Devbhumi Dwarka: એક તરફ ગુજરાતમાં Cyclone Biparjoyનું સંકટ તોળાઇ રહ્યુ છે. દરિયાકાંઠા અને આસપાસના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યુ છે. ત્યાં બીજી તરફ દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડનું (Indian Coast Guard) દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન (Rescue operation) કર્યુ છે. મધદરિયે ફસાયેલા ઓઇલ રીગમાં કામ કરતા કર્મચારીઓને બચાવવામાં આવ્યા છે.