AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar Local Body Election Result: ભાવનગર જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો, મહુવા-વલભીપુર-પાલીતાણા સાથે મહાનગરપાલિકામાં પણ દબદબો

વલભીપુર નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. 6 વોર્ડની 24 બેઠકોમાંથી ભાજપે 22 બેઠકો જીતી એકતરફી જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી છે. પાલીતાણા નગરપાલિકામાં પણ ભાજપ વિજય તરફ આગળ વધી રહી છે અને 22 બેઠકો પર લીડ સાથે કોંગ્રેસ પાછળ દેખાઈ રહી છે.

Bhavnagar Local Body Election Result: ભાવનગર જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો, મહુવા-વલભીપુર-પાલીતાણા સાથે મહાનગરપાલિકામાં પણ દબદબો
Bhavnagar Local Body Election Result
| Updated on: Apr 28, 2026 | 4:02 PM
Share

Bhavnagar Local Body Election Result: ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે મજબૂત પ્રદર્શન સાથે અનેક નગરપાલિકા અને મહાનગરપાલિકામાં દબદબો જમાવ્યો છે. મહુવા નગરપાલિકામાં 9 વોર્ડ અને 36 બેઠકોના પરિણામમાં ભાજપે 24 બેઠકો જીતી ફરી સત્તા જાળવી રાખી છે, જ્યારે કોંગ્રેસને 12 બેઠકો મળી છે. અગાઉ વિવાદ અને નગરસેવકોના બળવા બાદ સુપરસીડ થયેલી મહુવા નગરપાલિકામાં ભાજપનું પુનઃશાસન આવતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી

વલભીપુર નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. 6 વોર્ડની 24 બેઠકોમાંથી ભાજપે 22 બેઠકો જીતી એકતરફી જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી છે. પાલીતાણા નગરપાલિકામાં પણ ભાજપ વિજય તરફ આગળ વધી રહી છે અને 22 બેઠકો પર લીડ સાથે કોંગ્રેસ પાછળ દેખાઈ રહી છે.

અનેક વોર્ડમાં ભાજપની આખી પેનલ વિજેતા બની

ભાવનગર મહાનગરપાલિકામાં પણ ભાજપે મજબૂત સ્થિતિ બનાવી છે. 13 વોર્ડ અને 52 બેઠકોમાં ભાજપે અત્યાર સુધી 24 બેઠકો મેળવી છે, જ્યારે કોંગ્રેસને 6 બેઠકો મળી છે. અનેક વોર્ડમાં ભાજપની આખી પેનલ વિજેતા બનતા પક્ષની મજબૂત પકડ ફરી સાબિત થઈ છે.

આ પરિણામો દર્શાવે છે કે ભાવનગર જિલ્લામાં ભાજપે શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં પ્રભાવ જાળવી રાખ્યો છે. કોંગ્રેસ માટે પરિણામો પડકારજનક રહ્યા છે, જ્યારે ભાજપ માટે આ જીત સંગઠન અને વિકાસના મુદ્દાઓ પર જનતાની મહોર માનવામાં આવી રહી છે.

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ, મત કેન્દ્રો પર સવારે 9 કલાકથી થશે મતગણતરી

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">