Ahmedabad કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીનો મોટો નિર્ણય, હવે સોસાયટીઓ વિકાસ કામો માટે મેળવી શકશે કોર્પોરેટરની ગ્રાંટ

હવે શહેરમાં સોસાયટી(Society) ના ડેવલોપમેન્ટ માટે સોસાયટીને કોર્પોરેટરની ગ્રાંટ માથી 10 ટકા ગ્રાંટ મળશે જ્યારે 70 ટકા રાજ્ય સરકાર અને 20 ટકા ધારાસભ્ય અથવા કોર્પોરેટર અને 10 ટકા કોર્પોરેશનની ગ્રાંટ મળશે.

Ahmedabad કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીનો મોટો નિર્ણય, હવે સોસાયટીઓ વિકાસ કામો માટે મેળવી શકશે કોર્પોરેટરની ગ્રાંટ
Big decision of AMC standing committee now societies can get corporator grant for development works
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jul 29, 2021 | 7:28 PM

અમદાવાદ(Ahmedabad)મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ શહેરના વિકાસને લઇને મહત્વના નિર્ણય લીધા છે. જેમાં હવે શહેરમાં સોસાયટીઓ (societies) ના ડેવલોપમેન્ટ માટે સોસાયટીને કોર્પોરેટરની ગ્રાંટ માથી 10 ટકા ગ્રાંટ મળશે જ્યારે 70 ટકા રાજ્ય સરકાર અને 20 ટકા ધારાસભ્ય અથવા કોર્પોરેટર અને 10 ટકા કોર્પોરેશનની ગ્રાંટ મળશે. જેના લીધે હવે સોસાયટીની વિકાસ માટે વધુ ખર્ચ કરવાની જરૂર નહિ પડે.

આ અગાઉ માત્ર ધારાસભ્ય જ ગ્રાંટ આપી શકતા હતા. તેમજ હવે  ઘારાસભ્ય અથવા કોર્પોરેટરની ગ્રાટ મેળવી શકાશે. જેનાથી સોસાયટીમા રોડ, લાઇટના થાંભલા, સીસીટીવી કેમેરા, પેવર બ્લોક, પાણી ડ્રેનેજના કામોમા તેનો ઉપયોગ કરી શકાશે.

આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં નવનિર્મિત કોમ્યુનિટી હોલ જાહેર જનતાના ઉપયોગ અર્થે મુકવા તથા દૈનિક ભાડાના દર નક્કી કરવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. જયારે આરોગ્ય ખાતા સંચાલિત હેલ્થ સંસ્થાઓ તથા મ્યુ. જનરલ હોસ્પિટલોમાં સ્ટીલ ફર્નિચર ગ્રુપ, ઈન્જેક્શન ગ્રુપ, એનેસ્થેસીક ડ્રગ્સ ગ્રુપ અંગેની આઈટમો ખરીદીના અંદાજીત રૂા. ૧.૬૬ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જ્યારે સ્ટેન્ડિંગ કમિટીએ અમદાવાદ શહેરમાં બાયોમાઇનીંગ પ્રોજેક્ટ, દબાણ હટાવવાની કામગીરી સહિતની જુદી જુદી કામગીરીઓ સારુ જરૂરી હેવી મશીનો-વાહનો ભાડે મેળવવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. કમલા નહેરૂ પ્રાણીસંગ્રહાલય તથા નોક્ટરલ ઝૂ માં માંસભક્ષી પ્રાણીઓ, પક્ષીઓ તથા સરીસૃપોની ખોરાકી માટે વિવિધ પ્રકારના માંસ, મટન અને ઈંડા પૂરા પાડવાના કામને મંજૂરી આપવામાં આવી હતી.

આ ઉપરાંત અ.મ્યુ. કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા મધ્ય ઝોનના કામ માટે ટ્રેકટર વીથ ટ્રોલી લેબર સહિતનું કામ અને વીર સાવરકર રમત ગમત સંકુલની મીકેનાઈઝ્ડ તેમજ મેન્યુઅલ સફાઈ કામગીરી કરવા માટેના કામને મંજૂરી આપવામાં આવી.

આ પણ વાંચો : Work From Home ના ચક્કરમાં લોકોના પર્સનલ ડેટા લીક ! કંપનીઓને પણ થયુ મોટા પ્રમાણમાં નુક્સાન

આ પણ વાંચો :  શું તમને ખબર છે તમારા કારણે, Google ને દર મીનિટે કેટલી કમાણી થાય છે ? જાણો અહીં

Latest News Updates

રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">