ભાવનગરમાં લિફ્ટ તૂટવાની ઘટનામાં સારવાર દરમિયાન વધુ એક શ્રમિકનું મોત, ચાર શ્રમિક હજુ પણ સારવાર હેઠળ
Bhavnagar News : ચિત્રા GIDCના સાઇ કોલ્ડ સ્ટોરેજમાં છ માળ છે. જેથી માલસામાન ચઢાવવા માટે લિફ્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. માલસામાન ઉપર લઇ જતા સમયે લિફ્ટ તૂટી પડી હતી

ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા સાઇ કોલ્ડ સ્ટોરેજમાં 17 ફેબ્રુઆરીએ લિફ્ટ તુટવાનો બનાવ બન્યો હતો. જેમા બે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા અને 6 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે સારવાર દરમિયાન વધુ એક શ્રમિકનું મોત થયુ છે. અંકિત સુભાષચંદ્ર નામના મજૂરનું મોત થયું છે. ત્યારે હવે લિફ્ટ તૂટવાની ઘટનામાં કુલ મૃત્યુઆંક 3 સુધી પહોંચ્યો છે. હજુ પણ અન્ય 4 શ્રમિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
લિફ્ટ તૂટવાની ઘટનામાં વધુ એક શ્રમિકનું મોત
17 ફેબ્રુઆરીના રોજ ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા સાઇ કોલ્ડ સ્ટોરેજમાં લિફ્ટ તુટવાનો બનાવ બન્યો હતો. જેમા બે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા અને 6 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આજે બે દિવસ પછી આ ઘટનામાં વધુ એક શ્રમિકનું મોત થયુ છે.
Chitra GIDC lift collapse : One more labor died , #Bhavnagar#Gujarat pic.twitter.com/28E7G6RueG
— Tv9 Gujarati (@tv9gujarati) February 19, 2023
કોલ્ડ સ્ટોરેજમાં 6 માળ હોવાથી માલસામાન લઇ જવા લિફ્ટનો ઉપયોગ
ચિત્રા GIDCના સાઇ કોલ્ડ સ્ટોરેજમાં છ માળ છે. જેથી માલસામાન ચઢાવવા માટે લિફ્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. માલસામાન ઉપર લઇ જતા સમયે લિફ્ટ તૂટી પડી હતી અને આ કરુણાંતિકા સર્જાઇ હતી. આ કોલ્ડ સ્ટોરેજના માલિક ભાજપ જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળિયા છે. હાલ તો પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ બાદ જ દુર્ઘટના બેદરકારીથી બની કે કેમ તે અંગે જાણવા મળશે.
કોલ્ડ સ્ટોરેજના માલિકે વ્યક્ત કર્યુ હતુ દુ:ખ
તો બીજી તરફ કોલ્ડ સ્ટોરેજના માલિક અને ભાજપ પ્રમુખે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે મૃતકોના પરિવારને યોગ્ય સહાય મળે તેવા પ્રયાસ કરાશે. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે છેલ્લા સાત વર્ષથી તેમનું કોલ્ડ સ્ટોરેજ ચાલે છે. પ્રથમવાર આવી દુઃખદ ઘટના બની.
મહત્વનું છે કે રાજ્યમાં વારંવાર આ પ્રકારની ઘટના બનતી રહે છે. ત્યારે વધુ એક બેદરકારીને કારણે ત્રણ નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અમદાવાદ, વડોદરા પણ લિફ્ટ તુટવાની ઘટનાઓ અગાઉ બની ચુકી છે.