AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : ભાવનગર મનપાએ કરી અનોખી પહેલ, ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોની સાથે તેમના વાલીઓ માટે શરુ કરવામાં આવી રાત્રી શાળા, જુઓ Video

Gujarati Video : ભાવનગર મનપાએ કરી અનોખી પહેલ, ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોની સાથે તેમના વાલીઓ માટે શરુ કરવામાં આવી રાત્રી શાળા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2023 | 8:38 AM
Share

ભાવનગરમા ઝૂંપડપટ્ટીમાં રહેતા શિક્ષિત અને અશિક્ષિત બાળકો અને વાલીઓને શિક્ષણ આપવા માટે રાત્રિ શાળા શરૂ કરવામાં આવી છે. રાત્રી શાળામાં અભ્યાસ કરવા આવતા બાળકો સાથે વાલીઓને પણ શિક્ષણ આપવામાં આવે છે.

વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જ્ઞાન અને સંસ્કાર આપવા ભાવનગર મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ નવી પહેલ શરૂ કરી છે. શહેરની ઝૂંપડપટ્ટીમાં રહેતા શિક્ષિત અને અશિક્ષિત બાળકો અને વાલીઓને શિક્ષણ આપવા માટે રાત્રિ શાળા શરૂ કરવામાં આવી છે. રાત્રી શાળામાં અભ્યાસ કરવા આવતા બાળકો સાથે વાલીઓને પણ શિક્ષણ આપવામાં આવે છે.

આ પણ વાંચો : Bhavanagar : રજીસ્ટ્રેશન બાદ પણ રસીકરણમાં લોકો નિરુત્સાહી, 12 દિવસમાં આટલા લોકોનું થયું જ રસીકરણ

શહેરના જુદા જુદા પાંચ વિસ્તારમાં આનંદનગર, ચંદ્રમોલી સ્કૂલ, ઘોઘા રોડ, ગૌશાળા અને પાનવાડી વિસ્તારમાં સંત રવિદાસ બાળ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યાં છે. અઠવાડિયે બુધવારે અને શુક્રવારની રાત્રે એક દિવસ આ સંસ્કાર કેન્દ્રનું આયોજન કરવામાં આવે છે. બાળ સંસ્કાર કેન્દ્રથી બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં બાળકોને જુના ગીત, રાસડા, વિવિધ સંસ્કૃતિની વાતો અને મોતી પરોવવાનું કામ સહિતનું જીવન ઉપયોગી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ભણવા ન આવતા ઝુપડપટ્ટીના બાળકો અને શાળામાં અભ્યાસ કરતા બાળકો સાથે તેના વાલી કે આસપાસના લોકો માટે બાળ સંસ્કાર કેન્દ્ર શરૂ કર્યા છે. આ સંસ્કાર કેન્દ્રમાં વાર્તા, કથન, રમતો ભજન કીર્તન જેવી પ્રવૃત્તિઓ દ્વારા કેળવણીની નવી દિશાઓ તરફ દ્રષ્ટિપાત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

 

g clip-path="url(#clip0_868_265)">