AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોના બન્યો બેફામ, નવા 548 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 1902 થયા, ઓમિક્રોનના નવા 19 કેસ

Gujarat Corona Update : આજે રાજ્યમાં સૌથી વધુ 265 એટલે કે નવા કેસના 50 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે.

ગુજરાતમાં કોરોના બન્યો બેફામ, નવા 548 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 1902 થયા, ઓમિક્રોનના નવા 19 કેસ
Gujarat Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 9:44 PM
Share

ગુજરાતમાં ગત 9 જૂન બાદ એટલે કે આશરે 6 મહિના બાદ 500થી વધુ એટલે કે 644 કેસ નોંધાયા હતા.

આજે રાજ્યમાં ઓમિક્રોનના નવા 19 કેસ નોંધાયા છે, રાજ્યમાં ઓમિક્રોનના કેસોની કુલ સંખ્યા 97 થઇ છે.

GANDHINAGAR : ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 394 કેસો નોંધાયા હતા, તો આજે નવા કેસો 500થી વધુ એટલે કે 548 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 265 એટલે કે નવા કેસના 50 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 1902 પર પહોચ્યો છે.

આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 265 નવા કેસ નોંધાયા, તો સુરત શહેરમાં 72, વડોદરા શહેરમાં 34 કેસ,આણંદમાં 23 કેસ નોંધાયા છે. પોરબંદરમાં કોરોના સંક્રમિત એક દર્દીનું મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુઅંક વધીને 10,116 થયો છે.

રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે 25 ડિસેમ્બરે સીધા બમણા જેટલા એટલે કે 179 કેસો, 26 ડિસેમ્બરે 177 કેસ, 27 ડિસેમ્બરે 204 અને ગઈકાલે 28 ડિસેમ્બરે 394 નવા કેસ નોંધાયા હતા. જયારે આજે કેસ વધીને 548 એટલે કે બમણા જેટલા નવા કેસો નોંધાયા છે. નવા વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 1420 હતા, જે આજે વધીને 1902 થયા છે.

રાજ્યમાં આજે કોરોના વાયરસથી મુક્ત થઇને 65 દર્દીઓ સાજા થયા છે, આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 18 હજાર 487 દર્દીઓ કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

રાજ્યમાં આજે ઓમિક્રોનના 19 નવા કેસ રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો સાથે આજે ઓમિક્રોન વેરીએન્ટના નવા 19 કેસો નોંધાયા છે. જેની વિગત આ મૂજબ છે :

1) અમદાવાદ શહેરમાં 4 પુરુષ અને 4 સ્ત્રી એમ 8 ઓમિક્રોન કેસ નોંધાયા, જેમાંથી 6 દર્દી વિદેશથી આવેલા છે અને 2 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

2) વડોદરા શહેરમાં 2 પુરુષ અને 1 સ્ત્રી એમ 3 ઓમિક્રોન કેસ નોંધાયા છે, આ ત્રણેય કેસની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

3) સુરત શહેરમાં 5 પુરુષ અને 1 સ્ત્રી એમ 6 લોકો ઓમિક્રોન સંક્રમિત થયા છે, જેમાં 2 દર્દી વિદેશથી આવ્યાં છે, જયરે 4 દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

4) આણંદમાં 2 પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયા છે, આ બંને વિદેશથી આવેલા છે.

રાજ્યમાં આજે નોંધાયેલા નવા 19 કેસો સાથે ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 97 થઇ છે, જેમાંથી અત્યાર સુધીમાં 41 દર્દીઓ રીકવર થયા છે.

આ પણ વાંચો : MORBI : નવયુગ વિદ્યાલયના એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, શાળાને સાત દિવસ બંધ કરાઇ

આ પણ વાંચો : RAJKOT : શહેરમાં વધી રહ્યાં છે કોરોનાના કેસ, 3 દિવસમાં બમણા થઇ રહ્યાં છે કેસો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">