Bhavnagar: પેપરલીક કેસમાં 1 વિદ્યાર્થિની પણ સામેલ, જાણો પેપર લીક અંગેની સમગ્ર વિગતો
પેપર લીક અંગે તપાસ કરતી કમિટીએ એમ જાહેર કર્યું હતું કે અમિત ગલાણીનું શિક્ષક પદ રદ કરવું તેમજ જી.એલ કાકડીયા કોલેજને તાકીદે પરીક્ષા સેન્ટર રદ કરવું અને જરૂર પડે આ કોલેજ ની માન્યતા રદ કરવા પણ ઉપલા ગૃહમાં મોકલવા નક્કી થયું છે.
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં લેવાયેલી બી.કોમ સેમેસ્ટર 6 નું પેપર લીક થયાના વાતમાં આખરે સતાધીશોએ પેપર લીક થયું છે તેમ કબુલ્યું છે. અને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલિસે જી.એલ કાકડીયા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણીની ધરપકડ કરી છે. પોલીસે અત્યાર સુધી ઇન્ચાર્જ પ્રિન્સિપલ અને બે વિદ્યાર્થીની અટકાયત કરી છે આ સાથે જ અન્ય એક વિદ્યાર્થિની યુવતીની અટકાયત કરવાની બાકી છે.
વિદ્યાર્થિની સૃષ્ટી બોરડા સુરત હોવાથી અટકાયત બાકી
એ ડિવિઝન પોલીસે આઈપીસી 406,409,120B 34 તેમજ આઇટી એક્ટ 72 અને 72(1) મુજબ ગુન્હો નોંધાયો છે. 4 આરોપીઓ વિરુદ્ધ નોંધાવવામાં આવી પોલીસ ફરિયાદ MKB યુનિવર્સિટી ના સત્તાધીશો એ નોંધાવી પોલીસ ફરિયાદ જી એલ કાકડીયા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.અમિત ગલાણી, અજય લાડુમોર, અને વિવેક મકવાણા અને યુવતી સૃષ્ટી બોરડા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જોકે જેની ઉપર ફરિયાદ થઈ છે તે યુવતી સુરત હોવાથી તેની અટકાયત બાકી છે.
અમિત ગલાણીનું શિક્ષક પદ રદ કરવાનું કમિટીએ કર્યું જાહેર
પેપર લીક અંગે તપાસ કરતી કમિટીએ એમ જાહેર કર્યું હતું કે અમિત ગલાણીનું શિક્ષક પદ રદ કરવું તેમજ જી.એલ કાકડીયા કોલેજને તાકીદે પરીક્ષા સેન્ટર રદ કરવું અને જરૂર પડે આ કોલેજ ની માન્યતા રદ કરવા પણ ઉપલા ગૃહમાં મોકલવા નક્કી થયું છે. આ મામલે યુનિવર્સિટી ગઈકાલ સુધી પેપર નહી ફૂટ્યું તેવા દાવા કરતું હતું, પરંતુ આજે પેપર લીક થયાનું યુનિવર્સીટી ના સતાવાળા એ કબૂલ્યું હતું.
અમિત ગાલાણી ABVP સાથે સંકળાયેલો હોવાના દાવા થયા
કોમર્સ પેપર લીક કેસમાં ઝડપાયેલો આરોપી અને ઈન્ચાર્જ પ્રિન્સીપાલ અમિત ગાલાણી ABVP સાથે સંકળાયેલો હોવાના દાવા થયા અને તે બાદ NSUIએ વિરોધ કર્યો હતો. જો કે તે બાદ ABVPએ લેખિતમાં ખુલાસો કર્યો કે અમિત ગાલાણીને ABVP સાથે કોઇ લેવા દેવા નથી. અને તેઓ ABVPના પ્રાથમિક સભ્ય પણ નથી. માત્ર એક કાર્યક્રમમાં પ્રિન્સીપાલ હોવાથી તેઓ આવ્યા હતા.
કેવી રીતે ‘લીક’ કરાયું પેપર ? જાણો સમગ્ર વિગતો
– 2 એપ્રિલ 2023 – મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ.માં હતી B.Comની પરીક્ષા – 2 એપ્રિલ 2023 – B.Com સેમેસ્ટર-6નુમં એકાઉન્ટ વિષયનું હતું પેપર – 2 એપ્રિલ 2023 – બપોરે 3.30 કલાકે શરૂ થઇ હતી એકાઉન્ટ વિષયની પરીક્ષા – 2 એપ્રિલ 2023 – પરીક્ષા શરૂ થયાની 18 મિનિટ પહેલા પેપર થયું હતું વાયરલ – 2 એપ્રિલ 2023 – સોશિયલ મીડિયામાં એકાઉન્ટના પેપરની ફોટા થયા હતા વાયરલ – 2 એપ્રિલ 2023 – જાગૃત વિદ્યાર્થી દ્વારા યુવરાજસિંહે પેપર લીકનો કર્યો હતો દાવો – 2 એપ્રિલ 2023 – યુનિવર્સિટી સત્તાધીશોએ ફરિયાદ ન મળી હોવાનો કર્યો હતો દાવો – 3 એપ્રિલ 2023 – ભાંડો ફૂટતા યુનિ. સત્તાધીશોએ 3 સભ્યોની રચી હતી કમિટી
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…