AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: ડમી ઉમેદવાર કાંડ મામલો, તમામ ચાર આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર, વધુ 8 રાઉન્ડ અપ

ભાવનગર ડમી ઉમેદવાર કાંડ મામલે તમામ ચાર આરોપીના કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Bhavnagar: ડમી ઉમેદવાર કાંડ મામલો, તમામ ચાર આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર, વધુ 8 રાઉન્ડ અપ
ડમી ઉમેદવાર કાંડ : ચાર આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર
Ajit Gadhavi
| Edited By: | Updated on: Apr 15, 2023 | 7:47 PM
Share

ભાવનગર ડમી ઉમેદવાર કાંડ મામલે તમામ ચાર આરોપીના કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.તો આ-જ કેસ મામલે પોલીસે વધુ 8 લોકોને રાઉન્ડઅપ કર્યા છે. આ કેસમાં અગાઉ પોલીસે 4 આરોપીને ઝડપી લીધા છે. આ સિવાય અન્ય 8 લોકોને રાઉન્ડઅપ કર્યા છે. આ રાઉન્ડઅપ કરાયેલા ડમી ઉમેદવાર અને એજન્ટ હોવાની માહિતી સામે આવી છે.

અગાઉ ભાવનગર ભરતી પરીક્ષા ડમીકાંડમાં સામેલ 4 આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં શરદકુમાર પનોત, પ્રકાશ દવે, બળદેવ રાઠોડ, પ્રદિપ બારૈયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ પર ડમી ઉમેદવારના નામે પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવી હોવાનો આરોપ છે. મહત્વપૂર્ણ છે કે પોલીસે ડમીકાંડમાં સંડોવાયેલા કુલ 36 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ડમીકાંડની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે તેમ તેમ એક પછી એક ચોંકાવનારા ખૂલાસા સામે આવી રહ્યા છે. તપાસમાં ખૂલાસો થયો છે કે ડમીકાંડનું એપીસેન્ટર ભાવનગર છે. એવુ પણ મનાઈ રહ્યુ છે કે ‘ડમીકાંડ’ના માસ્ટર માઈન્ડે ભાવનગરમાંથી રાજ્યભરમાં કૌભાંડ આચર્યુ હતુ. અત્યાર સુધીમાં આ ‘ડમીકાંડ’માં પોલીસે 36 લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે સૂત્રોનું માનીએ તો આંકડો 70ને પાર પહોંચી શકે છે.

આ પણ વાંચો: Bhavnagar:  પેપરલીક કેસમાં 1 વિદ્યાર્થિની પણ સામેલ, જાણો પેપર લીક અંગેની સમગ્ર વિગતો

એટલુ જ નહીં ‘ડમીકાંડ’માં શૈક્ષણિક અને ભરતી બોર્ડની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે. કારણ કે ડમીકાંડ સુઆયોજીત ષડયંત્ર વિના શક્ય નથી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ છેલ્લા 11 વર્ષથી વિવિધ પરીક્ષાઓમાં ડમી ઉમેદવારો બેસાડતા હતા અને ડમીના આધારે હાઇકોર્ટમાં પટાવાળાની નોકરી મેળવ્યાના પણ દાખલા સામે આવ્યા છે. સૂત્રોનું માનીએ તો આરોપીઓ સરકારી નોકરી માટે 12 લાખ સુધીની રકમ પડાવતા હતા.

તો આ કેસ મામલે, યુવરાજના નજીકના ગણાતા બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહ સામે આક્ષેપ કર્યો છે કે યુવરાજસિંહે ડમીકાંડમાં સામેલ કેટલાક લોકોનું નામ જાહેર ન કરવા માટે 50 લાખ માગ્યા હતા. યુવરાજ સિંહે આ તમામ આરોપોનું ખંડન કર્યુ છે. યુવરાજે કહ્યુ કેટલાક રાજકીય નેતાઓ યેનકેન પ્રકારે મારુ મોંઢુ બંધ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">