જવાયા હતા. સારવાર દરમિયાન અત્યાર સુધીમાં 10 લોકોના મોત થાય છે. જ્યારે 9 લોકોને વધુ સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલમાં લઈ જવાયા છે. મોતનો આ આંકડો હજુ પણ વધવાની શકયતા છે. એવો દાવો છે કે, તમામ લોકોએ બરવાળાના નભોઈ ગામે ઝેરી દારૂ પીધા બાદ તમામની તબીયત લથડી હતી. બીજી તરફ ઝેરી દારૂથી મોત થયાની વાત સામે આવતા ભાવનગર રેન્જ આઈજી બોટાદ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યારે બોટાદ એસપી અને DySP સહિતનો કાફલો રોજિદ ગામે પહોંચ્યો હતો.. આ તરફ ભાવનગર સરટી હોસ્પિટલમાંથી મેડીકલ ટીમ આઇસીયુ એમ્બ્યુલન્સ સાથે બોટાદ પહોંચી હતી.
અમદાવાદમાં વર્ષ 2009માં ઓઢવમાં થયો હતો લઠ્ઠાકાંડ, 123 લોકોના થયાં હતાં મોત
નોંધનીય છે કે અમદાવાદમાં 6 જુલાઈ 2009 ના વર્ષમાં ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગરમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં 123 લોકોના મોત નિપજ્યા હતા અને 200 લોકોને આંખો ગુમાવી હતી. આ ઘટનાના ઘેરા અને ગંભીર પ્રત્યાઘાતો પડ્યા હતા. અને કોર્ટમાં ગયેલા કેસમાં ખાસ સેશન્સ અદાલતે 10 વર્ષ બાદ આપેલા ચૂકાદામાં 3 આરોપીને 10 વર્ષની જેલની સજા અને રૂપિયા 50 હજારનો દંડ અને ત્રણ મહિલા આરોપીને 3.5 વર્ષની જેલની સજા અને 2500 રૂપિયાના દંડની સજા ફટકારી હતી. ઘટનામાં મુખ્ય આરોપી બુટલેગર વિનોદ ડગરી, રવિન્દ્ર પવાર સહિત 33 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થઈ હતી અને કેમિકલ આપનારા જયેશ ઠક્કર અને દાદુ છારા પણ આ કેસમાં આરોપી હતા.
સુરતમાં 24 લોકોનો ભોગ લીધો હતો ઝેરી દારૂએ
સુરતના લિંબાયત, પુણા, કાપોદ્રા અને વરેલીમાં લટ્ઠાકાંડ થયો હતો. જેમાં આશરે 24 લોકોના મોત થતાં પોલીસે દારૂના અડ્ડાઓ બંધ કરાવીને બુટલેગરો વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી હતી.
સંખેડામાં લઠ્ઠાકાંડમાં થયા હતા 3ના મોત
વર્ષ 2012માં સંખેડા નજીકના પાણેજમાં લઠ્ઠાકાંડમાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ નોંધાયા હતા.
વર્ષ 2019માં ઉ્તર પ્રદેશમાં થયો હતો લઠ્ઠાકાંડ
ઉત્તર પ્રદેશના બે જિલ્લાઓ અને ઉત્તરાખંડના રુડકી ખાતે લઠ્ઠો (ઝેરી દારૂ) પીવાને કારણે કુલ 60થી વધુ લોકોનાં મૃત્યુ નોંધાયા હતા. તો
પશ્ચિમ બંગાળમાં પણ ઝેરી દારૂને કારણે 10ના મોત
તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના ઘસુડીમાં ઝેરી દેશી દારૂ પીવાથી 10 લોકોના મોત અને 30 જેટલા લોકો ગંભીર રીતે બીમાર થયા બાદ એક્સાઈઝ વિભાગ સક્રિય થઈ ગયું છે. મમતા બેનર્જી સરકારના વહીવટીતંત્રે દેશી દારૂ માફિયાઓ સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. જે બાદ એક્સાઈઝ વિભાગે (Excise Department) રાજ્યના વિવિધ જિલ્લાઓમાં દરોડા પાડવાની શરૂઆત કરી છે.

