AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગરમાં હવે બુલેટના ભડાકા નહીં સંભળાય…! પોલીસે 181 સાયલેન્સર કચડી નાખ્યા, જુઓ Video

ભાવનગર પોલીસે અવાજ પ્રદુષણ ફેલાવતા મોડિફાઈડ બુલેટ સાયલેન્સર સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ખાસ અભિયાન હેઠળ, 181 મોડિફાઈડ સાયલેન્સર જપ્ત કરીને નષ્ટ કરાયા છે.

ભાવનગરમાં હવે બુલેટના ભડાકા નહીં સંભળાય...! પોલીસે 181 સાયલેન્સર કચડી નાખ્યા, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2026 | 5:04 PM
Share

છેલ્લા કેટલાક સમયથી બુલેટ બાઈકના સાયલેન્સર મોડિફાઈ કરાવવાની પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. મુખ્ય માર્ગો પર ભારે અને કાન ફાડી નાખે એવો અવાજ કરતા વાહનો સાથે કેટલાક યુવકો રોમિયોગીરી કરતા હોવાની ફરિયાદો પણ વધી રહી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાવનગર પોલીસે ખાસ અભિયાન હાથ ધર્યું છે.

આ અભિયાન હેઠળ મોડિફાઈ કરેલા બુલેટ બાઈકના સાયલેન્સર દૂર કરીને બાઈક માલિકોને દંડ ફટકારવામાં આવ્યો છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અવાજ પ્રદૂષણ ફેલાવતા આવા સાયલેન્સર સામે પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી.

ટ્રાફિક પોલીસે અત્યાર સુધીમાં ભારે અવાજ પેદા કરતા કુલ 181 મોડિફાઈડ સાયલેન્સર જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા તમામ સાયલેન્સર પર રોડ રોલર ફેરવીને તેમને નષ્ટ કરવામાં આવ્યા. સાથે જ નિયમોનો ભંગ કરનાર બાઈક માલિકો સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અવાજ પ્રદૂષણ સામેનું આ અભિયાન આગામી સમયમાં પણ ચાલુ રહેશે. જાહેર શાંતિ ભંગ કરતા અને અનાવશ્યક રીતે ભારે અવાજ પેદા કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.

બુલેટ બાઈકમાં સાયલેન્સર મોડિફાઈ કરીને જાહેર રસ્તાઓ પર ભારે અને કાન ફાડી નાખે એવો અવાજ કરવો ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 હેઠળ ગુનો બને છે. આવા કિસ્સાઓમાં મુખ્યત્વે BNS ની કલમ 270 (Public Nuisance) લાગુ પડે છે. આ કલમ મુજબ કોઈપણ વ્યક્તિ જાહેર સ્થળે એવું કૃત્ય કરે કે જેના કારણે સામાન્ય જનતાને અસુવિધા, ખલેલ, જોખમ અથવા ત્રાસ થાય તો તેને જાહેર તકલીફ માનવામાં આવે છે. ભારે અવાજ કરતા મોડિફાઈડ સાયલેન્સરથી અવાજ પ્રદૂષણ ફેલાય છે, જાહેર શાંતિ ભંગ થાય છે અને લોકોના આરોગ્ય પર અસર પડે છે, તેથી પોલીસ દ્વારા આ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.

આ ઉપરાંત, જો પોલીસ દ્વારા અગાઉથી પ્રતિબંધ કે સૂચના આપવામાં આવી હોવા છતાં વાહનચાલક નિયમોનું ઉલ્લંઘન કરે, તો પરિસ્થિતિ અનુસાર અન્ય લાગુ પડતી કલમો હેઠળ પણ કાર્યવાહી શક્ય બને છે. આવા ગુનામાં પોલીસ સાયલેન્સર જપ્ત કરી શકે છે, દંડ ફટકારી શકે છે અને જરૂર પડે તો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે. અવાજ પ્રદૂષણ અટકાવવા માટે પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવે છે.

અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">