OMICRON : ગુજરાતમાં ઓમિક્રોનના નવા 19 કેસ સાથે કુલ કેસનો આંકડો 97 પર પહોચ્યો

OMICRON IN GUJARAT : અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના સૌથી વધુ 33 કેસ નોંધાયા છે.વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં 21 ઓમિક્રોન, સુરતમાં 9, આણંદ જિલ્લામાં 8 અને ખેડામાં 6 કેસ નોંધાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 10:32 PM

અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના 8 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ સુરતમાં 6, વડોદરામાં 3 અને આણંદમાં 2 કેસ નોંધાયા છે.

GANDHINAGAR : ગુજરાતમાં બુધવારે ચાર જિલ્લામાંથી કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટના 19 નવા કેસ નોંધાયા છે, જે તેમની કુલ સંખ્યા 97 પર પહોંચી ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિત વધુ 17 દર્દીઓ સ્વસ્થ થયા છે, અત્યાર સુધીમાં 41લોકો સાજા થયા છે. આજે નોંધાયેલા ઓમિક્રોનના 19 કેસોમાંથી 10 વ્યક્તિઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે, એટલે કે આ 10 લોકો વિદેશથી આવ્યાં છે. જ્યારે 9 દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના 8 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ સુરતમાં 6, વડોદરામાં 3 અને આણંદમાં 2 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના સૌથી વધુ 33 કેસ નોંધાયા છે.વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં 21 ઓમિક્રોન, સુરતમાં 9, આણંદ જિલ્લામાં 8 અને ખેડામાં 6 કેસ નોંધાયા છે.

આજે નોંધાયેલા નવા ઓમિક્રોન કેસોની વિગત જોઈએ તો

રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો સાથે આજે ઓમિક્રોન વેરીએન્ટના નવા 19 કેસો નોંધાયા છે. જેની વિગત આ મૂજબ છે :

1) અમદાવાદ શહેરમાં 4 પુરુષ અને 4 સ્ત્રી એમ 8 ઓમિક્રોન કેસ નોંધાયા, જેમાંથી 6 દર્દી વિદેશથી આવેલા છે અને 2 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

2) વડોદરા શહેરમાં 2 પુરુષ અને 1 સ્ત્રી એમ 3 ઓમિક્રોન કેસ નોંધાયા છે, આ ત્રણેય કેસની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

3) સુરત શહેરમાં 5 પુરુષ અને 1 સ્ત્રી એમ 6 લોકો ઓમિક્રોન સંક્રમિત થયા છે, જેમાં 2 દર્દી વિદેશથી આવ્યાં છે, જયરે 4 દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

4) આણંદમાં 2 પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયા છે, આ બંને વિદેશથી આવેલા છે.

રાજ્યમાં આજે નોંધાયેલા નવા 19 કેસો સાથે ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 97 થઇ છે, જેમાંથી અત્યાર સુધીમાં 41 દર્દીઓ રીકવર થયા છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ત્રીજી લહેરની દસ્તક, આઠ દિવસમાં કોરોનાના કુલ 1303 કેસ નોંધાયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">