AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં વધુ એક અગ્નિકાંડ થતા થતા રહી ગયો…. શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગમાં મોટો ખૂલાસો, શાળામાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત જ ન હતા

રાજ્યમાં વધુ એક અગ્નિકાંડ થતા થતા રહી ગયો છે. અમદાવાદના શેલામાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગમાં મોટો ખૂલાસો થયો છે કે શાળામાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત જ હતા. ત્યારે DEO અને ફાયર વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. 

Narendra Rathod
| Edited By: | Updated on: Jul 12, 2024 | 4:49 PM
Share

અમદાવાદની નામાંકિત અને તોતિંગ ફી વસુલતી સ્કૂલોમાં જેની ગણના થાય છે તે શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ લાગી હોવાનો પર્દાફાશ થયો છે. ગઈકાલે સાંજે બેઝમેન્ટમાં લાગેલી આગને શાળા દ્વારા મોકડ્રીલમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને વાલીઓ અને વિદ્યાર્થીઓને અંધારામાં રાખવામા આવ્યા હતા. એ આગ બાદ મોટો ખૂલાસો એ થયો છે કે સ્કૂલમાં ફાયર સેફ્ટીનો સદંતર અભાવ હતો.

મોકડ્રીલ હતી તો ફાયરબ્રિગેડ કેમ ન હતુ? -વાલીઓ

ત્યારે વાલીઓનો સવાલ છે કે મસમોટી ફી વસુલતી શાળા તેમના બાળકોની સલામતી બાબતે આટલી હદે બેદરકારી કઈ રીતે દાખવી શકે. વાલીઓનો આરોપ છે કે શાળા દ્વારા સતત એ વાત છુપાવવામાં આવી હતી કે સ્કૂલમાં આગ લાગી હતી. સ્કૂલના બેઝમેન્ટમાં આગ લાગી હતી જેને શાળા દ્વારા મોકડ્રીલમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે વાલીઓએ એ પણ સવાલ કર્યો કે જો મોકડ્રીલ હતી કો ફાયર બ્રિગેડ કેમ હાજર ન હતુ?

જો કે આગની ઘટના અંગે જાણ થતા જ મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ ધસી ગયા હતા અને હલ્લાબોલ કર્યો હતો. આ તરફ સ્કૂલ દ્વારા પણ જે બેઝમેન્ટમાં આગ લાગી હતી તેના પૂરાવા નષ્ટ કરવા માટે રાતોરાત ત્યાં કલર કામ કરી દેવામાં આવ્યુ હતુ. સમગ્ર બેઝમેન્ટ વ્હાઈટ કલરનું અને માત્ર એક દિવાલને કેસરી રંગ કરી દેવાતા શાળાના જુઠાણાનો ભાંડો ફુટી ગયો હતો. છેક સુધી સ્કૂલ દ્વારા એક જ રટણ ચાલુ રાખવામાં આવ્યુ હતુ કે શાળામાં આગ લાગી ન હતી. જે બાદ વાલીઓએ સીસીટીવી ફુટેજ બતાવવાની માગ કરતા શાળા સંચાલકો ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા હતા અને શાળાના જુઠાણાનો પર્દાફાશ થયો હતો.

શાળા દ્વારા વાલીઓને આગની ઘટના બાબતે અંધારામાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જે પાછળથી શાળા સંચાલકો લુલો બચાવ કરતા જોવા મળ્યા હતા કે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પેનિક ન થાય તે હેતુથી ઘટનાની જાણ કરાઈ ન હતી. આ મામલે વાલીઓનો સીધો આક્ષેપ છે કે શાળા દ્વારા ઘટના પર પરદો પાડવા માટે તેમને જાણ કરાઈ ન હતી.

