India Hormuz Plan: ભારત માટે ખૂલશે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે ટ્રમ્પ ન કરી શક્યા એ ભારત કરી બતાવશે?
ઈરાન યુદ્ધ વચ્ચે પહેલીવાર ભારત સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તેથી ફરી તેલના ટેન્કર ભરવાની તૈયારી કરી રહ્યુ છે. સરકારની મંજૂરી મળતા જ ભારતીય જહાજો ખાડી દેશોમાંથી કાચુ તેલ અને ગેસ લાવવાના મિશન પર નીકળી શકે છે.

ભારત ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે પશ્ચિમ એશિયા પાસેથી તેલ અને ગેસની સપ્લાઈ શરૂ કરવાની તૈયારીમાં લાગી ગયુ છે. રિપોર્ટ અનુસાર ભારતે મિડલ ઈસ્ટમાંથી ઊર્જા કાર્ગો લાવવા માટે જહાજ મોકલવાની યોજના લગભગ તૈયાર કરી લીધી છે. સરકારની અંતિમ મંજૂરી મળતા જ ભારતીય ટેન્કર હોર્મુઝ ના રસ્તે ખાડી ક્ષેત્ર તરફ રવાના થઈ શકે છે. બ્લૂમબર્ગની રિપોર્ટ અનુસાર, ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર એવુ થશે કે જ્યારે ભારત અત્યંત સંવેદનશીલ સમુદ્રી માર્ગેથી મોટ પાયે તેલની સપ્લાઈ બહાર કરવાની કોશિશ કરશે. હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા માર્ગ પૈકી ગણાય છે. જ્યાંથી વૈશ્વિક તેલ સપ્લાઈનો લગભગ 20 % હિસ્સો નીકળે છે. પરંતુ જ્યારથી ઈરાન અમેરિકા યુદ્ધ શરૂ થયુ છે ત્યારથી આ રસ્તે થનારી આવનજાવન સંપૂર્ણ ઠપ્પ થઈ ગયુ છે. function loadTaboolaWidget() { ...
