કેનેડામાં ગયેલા ગુજરાતના 150 વિદ્યાર્થી સહિત દેશના 2500 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, ત્રણ કોલેજોને તાળા લાગ્યા
કેનેડામાં મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા અને રાજકોટના પણ 150 જેટલા સ્ટુડન્ટોનો પણ સમાવેશ થાય છે. તેઓએ આ કોલેજમાં એડમીશન લીધુ હતું અને એક રિપોર્ટ મુજબ સીસીએસક્યુ, કોલેજ ઓફ એલસ્ટાયર અને એમ.કોલેજને તાળા લાગી ગયા છે.
ભારતના 2500 વિદ્યાર્થીઓ(Student) જેઓ કેનેડામાં(Canada) અભ્યાસ માટે ગયા હતા તેમની ત્રણ કોલેજોને તાળા લાગી જતા આ વિદ્યાર્થીઓનું ભાવિ મુશ્કેલીમાં મુકાઇ ગયું છે. કેનેડાના મોન્ટીરયલની ત્રણ કોલેજોએ અચાનક જ તાળા મારી દીધા છે અને તેના કારણે ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.મુશ્કેલી આ વાતની છે કે કોર્સમાં એડમિશન લેવા ખર્ચેલા લાખો રૂપિયા પરત કેવી રીતે મેળવવા.આ વિદ્યાર્થીઓમાં ગુજરાતના(Gujarat) અમદાવાદ, વડોદરા અને રાજકોટના પણ 150 જેટલા સ્ટુડન્ટોનો પણ સમાવેશ થાય છે. તેઓએ આ કોલેજમાં એડમીશન લીધુ હતું અને એક રિપોર્ટ મુજબ સીસીએસક્યુ, કોલેજ ઓફ એલસ્ટાયર અને એમ.કોલેજને તાળા લાગી ગયા છે.
આ કોલેજોએ અગાઉ તારીખ 30 નવેમ્બર-2021થી 10 જાન્યુઆરી-2022 સુધીનું લાંબુ વિન્ટર વેકેશન જાહેર કર્યું હતું અને બાદમાં વેકેશન ખુલતા પહેલા રૂપિયા 10થી 20 લાખની ફી પણ ઉઘરાવી લીધી હતી. ત્યારબાદ ફરી વેકેશન જાહેર કરી દેતા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોવાનો ખુલાસો થયો છે.
આ પણ વાંચો : ભુજના સ્વામીનારાયણ મંદિરમાં ભગવાનના પગલાની તોડફોડ, સંતો અને સ્થાનિકોમાં રોષ
આ પણ વાંચો :અમદાવાદ : માત્ર 400 રૂપિયાની લેતીદેતીમાં ભિક્ષુકની હત્યા, ગણતરીની કલાકોમાં આરોપી ઝડપાયો