AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biparjoy Cyclone Latest Update: બિપરજોય વાવાઝોડાના પગલે ગામડાથી કેન્દ્ર સુધીનું તંત્ર ખડેપગે, સતત બેઠકોના દોર વચ્ચે તંત્ર HIGH ALERT મોડ પર, જુઓ Video

Biparjoy Cyclone Alert: રાજ્ય સરકારની ગ્રામ પંચાયત હોય કે પછી કેન્દ્ર સરકારનું આફત નિયમન વિભાગ. રાજ્યના ધારાસભ્ય હોય કે પછી સરપંચ કે પછી કેન્દ્રના ગૃહવિભાગના પ્રધાન તમામે તમામ હાઈ એલર્ટ મોડ પર આવી ગયા છે

Biparjoy Cyclone Latest Update: બિપરજોય વાવાઝોડાના પગલે ગામડાથી કેન્દ્ર સુધીનું તંત્ર ખડેપગે, સતત બેઠકોના દોર વચ્ચે તંત્ર HIGH ALERT મોડ પર, જુઓ Video
System from village to the center Administration is on high alert mode due to Biparjoy Cyclone
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 12:03 PM
Share

Biparjoy Cyclone: ગુજરાત પર બિપરજોય વાવાઝોડાને પગલે હવે રાજ્ય સરકારની ગ્રામ પંચાયત હોય કે પછી કેન્દ્ર સરકારનું આફત નિયમન વિભાગ. રાજ્યના ધારાસભ્ય હોય કે પછી સરપંચ કે પછી કેન્દ્રના ગૃહવિભાગના પ્રધાન તમામે તમામ હાઈ એલર્ટ મોડ પર આવી ગયા છે. બિપરજોય વાવાઝોડુ હવે ગણતરીના નોટકલ માઈલ રહી ગયુ છે ત્યારે સામે આવીને ઉભેલી આફતનો સામનો કરી લેવા સિવાય તંત્ર અને જનતા પાસો કોઈ આરો બચ્યો નથી.

હવે જ્યારે આ સંકટ તોળાઈ રહ્યુ છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારનુ તંત્ર પૂર્વ તૈયારીઓ કરી ચૂક્યુ છે અને મુશ્કેલ સમયમાં તમામ મદદ માટેની તૈયારીઓ કરી લીધી છે.  દેશના ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા સતત નજર સ્થિતી પર રાખવામાં આવી રહી છે.ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ, દરિયાકાંઠા વિસ્તારના 6 જિલ્લાના ધારાસભ્ય અને કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન છે તો PMO પણ આ સાયક્લોન પર દિશા નિર્દેશ આપી રહ્યું છે.

વાવાઝોડાની સ્થિતિ પર વડાપ્રઘાન પણ નજર રાખી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અને સમગ્ર સ્થિતિ અંગે ચર્ચા હતી. પીએમ મોદીએ કેન્દ્ર તરફથી તમામ મદદ આપવાની ખાતરી આપી છે.

 કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયા, જામનગર જિલ્લામાં મુળુભાઈ બેરા, દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા જગદીશ વિશ્વકર્મા, ગીર સોમનાથ પરસોત્તમ સોલંકી ને જવાબદારી સોંપવામાં આવી છે.

મુખ્ય સચિવ રાજકુમારનો એક્શન પ્લાન

ગાંધીનગરથી મુખ્ય સચિવ રાજકુમારે દરિયાકિનારાના જિલ્લા વહીવટીતંત્ર સાથે વહીવટીતંત્ર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડાથી કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.

દરિયા કિનારાના કચ્છ, જામનગર ,પોરબંદર, દેવભૂમિ દ્વારકા,જુનાગઢ, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી, પ્રભારી સચિવ, કલેક્ટર તેમજ વહીવટ તંત્ર સાથે વાવાઝોડા સંદર્ભે ગાંધીનગરથી મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બચાવ-રાહત કામગીરીની પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મોરબી ખાતેથી પ્રભારી મંત્રી કનુ દેસાઈ અને જામનગરથી મંત્રી મૂળુભાઈ બેરાએ ઓનલાઇન ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્રીય કેબિનેટ સચિવએ વાવાઝોડા સંદર્ભે માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન આપી તમામ મદદની તૈયારી બતાવી હતી.

સરકારે તેના પ્રધાનોને પહેલેથીજ ગ્રાઉન્ડ પર મુકી દીધા

કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયા, જામનગર જિલ્લામાં મુળુભાઈ બેરા, દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા જગદીશ વિશ્વકર્મા, ગીર સોમનાથ પરસોત્તમ સોલંકી ને જવાબદારી સોંપવામાં આવી છે.

બિપોરજોય વાવાઝોડું કચ્છમાં ત્રાટકી શકે છે તેવી હવામાન વિભાગની આગાહી છે. ત્યારે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે. જેની વચ્ચે હવે ઋષિકેશ પટેલ કચ્છ જિલ્લામાં પહોંચ્યા અને વાવાઝોડાને લઇ તૈયારીઓની સમીક્ષા કરી હતી. મહત્વનુ છે કે વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર છે. ઋષિકેશ પટેલે વાવાઝોડાની કામગીરી અંગે જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકાર પણ સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. જોકે રાજ્ય સરકાર તૈયારીઓની સતત સમીક્ષા કરી રહી છે. વાવાઝોડામાં કોઇ જાનહાની ન થાય તે માટે સરકાર ગંભીર છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">