AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભરૂચમાં ભાજપ સમર્થક માતા-પુત્ર પર હુમલો, ઈજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલમ ગામે રાજકીય અદાવતમાં હિંસક હુમલાની ઘટના સામે આવી છે. ભાજપનો પ્રચાર કરવા બાબતે માતા -પુત્ર પર હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે વાગરા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

Breaking News : ભરૂચમાં ભાજપ સમર્થક માતા-પુત્ર પર હુમલો, ઈજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ
| Updated on: Apr 22, 2026 | 12:10 PM
Share

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલમ ગામે રાજકીય અદાવતમાં હિંસક હુમલાની ઘટના સામે આવી છે. ભાજપનો પ્રચાર કરવા બાબતે માતા -પુત્ર પર હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે વાગરા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

વાગરાના કલમ ગામની ઘટના

મળતી માહિતી મુજબ કલમ ગામના સ્કૂલ ફળિયામાં રહેતા અનિશાબેન સિકંદરભાઈ સણવી ગત 20 એપ્રિલની રાત્રે ગામની એક દુકાને અગરબત્તી લેવા ગયા હતા. આ સમયે તેમનો ૨૦ વર્ષીય પુત્ર મોહંમદ ફૈઝ પોતાની મોટરસાયકલ સાથે ત્યાં ઊભો હતો. આ અરસામાં ગામનો જ રહેવાસી આરોપી ઈકબાલ સુલેમાન સાધુ (ઉર્ફે નાનો) પોતાની રીક્ષા લઈને ત્યાં આવી પહોંચ્યો હતો.

ભાજપનો પ્રચાર કરવા ન આવવા ધમકી અપાઈ

ઈકબાલ સાધુએ મોહંમદ ફૈઝને જોઈને ઉશ્કેરાઈ ગયો હતો અને કહ્યું હતું કે, “તું આજકાલ ભાજપનો ઝંડો લઈને ફરે છે અને પ્રચાર કરે છે પણ અમારા ફળિયામાં ભાજપનો પ્રચાર કરવા આવવું નહીં.” આ બાબતે બોલાચાલી થતા આરોપીએ ગાળાગાળી શરૂ કરી હતી અને મોહંમદ ફૈઝને લાત મારી નીચે પાડી દીધો હતો. માતા અનિશાબેન પોતાના પુત્રને છોડાવવા વચ્ચે પડ્યા ત્યારે આરોપીએ વધુ હિંસક બની પોતાની રીક્ષામાંથી લોખંડનું પાળિયું કાઢી અનિશાબેનને ડાબા ખભાના ભાગે લોખંડના પાળિયાના બે ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ હુમલાખોર ફરાર થઇ ગયો હતો.

વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો

ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે વાગરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વાગરા પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૧(૩), ૩૫૨ અને જી.પી. એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ વાઘેલા આ કેસની તપાસ કરી રહ્યા છે.

ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો

આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે અને મતદાનની તારીખ નજીક આવતાં રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમ બનતો જઈ રહ્યો છે. પક્ષો વચ્ચે સ્પર્ધા તેજ થતાં નેતાઓ દ્વારા જોરદાર પ્રચાર અને સભાઓનું આયોજન થઈ રહ્યું છે. રાજકીય વિરોધીઓ વચ્ચે શાબ્દિક પ્રહાર અને સામસામે નિવેદનોનો સિલસિલો વધતો જોવા મળી રહ્યો છે. આ તણાવ વચ્ચે કેટલીક જગ્યાએ હુમલાની ઘટનાઓ પણ સામે આવતાં ચિંતા વધી છે. આવા સંજોગોમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે.

Follow Us
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
g clip-path="url(#clip0_868_265)">