પાટણઃ અટકાયત કરીને લઈ જવાતા આરોપીનું રસ્તામાં જ મોત, પોલીસ ટીમ પર સવાલ
તાલુકા પોલીસના સાત જેટલા કર્મચારીઓ ભુપત ઠાકોરની અટકાયત કરીને લઈ ગયા હતા. રસ્તામાં માથું છુંદાઇ ગયેલી હાલતમાં મૃતદેહ લઈને આવ્યા હોવાનું ગામલોકો કહી રહ્યા છે. જેથી પોલીસની કાર્યવાહી પર સવાલ થઈ રહ્યા છે.

પાટણ (Patan) તાલુકા પોલીસ ટીમની હીરાસતમાં મોડીરાતે ખલીપુર ગામના 45 વર્ષીય વ્યકિતની કોઇ ગુનામાં અટકાયત (Detain) કર્યા બાદ મોત થતા પોલીસ ટીમ સામે મોત મામલે શંકાઓ ઉભી થઇ છે . પાટણ તાલુકા પોલીસ (Police) ની ટીમ શનિવારે મોડીરાતે ખલીપુર ગામ આવીને ભુપત ગુલાબજી ઠાકોર નામના વ્યક્તિની અટકાયત કરીને ટ્રેકટર પર લઇ જવામાં આવ્યો હતો. જે ટ્રેકટર પર ભૂપત ઠાકોર સાથે પોલીસની ટીમ પણ સાથે હતી. પરંતુ પોલીસ હીરાસતમા લઇ જવાતા ભૂપત ઠાકોરનું રસ્તામાં જ અકસ્માત થતા મોત નીપજ્યું . જેને લઇને પોલીસ સામે અનેક સવાલો અને શંકાઓ ઉભી થઇ છે.
ભૂપતજી ઠાકોરના માથાના ભાગે ઇજાઓ થતા મોત થયું .જેને લઇને ખલીપુરના ગામજનો અને મૃતક ભૂપતજી ઠાકોરના પરીવારજનોમાં પણ ભારે રોષ પાટણ તાલુકા પોલીસ સામે વ્યક્ત કર્યો છે અને જે પોલીસની ટીમ ભૂપતજીને લેવા આવી હતી તે ટીમ સામે ફરીયાદ અને પોલીસ તપાસ અને કાર્યવાહીની માંગ શરુ કરી છે.
જો કે હાલમાં મૃતક ભૂપતજી ઠાકોરના મૃતદેહને PM માટે ખસેડાયો છે જ્યા FSL રીપોર્ટ બાદ મોત મામલે સમગ્ર ઘટના બહાર આવે તેવી શક્યતા છે. તો બીજીબાજુ પોલીસની શંકાસ્પદ કામગીરી મામલે પાટણ અને સિઘ્ઘપુર MLA કીરીટ પટેલ અને ચંદનજી ઠાકોર પણ પોસ્ટમોટર્મ સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતકના પરીવારજનો સાથે વાતચીત કરી હતી. તો MLA કીરીટ પટેલે પણ શંકાસ્પદ મોત મામલે પોલીસ સામે આક્ષેપ કરીને તપાસની માંગ કરી છે.
કિરીટ પટેલે જણાવ્યું હતું કે, તાલુકા પોલીસના સાત જેટલા કર્મચારીઓ ભુપત ઠાકોરની અટકાયત કરીને લઈ ગયા હતા. રસ્તામાં માથું છુંદાઇ ગયેલી હાલતમાં મૃતદેહ લઈને આવ્યા હોવાનું ગામલોકો કહી રહ્યા છે. જેથી પોલીસે આ મામલે તાત્કાલિક ફરિયાદ નોંધીને સમગ્ર હકીકત સામે આવે અને પરિવારને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવા માટે મેં પોલીસ અધિકારીઓને રજૂઆત કરી છે.
ગામલોકોમાં ભારે રોષ
ખલીપુર ગામના સરપંચ રમેશ ઠાકોરે જણાવ્યું હતું કે, અમારા ગામના વ્યક્તિનું જે રીતે મોત થયું છે. જેને લઇ પોલીસે શંકાના દાયરામાં આવી રહી છે. આ ભાઈનું મોત કઈ રીતે થયું છે. તે પોલીસ દ્વારા બહાર લાવવામાં આવે અને સમગ્ર સાચી હકીકત જણાવવામાં આવે માટે અમારી માંગણી છે. જે પણ લોકોની બેદરકારીથી ઘટના બની હોય તેમની સામે પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે. જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે કલેક્ટર કચેરીમાં ધરણાં કરીશું.
આ પણ વાંચોઃ ગાંધીનગર : ભાજપમાં જોડાયા બાદ દિનેશ શર્માનું નિવેદન “હું જે પક્ષમાં જોડાયો તેના સારથી નરેન્દ્ર મોદી છે”