AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : GFLનું કેમિકલ રસ્તા પર ઢોળાતાં પોલીસ એક્શનમાં, વાગરા પોલીસે ગુનો દાખલ કર્યો

ભરૂચ : વાગરા પોલીસ સ્ટેશનના જાગૃત પોલીસકર્મીઓએ જોખમીરીતે લાપરવાહીથી કેમિકલ વેસ્ટના વાહનના મામલાને ઝડપી પાડી ગુનો દાખલ કરી દાખલારૂપ કાર્યવાહી કરી છે.

Breaking News : GFLનું કેમિકલ રસ્તા પર ઢોળાતાં પોલીસ એક્શનમાં, વાગરા પોલીસે ગુનો દાખલ કર્યો
| Updated on: May 21, 2026 | 1:24 PM
Share

ભરૂચ : વાગરા પોલીસ સ્ટેશનના જાગૃત પોલીસકર્મીઓએ જોખમીરીતે લાપરવાહીથી કેમિકલ વેસ્ટના વાહનના મામલાને ઝડપી પાડી ગુનો દાખલ કરી દાખલારૂપ કાર્યવાહી કરી છે. આ કેમિકલ વેસ્ટ દહેજ જી.આઈ.ડી.સી. માં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ કંપનીમાંથી ભરવામાં આવ્યું હતું. આ જથ્થો મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે આવેલી અનમોલ એગ્રો કંપનીમાં લઈ જવામાં આવી રહ્યો હતો.

ભરચક માર્ગ પર ખુલ્લા વાલ્વ સાથે ટેન્કર ઝડપાયું

મળતી માહિતી મુજબ ગત 20 મે 2026ના રોજ સાંજના સમયે વાગરા પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ અને તેમની ટીમ ખાનગી વાહનમાં પખાજણ ગામથી વાગરા તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એચ.પી. પેટ્રોલ પંપથી જી.ઈ.બી ચોકડી વચ્ચેથી પસાર થઈ રહેલા એક ટેન્કર નંબર GJ 18 BV 6699 ના પાછળના ભાગેથી કેમિકલ જેવું પ્રવાહી રસ્તા પર ઢોળાતું જોયું હતું. પોલીસે તુરંત જ પોતાનું વાહન આગળ કરીને ટેન્કરને રોક્યું હતું. તપાસ કરતાં માલૂમ પડ્યું કે ટેન્કરનો પાછળનો વાલ્વ ખુલ્લો હતો અને તેમાંથી ભારે દુર્ગંધ મારતું જોખમી કેમિકલ સમગ્ર રોડ પર ઢોળાઈ રહ્યું હતું.

કેમિકલથી જોખમ સામે પોલીસ કાર્યવાહી

આ કેમિકલ વેસ્ટ થી માર્ગ પર પસાર થતા વાહનચાલકો, રાહદારીઓ તેમજ આસપાસના મનુષ્યો અને પશુ-પંખીઓની જિંદગી જોખમમાં મુકાઈ શકે તેમ ભય હતો. પોલીસે તાત્કાલિક પંચોને બોલાવીને ટેન્કરમાંથી નમૂના ભરી તેને સીલ કર્યું હતું. પોલીસે આશરે રૂપિયા 5 લાખની કિંમતનું ટેન્કર અને મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ માટે કબજે કર્યો છે. ટેન્કર ચાલક શિવશંકર દેવીદયાલ પાલ રહે. હાલ છત્રાલ જી.આઈ.ડી.સી., મૂળ ઉત્તર પ્રદેશ વિરૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને બી.એન.એસ.ની કલમ ૨૮૬ અને ૧૨૫ હેઠળ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દહેજ GFL કંપની માંથી મેહસાણા જઈ રહ્યું હતું કેમિકલ વેસ્ટ

પોલીસ પૂછપરછમાં ટેન્કર ચાલકે કેમિકલ મોકલનાર અને મંગાવનાર કંપનીઓ અંગે માહિતી આપી છે. આ કેમિકલ વેસ્ટ દહેજ જી.આઈ.ડી.સી. માં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ કંપનીમાંથી ભરવામાં આવ્યું હતું. આ જથ્થો મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે આવેલી અનમોલ એગ્રો કંપનીમાં લઈ જવામાં આવી રહ્યો હતો.આ મામલે હેડ કોન્સ્ટેબલ સુરેશજી હેમરાજજી ઠાકોર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

આ પણ વાંચો, India Hormuz Plan: ભારત માટે ખૂલશે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે ટ્રમ્પ ન કરી શક્યા એ ભારત કરી બતાવશે?

Follow Us
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
g clip-path="url(#clip0_868_265)">