Bhavnagar : ડુંગળીની મબલખ આવકથી માર્કેટયાર્ડ ઉભરાયા,કામચલાઉ ધોરણે આવક બંધ કરાઈ
હાલ માં મોટાભાગના ખેડૂતોને ડુંગળીનું ઉત્પાદન આવી ગયું હોવાથી ઝડપ ભેર ખેડૂતો ડુંગળી વેચવા આવી રહ્યા છે. ત્યારે ડુંગળીના ભાવમાં વીસ કિલોએ 100 રૂપિયા જેટલો ઘટાડો આવતા અને હજુ પણ ડુંગળીના ભાવ માં ઘટાડો આવવાની શક્યતાઓને લઈને ડુંગળી પકકવતો ખેડૂત ભારે મુંજાયો છે.
ભાવનગરમાં(Bhavnagar)આ વર્ષે ડુંગળીનું(Onion)ઉત્પાદન ખુબજ સારું થયું છે. જોકે ખેડૂતોને ડુંગળી ના ઉતારા ઓછા આવી રહ્યા છે પરંતુ વાવેતર વધુ હેક્ટરમાં થયેલું હોવાથી હાલ ડુંગળીની મબલખ આવક ભાવનગર માર્કેટિંગ યાર્ડ (Bhavnagar Marketing Yard ) અને મહુવા માર્કેટિંગયાર્ડ માં થઈ રહી છે. જેમાં ગુરુવારે એકલાખ જેટલી ગુણી ડુંગળીની આવક થતા ભાવનગર માર્કેટિંગયાર્ડ અને નારી ચોકડી સબ યાર્ડ માં ડુંગળી ઉતારવા છતાં જગ્યા ઓછી પડી રહી હતી જેને લઈને ભાવનગર યાર્ડ માં દુરદુરથી આવતા ખેડૂતોને તકલીફ ન પડે અને પડેલા માલનો નિકાલ થાય તે માટે યાર્ડ ના મેનજમેન્ટ દ્વારા બે દિવસ માટે ડુંગળી ખેડૂતોને યાર્ડ માં લાવવા પર પ્રતિબંધ લાદવામાં આવેલ છે અને જેની તમામ ખેડૂતોને જાણ પર કરાયેલ છે.
ડુંગળીના ભાવમાં વીસ કિલોએ 100 રૂપિયા જેટલો ઘટાડો
આ દરમ્યાન આ વર્ષે કમોસમી વરસાદ, પાકમાં રોગચાળો આવ્યો હોવાથી ખેડૂતોને ડુંગળીનો ઉતારો ઓછો આવી રહ્યો છે. પરંતુ ભાવનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થયેલ હોવાથી હાલ ભાવનગર માર્કેટિંગયાર્ડ અને મહુવા માર્કેટિંગયાર્ડ માં ખુબજ મોટા પ્રમાણમાં ડુંગળી વેચાણમાં આવી રહી છે. ત્યારે હાલ માં મોટાભાગના ખેડૂતોને ડુંગળીનું ઉત્પાદન આવી ગયું હોવાથી ઝડપ ભેર ખેડૂતો ડુંગળી વેચવા આવી રહ્યા છે. ત્યારે ડુંગળીના ભાવમાં વીસ કિલોએ 100 રૂપિયા જેટલો ઘટાડો આવતા અને હજુ પણ ડુંગળીના ભાવ માં ઘટાડો આવવાની શક્યતાઓને લઈને ડુંગળી પકકવતો ખેડૂત ભારે મુંજાયો છે.
બે દિવસ માટે ડુંગળી લાવવા પર પ્રતિબંધ લાદવામાં આવેલ
દર વર્ષે ખેડૂતોનો મબલખ પાક યાર્ડ માં વેચાણ માટે આવે ત્યારે જ ડુંગળીના ભાવ ઘટવા માંડે છે. આજે ભાવનગર માર્કેટિંગયાર્ડ માં ડુંગળીના એક લાખ કરતા વધારે ડુંગળીની ગુણો વેચાણ માટે આવેલ છે આથી વધારે મહુવા યાર્ડ માં પણ ડુંગળી વેચાણ માં આવી રહી છે. ભાવનગર યાર્ડ માં તો ડુંગળી ની આવક વધતા આવતીકાલ થી બે દિવસ માટે ડુંગળી લાવવા પર પ્રતિબંધ લાદવામાં આવેલ છે. આવા સમયે જ્યારે ખેડૂતોને માટે ડુંગળીનું ઉત્પાદન સતત મોંઘુ થઈ રહ્યું છે ત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ મળશે તે વાત પર પાણી ફરતું હોય તેમ ડુંગળીના ભાવ માં સો રૂપિયા નો કડાકો બોલ્યો છે.
ગયા વિક માં વીસ કિલો ડુંગળીના ભાવ 350 થી લઈને 580 જેટલા હતા જે આજે 250 થી લઈને 500 ની અંદર જતા અને હજુ ભાવ ઘટવાની શક્યતાઓ ઉભી થવા પામેલ છે. ડુંગળી ના ભાવ માં ઘટાડા પાછળ સરકારનો બફર સ્ટોક રીલીઝ કરવાનો પણ છે.
નાફેડ પાસે પડેલા બફર સ્ટોક માંથી ડુંગળી રિલીઝ કરવાની શરૂ કર્યું
ડુંગળીમાં હવે તેજીના વળતા પાણી શરૂ થઈ ગયા છે જેનું એક કારણ કેન્દ્ર સરકારે દેશના પાટનગર સહિત કેટલાક શહેરમાં કાંદાના ભાવ ને ધ્યાનમાં રાખીને નાફેડ પાસે પડેલા બફર સ્ટોક માંથી ડુંગળી રિલીઝ કરવાની શરૂ કર્યું હોવાની વાત ગ્રાહક મંત્રાલય કરી હતી. બીજી તરફ સરકારે દેશના તમામ રાજ્યોને પણ 2100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવથી ખરીદવા માટે દરખાસ્ત કરી છે. ખેડૂતોને ડુંગળીની આવકના સમયે જ સરકારે બફર સ્ટોક રિલીઝ કર્યા હોવાથી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ નીચા થવા લાગ્યા છે.
આ પણ વાંચો : પાટણઃ અટકાયત કરીને લઈ જવાતા આરોપીનું રસ્તામાં જ મોત, પોલીસ ટીમ પર સવાલ
આ પણ વાંચો : Ahmedabad: સાંતેજમા કેમિકલ કંપનીમાં લાગેલી આગના ભયાનક દ્રશ્યો આવ્યા સામે, આગ બુઝાવવા રોબોટનો સહારો લેવો પડ્યો