AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમ્મુ કાશ્મીરમાં આયોજિત ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમની ત્રીજી આવૃત્તિમાં ગુજરાતે સુવર્ણ પદક હાંસલ કર્યો

10 ફેબ્રુઆરી શુક્રવારથી ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023 જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે યોજાઈ હતી. ભારત સરકાર દ્વારા ખેલો ઈન્ડિયા પહેલ હેઠળ આ ટુર્નામેન્ટની ત્રીજી આવૃત્તિ યોજી હતી. ગુલમર્ગ અને લેહે સંયુક્ત રીતે 2020 અને 2021માં સ્પર્ધાની પ્રથમ બે આવૃત્તિઓ યોજી હતી.

જમ્મુ કાશ્મીરમાં આયોજિત ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમની ત્રીજી આવૃત્તિમાં ગુજરાતે સુવર્ણ પદક હાંસલ કર્યો
Netrang's ice girl's strong leadership resulted in a gold medal for the Gujarat team
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 6:59 AM
Share

જમ્મુ કશ્મીરના ગુલમર્ગ ખાતે યોજાયેલ ખેલો ઈન્ડીયા નેશનલ વિન્ટર ઓલ્મપિક ગેમ 2023 ની ત્રીજી આવૃત્તિ 10 થી 14 ફેબુઆરીથી દરમિયાન યોજાઈ હતી. સ્પર્ધામાં દેશ તરફથી જુદા- જુદા 18 રાજ્યોના ખેલાડીઓએ ખેલો ઈન્ડીયા નેશનલ વિન્ટર ગેમમાં ભાગ લીધો હતો. 14 ફેબ્રુઆરીએ ગુલમર્ગ ખાતે સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો. આ સ્પર્ધામાં ગુજરાતની ટીમમાં ભરૂચના નેત્રંગની આઈસ ગર્લના સબળ નેતૃત્વના પરિણામે ગુજરાતની ટીમને સુવર્ણ પદક મળ્યો છે. સ્પર્ધામાં સિલ્વર ચંદ્રક રાજસ્થાનની ટીમને ,બ્રોન્ઝ પદક-1 દિલ્હી તથા બ્રાન્ઝ-2 પદક તામિલનાડુની ટીમને એનાયત કરવામાં આવ્યો હતો.

ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમમાં આઈસ સ્ટોકની રમતમાં મહિલા ખેલાડીઓના પ્રતિનિધિત્વ કરતી જુદી- જુદી ઈવેન્ટ જેવી કે ટીમ ગેમ, ડીસ્ટન્સ, ઈન્ડીવ્યુઝઅલ ટાર્ગેટ, ઈન્ડીવ્યુઝઅલ ડીસ્ટન્સ જેવી મહિલાઓની કેટેગરીમાં આઈસ સ્ટોક ગેમ યોજાઈ હતી.

નેત્રંગના થવાની આઈસ ગર્લ દ્રષ્ટિ વસાવાનું સબળ નેતૃત્વ મળ્યું

ટીમ ગેમ વુમનમાં ગુજરાતની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ટીમમાં નેત્રંગની આઈસ ગર્લ દ્રષ્ટિ વસાવાએ સિનિયર ગર્લની ટીમને નેતૃત્વ પુરૂં પાડ્યું હતું. સુરતની સીમરન અગ્રવાલ તથા વિશ્વા તેમજ તાપી જિલ્લાની ખ્યાતિ ગામીતનો પણ ટીમમાં સમાવેશ થયો હતો.

આઈસ સ્ટોક સ્પોર્ટ એ શિયાળાની રમત છે જે કંઈક અંશે કર્લિંગ જેવી જ છે. જર્મનમાં તે Eisstockschießen તરીકે ઓળખાય છે. જોકે આ રમત પરંપરાગત રીતે બરફની સપાટી પર રમાય છે. ઘણા સ્થળે ઉનાળામાં ડામર પર પણ આ કાર્યક્રમો યોજવામાં આવે છે. સ્પર્ધકો બરફની સપાટી પર બરફના સ્ટોકને સ્લાઇડ કરે છે. લક્ષ્યને ધ્યાનમાં રાખીને અથવા સૌથી લાંબુ અંતર કાપવા માટે વિજેતા ઘોષિત થાય છે.

ખેલો ઈન્ડીયા નેશનલ વિન્ટર ઓલ્મપિક ગેમ 2023 એ આકર્ષણ જમાવ્યું

10 ફેબ્રુઆરી શુક્રવારથી ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023 જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે યોજાઈ હતી. ભારત સરકાર દ્વારા ખેલો ઈન્ડિયા પહેલ હેઠળ આ ટુર્નામેન્ટની ત્રીજી આવૃત્તિ યોજી હતી. ગુલમર્ગ અને લેહે સંયુક્ત રીતે 2020 અને 2021માં સ્પર્ધાની પ્રથમ બે આવૃત્તિઓ યોજી હતી. આ એડિશનમાં ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સમાં દેશભરમાંથી લગભગ 1,500 એથ્લેટ ભાગ લીધો હતો.

જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગ ખાતે યોજાયેલી ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સ 2023માં હિમાચલે સ્નો શૂઝ ગેમમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાની નિશા દેવી શર્માએ સ્નો શૂઝ ગેમમાં 400 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

g clip-path="url(#clip0_868_265)">