BHARUCH : હાંસોટમાં 2 NRI ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું, દોઢ મહિનામાં 1300 વિદેશીઓ ભરૂચ પહોંચ્યા

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. મંગળવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 394 કેસો નોંધાયા હતા, તો બુધવારે નવા કેસો 500થી વધુ એટલે કે 548 નવા કેસ નોધાયા છે.

BHARUCH : હાંસોટમાં 2 NRI ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું,  દોઢ મહિનામાં 1300 વિદેશીઓ ભરૂચ પહોંચ્યા
Test Report of 2 NRI's corona came positive(File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 6:24 AM

ઘણા દેશોમાં પડતી અસહ્ય ઠંડીથી બચવા શિયાળામાં મોટી સંખ્યામાં NRI ભારત સ્થિત વતનમાં પનાહ લેતા હોય છે. ભરૂચ જિલ્લો ડિસેમ્બરમાં વિદેશથી આવતા NRI ના આગમનને લઈ કોરોના(Corona) અને તેના નવા વેરિએન્ટ ઓમિક્રોન(Omicron)ના હાઈરિસ્કમાં મુકાવાના ભયની ચિતના હેઠળ છે. દરમ્યાન હાઈરિસ્ક કન્ટ્રી દક્ષિણ આફ્રિકાથી આવેલા 2 લોકો કોરોના પોઝિટિવ(Corona Cases in Bharuch) આવતાતંત્ર દોડતું થયું છે.

કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના ગુજરાતમાં વધતા જતા કેસને લઈ હવે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.ચિંતાજનક સ્થિતિ વચ્ચે ભરૂચ જિલ્લામાં પણ વિદેશથી ડિસેમ્બરમાં આવતા NRI ના પ્રવાહને લઈ વહીવટી તંત્ર સાવચેત બન્યું છે.

છેલ્લા એક સપ્તાહમાં જ ભરૂચ જિલ્લામાં હાઈરિસ્ક કન્ટ્રીમાંથી 150 જેટલા લોકો આવ્યા છે. હાંસોટના મૂળ વતની અને વર્ષોથી દક્ષિણ આફ્રિકામા વસવાટ કરતાં મુસ્લિમ પરિવારના 2 સભ્યો પોતાના વતન ભારતમાં 24 ડીસેમ્બરે આવ્યા હતા. ભરૂચ જિલ્લાના હાંસોટના નસીરવાડા ખાતે NRI આવ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ભરૂચમાં કોરોનાની સ્થિતિ  29 ડિસેમ્બરે નોંધાયેલા પોઝિટિવ કેસ  – 6 કુલ એક્ટિવ કેસ  -15

બુધવારે સંક્રમિત ક્યાંથી મળી આવ્યા  ભરૂચ       -1 વાલિયા    – 1 અંકલેશ્વર – 2 હાંસોટ    – 2 કુલ          – 6

કોરોના ગાઇડલાઇન અનુસાર હાંસોટના બ્લોક ઓફીસરે નસીરવાડા સ્થિત આ પરિવારના આરોગ્યની દેખરેખ શરૂ કરાવી હતી. પ્રવાસીઓના સેમ્પલમાં બન્ને કોરોના પોઝીટીવ આવતા તેઓને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાંસોટના નસીરવાડા વિસ્તારમાં આરોગ્ય સર્વે સાથે સંપર્કમાં આવેલા તમામની પણ તપાસ કરવામાં આવી રહી છે.

એમીક્રોનના વિદેશોમાં વધતા જતા કેસ અને લોકડાઉનની દહેશત વચ્ચે ભરૂચ જિલ્લાના મૂળ વતનીઓ હાલ મોટી સંખ્યામાં વતન પરત ફરી રહ્યા છે. છેલ્લા દોઢ મહિનામાં જ વિદેશથી 1300 થી વધુ NRI જિલ્લામાં આવ્યા છે. જે તમામનું તંત્ર સતત મોનીટરીંગ કરી રહી છે. જોકે હાલ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે તેનો આંક ડબલ ડિજિટમાં પોહચી જાય તેવી દહેશત વધતા જતા કેસને લઈ સેવાઈ રહી છે.

રાજ્યમાં ઓમિક્રોનના કેસોની કુલ સંખ્યા 97  ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. મંગળવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 394 કેસો નોંધાયા હતા, તો બુધવારે નવા કેસો 500થી વધુ એટલે કે 548 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 265 એટલે કે નવા કેસના 50 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 1902 પર પહોચ્યો છે.

ગઈકાલે 28 ડિસેમ્બરે 394 નવા કેસ નોંધાયા હતા. જયારે આજે કેસ વધીને 548 એટલે કે બમણા જેટલા નવા કેસો નોંધાયા છે. નવા વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 1420 હતા જે આજે વધીને 1902 થયા છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોના બન્યો બેફામ, નવા 548 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 1902 થયા, ઓમિક્રોનના નવા 19 કેસ

આ પણ વાંચો :  OMICRON : ગુજરાતમાં ઓમિક્રોનના નવા 19 કેસ સાથે કુલ કેસનો આંકડો 97 પર પહોચ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">