અંકલેશ્વર રૂરલ પોલીસે બળાત્કારી પિતાની ધરપકડ કરી, પિતાના પિશાચી કૃત્ય સામે માતાએ ફરિયાદ નોંધાવી હતી
અંકલેશ્વર રૂરલ પોલીસે પોક્સો અને બળાત્કાર સહિતની કલમો હેઠળ આરોપીની ધરપકડ કરી કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેના રિપોર્ટ બાદ તેની જરૂરી તબીબી તપાસ સાથે પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અંકલેશ્વર(Ankleshwar)માં પિતા – પુત્રીના સંબંધોને લજવનાર પિતાની અંકલેશ્વર પોલીસે ધરપકડ કરી છે. પિશાચી પિતાએ પોતાની સગી દીકરીને હવસનો શિકાર બનાવી તેને માર મારી ભયમાં રાખતો હતો. બાળકીની માતાની ફરિયાદના આધારે પોલીસે પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો દાખલ કરી બળાત્કારી પિતાની ધરપકડ કરી છે. આરોપીને અંકલેશ્વર રૂરલ પોલીસે ઝડપી પાડી તબીબી તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીએ છેલ્લા ત્રણ મહિનામાં અનેકવાર પોતાની ૧૨ વર્ષીય પુત્રીને પોતાની હવસનો શિકાર બનાવી હતી અને બાળકી તેના કુકર્મોની જાણ અન્ય કોઈને ન કરે તે માટે માર મારી ભયમાં રાખતો હતો.
અંકલેશ્વરમાં પિતા–પુત્રીનો પવિત્ર સંબંધ લજવનાર શકશની ધરપકડ કરવામાં આવી હતી.
પુત્રી સાથે દુષ્કર્મ કરનાર પતિ વિરુદ્ધ માતાએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ#Gujarat #TV9News #Bharuch #Rape pic.twitter.com/uxBKLepcrV
— Tv9 Gujarati (@tv9gujarati) April 29, 2022
સૂત્રો અનુસાર તાજેતરમાં બાળકી શારીરિક પીડા શારીરિક પીડાઓનો સામનો કરી હોવાની અને સાથે તે અત્યંત ભયભીત પણ જણાતા માતા બાળકીને પૂછતાં પિતા દ્વારા બળાત્કાર ગુજારાતો હોવાનું બાળકીએ જણાવ્યું હતું. હકીકત સાંભળી ચોકી ઉઠેલી માતા બાળકીને લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી. ઘટનાની ગંભીરતા પારખી પોલીસે માતાની ફરિયાદના આધારે પિતા વિરુદ્ધ પુત્રી ઉપર બળાત્કાર ગુજારવાની અને માર મારવાની ફરિયાદ દાખલ કરી હતી. બાળકીની તબીબી તપાસ સાથે સારવાર શરુ કરાવી અંકલેશ્વર પોલીસે કાયદાકીય કાર્યવાહી સાથે સારવારનું માનવતાનું પગલું પણ ભર્યું હતું.
ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રૂરલ પોલીસે તપાસ શરૂ કરી હતી. ફરિયાદ બાદ બાળકીની સારવાર અને મેડિકલ ટેસ્ટ ઉપરાંત તેની સારવાર કરાવાઈ હતી. બીજી તરફ સગી દીકરી સાથે દુષ્કર્મ આચરનાર પિતાની પણ ધરપકડ માટે પ્રયાસો હાથ ધરાયા હતા. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વિક્રમ રબારીએ જે વિસ્તારમાં બાળકી રહેતી હતી તેની આસપાસના વિસ્તારમાં આરોપીની શોધખોળ શરૂ કરાવી હતી. જે દરમ્યાન આખરે બળાત્કારી પિતા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.
અંકલેશ્વર રૂરલ પોલીસે પોક્સો અને બળાત્કાર સહિતની કલમો હેઠળ આરોપીની ધરપકડ કરી કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેના રિપોર્ટ બાદ તેની જરૂરી તબીબી તપાસ સાથે પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : અંકલેશ્વરમાં પિતા – પુત્રીનો પવિત્ર સંબંધ લજવાયો, પિતાના પિશાચી કૃત્ય સામે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી