ઘરમાં 7 આતંકીઓ છુપાયા હોવાની શંકાના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને સામે આવ્યું ઈન્ટરનેશનલ ‘ઠગ’ સેન્ટર
ભરૂચના અહમદનગરમાં એક મહિનાથી 5-7 લોકો એક મકાનમાં હોવાની અને ક્યારેય બહાર નીકળ્યા ન હોવાની એસઓજીને માહિતી મળતા આતંકીઓ છુપાયા હોવાની આશંકાઓ વચ્ચે ઓપરેશન હાથ ધરાયુ હતું. જોકે ઘરમાં અમેરિકનોને છેતરવાનું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલતું હોવાનું સામે આવતા પોલીસે 7 શખ્સોની ધરપકડ કરી પૂછપરછ શરુ કરી છે. બંધ મકાનમાં ૭ લોકો કઈ શંકાસ્પદ ગતિવિધિઓ કરી […]
ભરૂચના અહમદનગરમાં એક મહિનાથી 5-7 લોકો એક મકાનમાં હોવાની અને ક્યારેય બહાર નીકળ્યા ન હોવાની એસઓજીને માહિતી મળતા આતંકીઓ છુપાયા હોવાની આશંકાઓ વચ્ચે ઓપરેશન હાથ ધરાયુ હતું. જોકે ઘરમાં અમેરિકનોને છેતરવાનું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલતું હોવાનું સામે આવતા પોલીસે 7 શખ્સોની ધરપકડ કરી પૂછપરછ શરુ કરી છે.
બંધ મકાનમાં ૭ લોકો કઈ શંકાસ્પદ ગતિવિધિઓ કરી રહ્યા હોવાની માહિતીના પગલે ભરૂચ એસઓજીએ લોડેડ વેપન અને ફોર્સ સાથે અહમદનગરમાં રેડ કરી હતી. પોલીસ બંધ મકાનમાં પ્રવેશતા ગુનાહોતિ પ્રવૃત્તિ ઝડપાઇ હતી પરંતુ તે મામલો દેશવિરોધી પ્રવૃત્તિનો નહિ પરંતુ છેતરપિંડીનો હોવાનું સામે આવતા ૭ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : હાઈટેક ચોર, ‘YOUTUBE’ પર વીડિયો જોઇ કચ્છના ત્રણ યુવાનો બન્યા ચેઇન સ્નેચર, 1 જ વર્ષમાં 19 ચોરી
વૈશ્વિક મંદી વચ્ચે આર્થિક સંકટમાં ફસાયેલા અમેરિકન નાગરિકોને સરળતાથી અને ઓછા સમયમાં લૉન અપાવવાની લાલચ આપી ગેંગ અમેરિકનોને ચૂનો ચોપડતી હતી. ઝડપાયેલા ગેંગ વિદેશમાં તેમના સંપર્કોના આધારે લૉન કન્સલ્ટિંગ ફર્મ પાસેથી વિદેશમાં અલગ અલગ બેંકોમાં લૉન મંગનાર લોકોની વિગતો મેળવતી હતી. ટોળકીએ અમેરિકન લોકો સાથે ત્યાંની ભાષા અને લઢણ મુજબ વાત કરવાની તાલીમ મેળવી હતી.
એન્જીનિયર સ્ટુડન્ટ સલમાન પઠાણ અને મુંબઈની ઈંગ્લીશ મિડિયમ સ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલ સંજય વાનિયરને અમેરિકન ઈંગ્લીશ બોલવા ખાસ કોર્સ કરાવાયો હતો. અમેરિકાની કોમન વેલ્થ બેન્કના અધિકારીના નામે લૉન મંગનારને મેઈલ અને કોલ કરી લૉન સરળતાથી અને ઓછા સમયમાં આપવાની લાલચ આપતા હતા. આર્થિક સંકડામણનો સામનો કરી રહેલ વ્યક્તિ તૈયારી બતાવેતો ટોળકી જે તે વ્યક્તિની નજરે પડતી ગરજ અનુસાર અલગ અલગ રીતે રકમ ટ્રાન્સફર કરાવી નાણાં પડાવી લેતી હતી. ઈન્ટરનેટ કોલિંગના કારણે ભોગ બનનાર બાદમાં ટોળકીને કોલ કરી શકતો ન હતો.
[yop_poll id=1606]