Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Biparjoy: ગુજરાત પર ઘેરુ બન્યુ વાવાઝોડાનું સંકટ, હવામાન વિભાગે વ્યક્ત કરી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Cyclone Biparjoy: ગુજરાત પર ઘેરુ બન્યુ વાવાઝોડાનું સંકટ, હવામાન વિભાગે વ્યક્ત કરી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 5:34 PM

Ahmedabad: ગુજરાત પર બિપરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે હવામાન વિભાગે તટીય વિસ્તારોમાં તેજ ગતિએ પવન ફુંકાવાની આગાહી વ્યક્ત કરી છે જ્યારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારેથી અતિ ભાર વરસાદ પડવાની પણ સંભાવના હાલ જોવાઈ રહી છે.

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ વધુ ઘેરુ બની રહ્યુ છે. આગામી 15 જૂનથી બિપરજોય વાવાઝોડુ (Biparjoy Cyclone) ગુજરાતના દરિયાકિનારે ત્રાટકી શકે છે. જેના પગલે કચ્છ-સૌરાષ્ટ્રના દરિયામાં 135 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફુંકાવાની તેમજ રાજ્યના અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

આટલા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

વાવાઝોડાના સંકટ વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ વરસી શકે છે. 13 થી 14 જૂન વચ્ચે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. 14થી 15 જૂન વચ્ચે દ્વારકા, પોરબંદર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી છે. 15 જૂનથી 16 જૂનના રોજ કચ્છ, દ્વારકા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ પોરબંદર, મોરબી, રાજકોટ, જુનાગઢમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં વરસાદ વરસી શકે છે. 16 થી 17 જૂન વચ્ચે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ, મોરબી, અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો : Biporjoy Cyclone: ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિમાં શું કરવુ અને શું ન કરવુ જોઈએ ?

કચ્છ, દ્વારકા, જામનગરમાં 125 થી 135 કિલોમીટરની ઝડપે ફુંકાશે પવન

પવનની ગતિ અંગે હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં તેજ ગતિએ પવન ફુંકાશે. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. તો દરિયાકાંઠાના વિસ્તારોમાં 55થી 135 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. વાવાઝોડુ સૌથી વધુ કચ્છના જખૌ બંદર, દ્વારકાના સલાયા અને જામનગરમાં 125થી 135 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. પોરબંદર અને રાજકોટમાં 80 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. જુનાગઢ અને ગીરસોમનાથમાં 60થી 80 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 12, 2023 05:32 PM
g clip-path="url(#clip0_868_265)">