BHAVNAGAR: 20 વર્ષથી તૂટેલી છે ઘોઘા ગામ ફરતે આવેલી દરિયાઈ સંરક્ષણ દીવાલ, અનેક રજૂઆત છતાં સ્થિતિ ‘જૈસે થે’

ઘોઘા ગામ ફરતે આવેલ દરિયાઈ સંરક્ષણ દીવાલમાંથી 1100 મિટર લાંબી સંરક્ષણ દીવાલ છેલ્લા 20 વર્ષથી તૂટી ગઈ છે. તેને બનાવવા માટે અનેકવાર ગ્રામજનો અને આગેવાનો દ્વારા રજુઆત કરવા છતાં સરકાર અને તંત્રની ઘોર બેદરકારીને કારણે બનતી નથી.

BHAVNAGAR: 20 વર્ષથી તૂટેલી છે ઘોઘા ગામ ફરતે આવેલી દરિયાઈ સંરક્ષણ દીવાલ, અનેક રજૂઆત છતાં સ્થિતિ 'જૈસે થે'
BHAVNAGAR : 20 વર્ષથી તૂટેલી છે ઘોઘા ગામ ફરતે આવેલી દરિયાઈ સંરક્ષણ દીવાલ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 29, 2021 | 6:55 PM

BHAVNAGAR: એક સમયે “લંકાની લાડી અને ઘોઘાનો વર”ની કહેવતથી જાણીતું અને વિશ્વના 84 દેશોના બંદર સાથે દરિયાઈ વ્યવહાર માટે જાણીતું ઘોઘા (Ghogha) ગામ વિકાસની રેસમાં હાલ ત્યાંનું ત્યાં જ છે. ઘોઘા ગામ ફરતે આવેલ દરિયાઈ સંરક્ષણ દીવાલમાંથી 1100 મિટર લાંબી સંરક્ષણ દીવાલ છેલ્લા 20 વર્ષથી તૂટી ગઈ છે.

તેને બનાવવા માટે અનેકવાર ગ્રામજનો અને આગેવાનો દ્વારા રજુઆત કરવા છતાં સરકાર અને તંત્રની ઘોર બેદરકારીને કારણે બનતી નથી. જ્યારે કોઈ મોટી જાનહાનિ થશે, ત્યારે શું સરકાર દોષનો ટોપલો ઓઢશે? તેવા પ્રશ્નો અહીંના સ્થાનિકો કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

દરીયાના પાણી ઘૂસી જાય છે ગામમાં

BHAVNAGAR: The maritime defense wall around Ghogha village has been broken for 20 years, the situation is 'as it is' despite many representations.

BHAVNAGAR : 20 વર્ષથી તૂટેલી છે ઘોઘા ગામ ફરતે આવેલી દરિયાઈ સંરક્ષણ દીવાલ, અનેક રજૂઆત છતાં સ્થિતિ ‘જૈસે થે’

છેલ્લા ઘણા વર્ષોથી દીવાલ તૂટી ગઈ હોય દિવસેને દિવસે દરિયાકિનારાની માટીનું સતત ધોવાણ થતાં દરિયો ઘોઘા ગામના મકાનો સુધી પહોંચી ગયો છે. છતાં સરકાર અને તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે. ગઈકાલે 38.22ની ટાઈડ (સપાટી) હતી, ત્યારે દરિયો ગામની સપાટી જેટલી સપાટી પર પહોંચતા દરિયાના પાણી ગામમાં ઘુસી ગયા હતા.

વાવાઝોડા જેવી હોનારતમાં પાણીની આ સપાટી હોય તો ઘોઘા ગામનો સંપૂર્ણ વિનાશ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય અને આફત કુદરતી નહીં પણ સરકાર અને તંત્રની બેદરકારીને કારણે સુનિયોજિત હોય તેવી સ્થિતિ સર્જાય તેમ છે.

છતાં અનેકવાર રજુઆતો કરી તાલુકા સંકલન, જિલ્લા સંકલન અને જિલ્લા આયોજનની બેઠકમાં પણ આ પ્રશ્ન વારંવાર રજૂ કર્યો છે, પરંતુ જાણે આંધળી, બહેરી અને મૂંગી સરકાર અને તેના જેવા જ તેના નેતા અને તંત્ર માત્ર ખાતરી આપી કામ ચલાવી રહ્યાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

ત્યારે હવે સંરક્ષણ દીવાલ બનાવવા નક્કર પગલાં નહીં ભરવામાં આવે તો કલેક્ટર કચેરીએ આમરણાંત ઉપવાસ કરવાની અને આંદોલન કરવાની ફરજ પડશે તેવું સ્થાનિક કોંગ્રેસના આગેવાનો કહી રહ્યા છે.

આ પણ વાંચો : Remedesivir Injection: હવે કેન્દ્ર નહીં આપે રાજ્યોને રેમડેસિવીર ઇન્જેક્શન, સીધી કંપનીમાંથી જ કરવી પડશે ખરીદી

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">