AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભરૂચના 5000 ઉદ્યોગોને મળ્યો એક ઈમેઈલ… હવે કયું નવું સંકટ ઊભું થયું?

ગુજરાતના કેમિકલ હબ ગણાતા ભરૂચના 5000 ઔદ્યોગિક એકમો માટે ચિંતાજનક અહેવાલ સામે આવી રહ્યા છે. વૈશ્વિક મંદી અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે મુશ્કેલીનો સામનો કરી રહેલા ઉદ્યોગો પર મોંઘવારીનો વધુ એક મોટો કોરડો ઝીંકાયો છે.

Breaking News : ભરૂચના 5000 ઉદ્યોગોને મળ્યો એક ઈમેઈલ... હવે કયું નવું સંકટ ઊભું થયું?
| Updated on: Jun 07, 2026 | 10:19 AM
Share

ગુજરાતના કેમિકલ હબ ગણાતા ભરૂચના 5000 ઔદ્યોગિક એકમો માટે ચિંતાજનક અહેવાલ સામે આવી રહ્યા છે. વૈશ્વિક મંદી અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે મુશ્કેલીનો સામનો કરી રહેલા ઉદ્યોગો પર મોંઘવારીનો વધુ એક મોટો કોરડો ઝીંકાયો છે.

વૈશ્વિક મંદી વચ્ચે ઉદ્યોગો પર નવો આર્થિક બોજ

મોંઘા થઈ રહેલા ઈંધણ વચ્ચે હવે ‘ગુજરાત ગેસ લિમિટેડ’ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ પાસે વધારાની સિક્યુરિટી ડિપોઝીટ માંગવામાં આવતા કરોડો રૂપિયાના વધારાના બોજાના ભય સાથે ઉદ્યોગ જગતમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

પશ્ચિમ એશિયાના તણાવની સીધી અસર ઉર્જા બજાર પર

હાલ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક અને રાજકીય તણાવની સીધી અસર આંતરરાષ્ટ્રીય ઉર્જા બજાર પર પડી છે. ચાલુ જૂન મહિનાની શરૂઆતમાં જ મોંઘવારીનો મોટો ઝટકો આપતા કોમર્શિયલ LPG અને નેચરલ ગેસના ભાવોમાં નોંધપાત્ર વધારો ઝીંકાયો છે. આ મોંઘવારીના લીધે અંકલેશ્વરના ઉદ્યોગો અગાઉથીજ મુશ્કેલીમાં છે ત્યાં ગુજરાત ગેસ કંપનીએ દરેક મેમ્બર ઇન્ડસ્ટ્રીઝને ઈમેઈલ મોકલીને ‘એડિશનલ સિક્યુરિટી ડિપોઝીટ’ ભરવા ફરમાન મોકલ્યું છે.

વધતા ખર્ચથી વૈશ્વિક બજારના ટકી રહેવાની ચિંતા વધશે : અનિષ પરીખ – કેમિકલ મેન્યુફેક્ચરર

કેમિકલ મેન્યુફેક્ચરર અનિષ પરીખ જણાવી રહ્યા છે ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય બજારમાં તાકવું અગાઉથીજ મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે વધારાના ખર્ચની સીધી અસર પ્રોડક્શન કોસ્ટ પર પડે છે જે સ્થાનિક ઉદ્યોગો માટે ટકી રહેવું વધુ મુશ્કેલ બનાવે છે. નિકાસકારોને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

માત્ર 50 ટકા ક્ષમતા પર ચાલી રહી છે ઇન્ડસ્ટ્રીઝ

નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય મંદી અને કાચા માલની સપ્લાય ચેઈન ખોરવાઈ જવાને કારણે અંકલેશ્વરની મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝ હાલમાં માત્ર 50 ટકા ઉત્પાદન ક્ષમતા પર ચાલી રહી છે. જ્યારે પ્રોડક્શન અડધું હોય ત્યારે કુદરતી રીતે જ ફેક્ટરીઓમાં ગેસનો વપરાશ પણ અડધો થઈ જાય છે. આ સ્થિતિમાં ઉદ્યોગોની જૂની જમા થયેલી ડિપોઝીટ જ કંપનીના રિસ્ક કવર માટે પૂરતી છે તેમ ઉદ્યોગ સંગઠનનું કહેવું છે. તેમ છતાં, જો આ મંદીના માહોલમાં ઉદ્યોગો પાસેથી કરોડો રૂપિયાની વધારાની ડિપોઝીટ વસૂલવામાં આવશે, તો ફેક્ટરીઓ પાસે વર્કિંગ કેપિટલની ભારે અછત સર્જાશે. નાના અને મધ્યમ કક્ષાના (MSME) એકમો માટે બજારમાં ટકી રહેવું મુશ્કેલ બનશે જેની સીધી અસર રોજગારી પર પણ પડી શકે છે.

AIAએ ગુજરાત ગેસને નિર્ણય મોકૂફ રાખવા કરી રજૂઆત

વિમલ જેઠવા, પ્રમુખ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ મુજબ મેમ્બર ઇન્ડસ્ટ્રીઝનું અગાઉથીજ 50 ટકા પ્રોડક્શનની મર્યાદામાં છે. જે વપરાશ સમકક્ષ ડિપોઝીટ સમાન જ છે. અમે ગેસ કંપનીને મેઈલ કરેલ છે કે એડિશનલ ડિપોઝીટનો આદેશ હાલ પૂરતો મોકૂફ રાખવો જરૂરી જણાય છે.

આ ગંભીર આર્થિક કટોકટીને જોતા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (AIA) મેદાનમાં આવ્યું છે. એસોસિએશને ગુજરાત ગેસ કંપનીને સત્તાવાર પત્ર લખીને ઉદ્યોગોના હિતમાં આ વધારાની ડિપોઝીટના આદેશને હાલ પૂરતો મોકૂફ રાખવા ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે. હવે જોવાનું એ રહેશે કે સરકારી ગેસ વિતરણ કંપની ઉદ્યોગોને ટકાવી રાખવા વિનંતી ને કેટલી ગંભીરતાથી લે છે!!!

આ પણ વાંચો : વિશ્વના સૌથી ગરમ જોખમી શહેરોમાં અમદાવાદ બીજા ક્રમે, ઓક્સફર્ડના અભ્યાસમાં ખુલાસો

Follow Us
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
Trending Video : ખેડૂતની આ દેશી ટેક્નિક જોઈને તમે પણ ચોંકી જશો
Trending Video : ખેડૂતની આ દેશી ટેક્નિક જોઈને તમે પણ ચોંકી જશો
આજનું રાશિફળ: 18 જુલાઈએ આ રાશિના લોકો ગુસ્સા અને વાણી પર કાબૂ રાખે
આજનું રાશિફળ: 18 જુલાઈએ આ રાશિના લોકો ગુસ્સા અને વાણી પર કાબૂ રાખે
અર્જુન કપૂરે 'Lock Upp 2' ફેમ પામેલાને લગ્ન માટે કર્યું 'પ્રપોઝ'!
અર્જુન કપૂરે 'Lock Upp 2' ફેમ પામેલાને લગ્ન માટે કર્યું 'પ્રપોઝ'!
ગીરમાં સિંહના હુમલા રોકવા વન વિભાગ એક્શનમાં
ગીરમાં સિંહના હુમલા રોકવા વન વિભાગ એક્શનમાં
g clip-path="url(#clip0_868_265)">