શાળાઓમાં ફાયર સેફ્ટી બાબતે શાળા સંચાલકો અને ડીઈઓની કામગીરી પણ શંકાના ઘેરામાં આવી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે

  • આગની ઘટનાની જાણ ન કરીને શાળા તેનુ ક્યુ પાપ છુપાવી રહી હતી ?
  • શુ શાળામાં ફાયર સેફ્ટીના સાધનો હતા ?
  • જો ફાયર સેફ્ટીના સાધનો હતા તો કાર્યરત હતા કે નહીં ?
  • ફાયર સેફ્ટીના સાધનોની વેલિડીટી પૂર્ણ થઈ ગઈ હતી તો નવા કેમ વસાવવામાં ન આવ્યા?
  • શું શાળાને બાળકોની સલામતીની કંઈ પડી નથી?
  • જો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હોત અને મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો કોણ જવાબદારી લેત ? જિલ્લા શિક્ષણ વિભાગ સામે પણ અહીં સવાલ ઉઠે છે કે આટલી મોટી શાળામાં ફાયર સેફ્ટી ન હતી તો તેની સામે કેમ કોઈ કાર્યવાહી ન કરાઈ
  • થોડા દિવસો પહેલા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શહેરની અનેક શાળાઓમાં ફાયર સેફ્ટીના સરપ્રાઈઝ ચેકિંગ થયા તો અહીં એવી તો શું ગોઠવણ થઈ ગઈ હતી કે આ શાળામાં ચેકિંગની કોઈ કાર્યવાહી ન થઈ?
  • જિલ્લા શિક્ષણ વિભાગ સામે પણ સવાલ ઉઠે છે કે હજુ ફાયર સેફ્ટી વિનાની આવી કેટલી શાળાઓ ધમધમે છે?

સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ થયુ કે બેઝમેન્ટના એસીમાં સ્પાર્ક થયો હતો

હજુ રાજકોટ અગ્નિકાંડની ઘટનાને બે મહિના પણ વિત્યા નથી ત્યાં વધુ એક મોટો અગ્નિકાંડ થતા-થતા રહી ગયો છે. ત્યારે શાંતિ એશિયાટિક સ્કૂલ દ્વારા બાળકોના જીવ જોખમમાં મુકી મોટી બેદરકારી દાખવવાનું ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યુ છે. આટલુ ઓછુ હોય તેમ વાલીઓને સીસીટીવી બતાવવાથી પણ પહેલા તો ઈનકાર કરવામાં આવ્યો. આખરે વાલીઓના હોબાળા સામે શાળા સંચાલકોએ ઝુકવુ પડ્યુ અને સ્કૂલના મેદાનમાં પ્રોજેક્ટર લગાવીને સીસીટીવી જાહેરમાં બતાવવામાં આવ્યા હતા. આ સીસીટીવીમાં સ્પષ્ટ થયુ છે કે શાળાના બેઝમેન્ટમાં આવેલા રૂમના એસીમાં સ્પાર્ક થતા આગ લાગી હતી.

નિયમોનો ઉલાળિયો કરી બેઝમેન્ટમાં ડાન્સિંગના ક્લાસ ચલાવવામાં આવતા હતા

શાળા દ્વારા ખૂલાસો થયો છે કે આ રૂમમાં વિદ્યાર્થીઓને ડાન્સીંગની પ્રેકટીસ કરાવવામાં આવે છે. જે પણ અનેક સવાલ ઉભા કરે છે. બેઝમેન્ટનો પાર્કિંગ સિવાય અન્ય કોઈપણ ઉપયોગ ન કરવાનો સ્પષ્ટ નિર્દેશ હોવા છતા નિયમોને નેવે મુકીને ડાન્સીંગની પ્રેકટિસ કરાવાતી હોવાનુ પણ સામે આવ્યુ છે. ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે કોની રહેમનજર હેઠળ આ શાળા નિયમોનો આટલી હદે ઉલાળિયો કરી રહી છે.

ઘટનાને છુપાવવા ઈમરજન્સી એક્ઝિટનું બોર્ડ લગાવી દેવાયુ

શાળા દ્વારા આગની ઘટનાને છુપાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા. વાલીઓના જણાવ્યા અનુસાર શાળાના બીજા માળે અને બેઝમેન્ટમાં આગ લાગી હતી અને જે જગ્યા પર આગ લાગી હતી તે જગ્યા પર કલર કરી દેવામાં આવ્યુ છે. આ ઘટના બાદ સ્કૂલમાં ઇમરજન્સી એક્ઝિટનું બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે. સ્કૂલ દ્વારા મસમોટી ફી વસૂલવામાં આવે છે અને બાળકોની સેફ્ટી બાબતે સદંતર ઉપેક્ષા સેવાઈ રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
g clip-path="url(#clip0_868_265)">