Bhavnagar: સિહોર-ઘાંઘળી રોડ પર જીઆઈડીસીમાં આવેલી અરિહંત ફેક્ટરીમાં બ્લાસ્ટ, 10 શ્રમિકો દાઝી ગયા

બ્લાસ્ટના કારણે 10 શ્રમિકો દાઝી ગયા છે. દાઝી ગયેલા શ્રમિકોને સારવાર માટે સિહોર અને ભાવનગરની હોસ્પિટલ ખસેડાયા છે.

Bhavnagar: સિહોર-ઘાંઘળી રોડ પર જીઆઈડીસીમાં આવેલી અરિહંત ફેક્ટરીમાં બ્લાસ્ટ, 10 શ્રમિકો દાઝી ગયા
Bhavnagar: Blast at Arihant Factory at GIDC on Sihor-Ghanghali Road
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 7:56 AM

ભાવનગર (Bhavnagar)માં સિહોર-ઘાંઘળી રોડ પર આવેલી જીઆઈડીસીની ફેક્ટરીમાં બ્લાસ્ટ (Blast in factory) થયો છે. બ્લાસ્ટના કારણે આગ (fire) લાગતા ફેમાક્ટરીમાં કામ કરતા 10 શ્રમિકો દાઝી ગયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા છે.

બ્લાસ્ટમાં 10 શ્રમિકો ઇજાગ્રસ્ત

ભાવનગરમાં સિહોર-ઘાંઘળી રોડ પર જીઆઈડીસી-4માં અરિહંત નામની રોલિંગ ફેક્ટરી આવેલી છે. જેમાં શ્રમિકો કામ કરી રહ્યા હતા તે દરમિયાન કોઇ ક્ષતિના કારણે અચાનક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હતી. આગમાં ફેક્ટરીમાં કામ કરતા 10 જેટલા શ્રમિકો દાઝી ગયા છે. આગ લાગતા જ ફેક્ટરી પાસે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો સિહોર, ભાવનગર, નારી, વલ્લભીપુર સહિતની 108ની 5 ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આ ઇજાગ્રસ્ત શ્રમિકોને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?

શ્રમિકોને સામાન્ય ઇજાઓ

મળતી માહિતી મુજબ તમામ 10 શ્રમિકોને નાની મોટી ઇજાઓ થઇ છે. તમામ દાઝી ગયેલા શ્રમિકોને હાલમાં સિહોર અને ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ સમગ્ર પરિસ્થિતિ કાબુમાં છે.

ગુજરાતમાં અનેક વાર ફેક્ટરીઓમાં બ્લાસ્ટ થવાની અને આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ફેક્ટરીના સાધનોમાંં કોઇને કોઇ ક્ષતિ થવાના કારણે શ્રમિકો તેના ભોગ બનતા હોય છે. ત્યારે ફેક્ટરી સંચાલકો દ્વારા ફેક્ટરીના સાધનોની યોગ્ય રીતે ચકાસણી રાખવી જરુરી છે. સાથે જ ફેક્ટરીમાં ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં પણ આવશ્યક છે.

આ પણ વાંચો-

કેનેડામાં ગયેલા ગુજરાતના 150 વિદ્યાર્થી સહિત દેશના 2500 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, ત્રણ કોલેજોને તાળા લાગ્યા

આ પણ વાંચો-

ડાંગ : નવા બની રહેલા ડેમોને લઇને સ્થાનિકોમાં ચિંતા, વાંસદા-ચીખલીના ધારાસભ્યની આગેવાનીમાં બેઠક યોજાઇ

g clip-path="url(#clip0_868_265)">