AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચ નગરપાલિકામાં વિપક્ષી નેતાની રેસમાં કોણ આગળ? આ દાવેદાર પર કોંગી નેતાઓની નજર

ભરૂચ: સ્થાનિક સ્વરાજ્યની 2026 ની ચૂંટણીના પરિણામો જાહેર થતા જ હવે ભરૂચ નગરપાલિકામાં સત્તા અને વિપક્ષનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વિપક્ષી નેતાના પદ માટે ભારે ખેંચતાણ છે. હાલ કોંગ્રેસમાં વિપક્ષી નેતાના પદ માટે ભારે લોબિંગ શરૂ થયું છે. આ રેસમાં મુખ્યત્વે ચાર નામો ચર્ચામાં છે.

ભરૂચ નગરપાલિકામાં વિપક્ષી નેતાની રેસમાં કોણ આગળ? આ દાવેદાર પર કોંગી નેતાઓની નજર
| Updated on: May 04, 2026 | 1:11 PM
Share

ભરૂચ: સ્થાનિક સ્વરાજ્યની 2026 ની ચૂંટણીના પરિણામો જાહેર થતા જ હવે ભરૂચ નગરપાલિકામાં સત્તા અને વિપક્ષનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કુલ 44 બેઠકો ધરાવતી ભરૂચ પાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ 29 બેઠકો સાથે ભવ્ય વિજય મેળવી સત્તા જાળવી રાખી છે. જ્યારે કોંગ્રેસ 10 બેઠકો સાથે બીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવતા વિપક્ષની ભૂમિકા ભજવશે. આ સિવાય AIMIM ને 4 અને અપક્ષને 1 બેઠક મળી છે.

ભરૂચ નગરપાલિકાના વોર્ડ 2માં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો જ્યાં વિપક્ષી પહેલા ટિકિટના મેન્ડેટ અને હવે વિપક્ષી નેતાના પદ માટે ભારે ડ્રામા અને રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે. અહીંથી સમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાળા બંને સશક્ત દાવેદાર તરીકે સામે આવ્યા છે જયારે વોર્ડ 8 માં ભાજપના નેતાઓને તેમાં ગઢમાં જીત માટે પરસેવે રેબઝેબ કરનાર જીગ્નેશ બ્રહ્મભટ્ટ પણ રેસમાં પાછળ નથી.

વિપક્ષી નેતાના પદ માટે ભારે ખેંચતાણ

હાલ કોંગ્રેસમાં વિપક્ષી નેતાના પદ માટે ભારે ખેંચતાણ અને લોબિંગ શરૂ થયું છે. આ રેસમાં મુખ્યત્વે ચાર નામો ચર્ચામાં છે:

  • સમસાદ અલી સૈયદ : જેઓ બે ટર્મ વિપક્ષી નેતા રહી ચૂક્યા છે. જોકે, આ વખતે તેઓ ટિકિટ વિવાદને કારણે ચર્ચામાં રહ્યા હતા. સ્થાનિક મોવડી મંડળે તેમની ટિકિટ કાપી હોવા છતાં તેઓ પ્રદેશમાંથી મેન્ડેટ લાવી ચૂંટણી જીત્યા છે. અગાઉની ટર્મમાં વિપક્ષી નેતા તરીકે તેમનું ધ્યાન વધુ લઘુમતી વિસ્તારો પર હોવાની છાપ છે.
  • જીગ્નેશ બ્રહ્મભટ્ટ : તેઓ પાલિકામાં પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને કાયદાના સારા જાણકાર છે. ભાજપના ગઢ ગણાતા વોર્ડ 8 માં ગાબડું પાડી કોંગ્રેસને બે બેઠકો અપાવતા તેમનું કદ વધ્યું છે. કોંગ્રેસી નેતાઓને આશા છે કે તેમની બૌદ્ધિક ક્ષમતા શાસકોને હંફાવી શકે છે.તેઓ પાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને કાયદાકીય સમજ માટે ઓળખાય છે જેના કારણે કોંગ્રેસમાં તેમની દાવેદારી મજબૂત માનવામાં આવે છે.
  • હેમેન્દ્ર કોઠીવાળા : એક સિનિયર નેતા જેઓ પણ મેન્ડેટ વિવાદ છતાં વિજયી થયા છે.આદિવાસી સમાજના મતદારો પર ખુબ સારી પકડ ધરાવે છે.
  • ઝુબેર પટેલ : સામાજિક સેવાઓમાં સક્રિય અને સ્પષ્ટ છબી ધરાવતા નેતા તરીકે ઉભરી આવ્યા છે.

આંતરિક લોબિંગ પરાકાષ્ઠાએ

મુખ્ય મુકાબલો અનુભવી સમસાદ અલી સૈયદ અને કાયદાના જાણકાર જીગ્નેશ બ્રહ્મભટ્ટ વચ્ચે હોવાનું મનાય છે. આગામી એક-બે દિવસમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર્સ ભરૂચની મુલાકાત લેશે અને તમામ ઉમેદવારો તથા સ્થાનિક નેતાઓને સાંભળશે. પ્રદેશ કક્ષાએથી નામ નક્કી થાય તે પહેલા અત્યારે આંતરિક લોબિંગ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે.મોવડી મંડળ તરફ તમામની મીટ મંડાઈ છે

આ પણ વાંચો : Breaking News : ભરૂચમાં સત્તા હાંસલ કર્યા બાદ હવે સિંહાસન માટે જંગ : પ્રમુખપદ મેળવવા દાવેદારોમાં દોડધામ

Follow Us
તમને આવકના નવા સ્ત્રોત મળશે, સાંજે આરામ કરવા માટે થોડો સમય કાઢો
તમને આવકના નવા સ્ત્રોત મળશે, સાંજે આરામ કરવા માટે થોડો સમય કાઢો
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
"ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા..." જુઓ Viral Video
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી
રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">