Bhavnagar: આરોગ્ય વિભાગ દ્વારા દવાની ખરીદીના હિસાબમાં ગોટાળો, સ્ટેન્ડિગ કમિટિના ચેરમેને આપ્યા તપાસના આદેશ

કોરોનાના કપરા સમયમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા બે વર્ષ દરમિયાન કરેલી ખરીદીની કોકડું ઉકેલાયું નથી. ચાલુ વર્ષે 2022ની દવા અને અન્ય મેડિકલ આઇટમોની ખરીદીમાં ગરબડ ગોટાળા બહાર આવ્યા છે.

Bhavnagar: આરોગ્ય વિભાગ દ્વારા દવાની ખરીદીના હિસાબમાં ગોટાળો, સ્ટેન્ડિગ કમિટિના ચેરમેને આપ્યા તપાસના આદેશ
Bhavnagar: Health department orders probe into drug procurement scandal (ફાઇલ ફોટો)
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Mar 24, 2022 | 6:40 PM

ભાવનગર (Bhavnagar)મહાનગરપાલિકાના (Corporation)આરોગ્ય વિભાગ (Department of Health)દ્વારા કોરોના બીમારીની નીચે ખરીદી કરેલી દવાઓ (medicine) સહિતના ગયા બે વર્ષનો હિસાબ મળતો નથી, ત્યાં આ વર્ષે તાત્કાલિક જરૂરિયાત ઊભી કરી કમિશનર પાસેથી મંજૂરી મેળવી સ્થાનિક કક્ષાએ દવા અને મેડિકલ ચીજવસ્તુઓની રૂપિયા 14 લાખની કરેલી ખરીદીમાં પણ રૂપિયા 2.51 લાખનો તફાવત આવતા તપાસના આદેશ થયા છે. આરોગ્ય વિભાગના એક પછી એક મોટા ગોટાળા બહાર આવતા ભાજપના શાસકો પણ અકળાયા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. ત્યારે આ ખર્ચના હિસાબોની તપાસ થવી જોઈએ અને કસૂરવાર વિરુદ્ધમાં કડક પગલાં પણ લેવાવા જોઈએ તેવી લોકોમા માંગ ઉઠવા પામેલ છે.

કોરોનાના કપરા સમયમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા બે વર્ષ દરમિયાન કરેલી ખરીદીની કોકડું ઉકેલાયું નથી. ચાલુ વર્ષે 2022ની દવા અને અન્ય મેડિકલ આઇટમોની ખરીદીમાં ગરબડ ગોટાળા બહાર આવ્યા છે. આ વર્ષે કોરોનાનો કહેર હતો. પરંતુ કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રોમાં દવાની આવશ્યકતા ઊભી થતાં આરોગ્ય વિભાગ દ્વારા કમિશનરની જી.પી.એમ.સી એક્ટ 67/3/c હેઠળ મંજૂરી મેળવી જાન્યુઆરી 2022માં દવા,ગ્લોઝ,માસ્ક સહિતની ચીજવસ્તુઓ રૂપિયા 14,06,930 ના ખર્ચે સ્થાનિક મેડિકલ સ્ટોરમાંથી ખરીદી કર્યા હતા. પરંતુ કમિશરે 67/3/c મંજૂરી આપી હોવાથી સક્ષમ સત્તાની મંજૂરી વગર બિલ મંજૂર થઈ શકે નહીં, જેથી સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી માટે આવતા જ ખરીદીના જુદા જુદા બિલો અને જરૂરિયાત વગરની ખરીદી ધ્યાનમાં આવતા શંકાને આધારે સ્ટેન્ડિંગ ચેરમેને ઓડિટ વિભાગને તપાસની સૂચના આપી હતી.

સ્ટેન્ડિંગ ચેરમેનના તપાસના આદેશ બાદ ચીફ ઓડિટર સહિત સ્ટાફ દ્વારા ભાવનગરની જુદી-જુદી મેડિકલ સ્ટોર તેમજ સર્જીકલ ચીજવસ્તુઓના વિક્રેતા પાસેથી આરોગ્ય વિભાગે ખરીદેલી ચીજ વસ્તુઓ અને દવાના જીએસટી સાથેના ખર્ચના આંકડા મંગાવતા શંકા વધુ મજબૂત થઈ હતી, અને આરોગ્ય વિભાગ દ્વારા જે દવા અને મેડિકલ વસ્તુઓ ખરીદી કરી તે આઈટમના ભાવ વચ્ચે રૂપિયા 2.51.692 નો તફાવત બહાર આવ્યો હતો, એટલે કે સ્થાનિક કક્ષાએ જ ખરીદેલી આઇટમમાં 18 ટકા જેટલી વધુ રકમ કોર્પોરેશનની જતી હતી. જે સંદર્ભે ઓડિટ વિભાગ દ્વારા કમિશનરને તપાસ કરી કાર્યવાહી કરવા લેખિત જણાવવામાં આવ્યું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પણ વાંચો : Success Story: વિદેશમાં અભ્યાસ કરી પરત ફરી યુવતી, નોકરી છોડી હાઈડ્રોપોનિક ટેક્નોલોજીથી ઉગાડે છે શાકભાજી

આ પણ વાંચો : Jio ની પેટાકંપની બદલશે ખેતીની તસ્વીર, લોન્ચ કર્યું ઓપરેશન પ્લેટફોર્મ ‘સ્કાયડેક’

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">