AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમૂલના MD પદેથી આર.એસ.સોઢીની હકાલપટ્ટી, જયેન મહેતાએ MD તરીકેનો ચાર્જ સંભાળ્યો

આર એસ સોઢી 2010થી અમૂલના (AMUL) એમડી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. ઘણા અપકમિંગ પ્રોજેક્ટમાં પણ તેમની મહત્વની જવાબદારી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમૂલમાં આર એસ સોઢીના કારણે ઘણુ નુકસાન થયાનો એક સૂર હતો.

અમૂલના MD પદેથી આર.એસ.સોઢીની હકાલપટ્ટી, જયેન મહેતાએ MD તરીકેનો ચાર્જ સંભાળ્યો
Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 10, 2023 | 9:34 AM
Share

સહકારી ક્ષેત્રના મોટા સમાચાર સામે આવ્યા છે. અમૂલના MD પદેથી આર.એસ.સોઢીની હકાલપટ્ટી કરવામાં આવી છે. આર એસ સોઢી 2010થી અમૂલના એમડી તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા. ઘણા અપકમિંગ પ્રોજેક્ટમાં પણ તેમની મહત્વની જવાબદારી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમૂલમાં આર એસ સોઢીના કારણે ઘણુ નુકસાન થયાનો એક સૂર હતો. જો કે કોઇ ખુલીને બોલતુ ન હતુ. ત્યારે ગાંધીનગર ખાતે મળેલી ફેડરેશનની બોર્ડ મીટિંગમાં તેમનું રાજીનામું માગી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો. મીટિંગમાં આર એસ સોઢીની સેવાઓ અમૂલના MD તરીકે સમાપ્ત કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. હવેથી જયેન મહેતાને MD તરીકેનો ચાર્જ સંભાળશે.

ગાંધીનગરમાં મળેલી બેઠકમાં કરવામાં આવ્યો ઠરાવ

ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અમૂલના મેનેજીંગ ડિરેક્ટર તરીકેની તેમની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી હોવાની માહિતી છે. જેના પરથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી  છે. 9 જાન્યુઆરી 2023ના રોજ ગાંધીનગરમાં ફેડરેશનની બોર્ડ મીટિંગ મળી હતી. ત્યારે આ મીટિંગની અંદર આ ઠરાવ મંજુર કરવામાં આવ્યો છે. જેના કારણો પોલિટીકલ પણ માનવામાં આવી રહ્યા છે. આર એસ સોઢીનું અમૂલના એમડી પદેથી રાજીનામું લેવાઇ ચુક્યુ છે. હવે તેમના સ્થાને જયન મહેતાને MD તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

આર એસ સોઢી સામે ઉઠ્યો હતો વિરોધનો સૂર

આર એસ સોઢી અમૂલના MD પદે વર્ષ 2010થી જવાબદારી સંભાળી રહ્યા છે. અમૂલના અનેક અપકમિંગ પ્રોજેક્ટ છે.તેની અંદર પણ આર એસ સોઢીની મહત્વની ભૂમિકા હતી. પરંતુ સુત્રો તરફથી માહિતી અનુસાર કેટલીક ફરિયાદો ઉચ્ચ સ્તર સુધી ગઇ હતી. રાષ્ટ્રીય સ્તર સુધી આ ફરિયાદો ગઇ હતી. અમૂલમાં આર એસ સોઢીના કારણે ઘણુ નુકસાન થયાનો એક સૂર હતો. જો કે કોઇ ખુલીને બોલતુ ન હતુ.

અમૂલ ફેડરેશન 10 હજાર કરોડ રુપિયાથી પણ વધુનુ ટર્નઓવર કરે છે. હંમેશા અહીંના ડિરેક્ટર પદ માટે લોબીંગ થતુ આવે છે. અત્યાર સુધી આર એસ સોઢીનું નામ અગ્રેસર હતુ. જો કે હવે ચાલુ ટર્મમાં તેમને ડ્રોપ કરવામાં આવ્યા છે. જેનાથી માનવામાં આવે છે કે કોઇ રાજકીય મહત્વપૂર્ણ કારણો રહ્યા છે. જેના કારણે આર એસ સોઢીનું રાજીનામું લેવામાં આવ્યુ છે.

g clip-path="url(#clip0_868_265)">