Ankleshwar માં ટ્રાન્સફોર્મરચોર ટોળકીનો ગેંગ લીડર ઝડપાયો, 10 ગુનાઓનો ભેદ ઉકેલાયો

વડોદરા રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા અસરકારક કાર્યવાહી માટે સુચના આપી ઝુંબેશ શરૂ કરાવી છે.

Ankleshwar માં ટ્રાન્સફોર્મરચોર ટોળકીનો ગેંગ લીડર ઝડપાયો, 10 ગુનાઓનો ભેદ ઉકેલાયો
પોલીસે 10 થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2022 | 7:30 AM

અંકલેશ્વર(Ankleshwar)માં વીજ પુરવઠો ખોરવી નાખી વીજ કંપનીનીના ટ્રાન્સફોર્મરમાંથી કોપરની ચોરી કરી પોલીસ , વીજકંપની અને ખેડૂતોના નાકે દમ લાવી દેનાર કુખ્યાત ચોરને ભરૂચ(Bharuch) ક્રાઇમ બ્રાન્ચે કીમની એક હોટલમાંથી ઝડપી પડી ૧૦ થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આરોપી ટ્રાન્સફોર્મર ચોરીના ગુનાઓને અંજામ આપવા સાગરીતો શોધી રહ્યો હતો તે સમયે પોલીસે તેને ઝડપી પડ્યો હતો. આ મામલે પોલીસે પૂછપરછ હાથ ધરી ટોળકીના અન્ય સાગરીતોને ઝડપી પાડવા પ્રયાસ હાથ ધર્યા છે. ઉલ્લેખનીય છે કે આ ટોળકી દ્વારા ચોરી માટે વીજ પુરવઠો ખોરવી નાખવામાં આવે છે. જરૂરિયાતના સમયે વીજળી ન મળતા ખેડૂતોને ખેતીમાં પણ નુકસાનોનો સામનો કરવો પડતો હોય છે.

વડોદરા રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા અસરકારક કાર્યવાહી માટે સુચના આપી ઝુંબેશ શરૂ કરાવી છે. અભિયાનના ભાગરૂપે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.મંડોરાના માર્ગદર્શન હેઠળ નાસતા – ફરતા આરોપીઓ ઝડપી પાડવા એલ.સી.બી ભરૂચની અલગ – અલગ ટીમો બનાવી વોન્ટેડને જેલભેગા કરવા પ્રયત્નો હાથ ધરવામા આવ્યા છે. આ દરમ્યાન એલ.સી.બી ટીમને હ્યુમન ઇન્ટેલીજન્સથી બાતમી મળી હતી કે અંક્લેશ્વર શહેર પો.સ્ટે . મા નોંધાયેલ ડી.પી ચોરીના અલગ – અલગ કુલ -૧૦ ગુનાઓમા છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપી બરકતઅલી કીમ ખાતે આવેલ શિવશક્તિ હોટલ ખાતે આવનાર છે

બાતમીના આધારે એલ.સી.બી ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. કીમ ખાતે આવેલ શિવશક્તિ હોટલ ખાતે પોલીસે વોન્ટેડ આરોપી બરકતઅલી મળી આવતા તેની અટકાયત કરી હતી. આરોપીને તપાસ પુછપરછ અર્થે અંક્લેશ્વર ખાતે લાવવામાં આવ્યો હતો . ખાત્રી કરતા આરોપી અંક્લેશ્વર શહેર પો.સ્ટે.ના ડી.પી ચોરી ના કુલ -૧૦ ગુનાઓમા વોન્ટેડ આરોપી બરકતઅલી હોવાનું સ્પષ્ટ થતા ક્રીમીનલ પ્રોસીજર કોડની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી ધરપકડ કરી આરોપીને વધુ તપાસ અર્થે અંક્લેશ્વર શહેર પો.સ્ટે.મા સોંપવામા આવ્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઘરપકડ કરાયેલ આરોપી બરકતઅલી કપુર શાહ રહે.હાલ- અરેઠ ગામ તા – માંડવી જી – સુરત મુળ રહે- સીકરાવાગામ તા – પુનાના જી – મેવાત હરિયાણા રીઢો ચોર છે. આ શક્શ ટોળકીઓમાં રહી ગુનાઓને અંજામ આપે છે. મોટાભાગે ગ્રામ્ય વિસ્તારમાં સીમમાં વીજ પુરવઠો ખોરવી નાખી વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાંથી કોપરની ચોરી કરતા હોય છે. બરકતઅલી કપુર શાહ એ અંકલેશ્વરમાં આ ગુનાઓની વર્ષ 2021 માં હારમાળા સર્જી હતો. વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે ખેડૂતોને વીજળી મળતી ન હતી અને ખેતીને નુકસાન પહોંચતું હતું તો બીજી તરફ સતત વધતા બનાવોએ પોલીસની ઊંઘ હરામ કરી હતી. આરોપીને ઝડપી પાડવા માટે એલસીબીના પો.સ.ઇ. જે.એન.ભરવાડ સાથે હે.કો.પરેશભાઇ , હે.કો.જયેશભાઇ તથા પો.કો.નિમેષભાઇ નાઓ દ્વારા ટીમવર્કથી કામગીરી કરવામા આવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">