AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો શા માટે ભરુચવાસીઓએ નર્મદા નદીને પાછા ફરવા માટે પ્રાર્થના કરી?

લોકમાતા નર્મદા ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે. આજે નર્મદાની જન્મ જયંતીની ભરૂચવાસીઓએ નર્મદાની ગેરહાજરીમાં ઉજવણી કરી હતી. નર્મદા નદી અહીં લુપ્ત થતા લોકમાતાને પરત ફરવા શ્રદ્ધાળુઓએ આજીજી કરી હતી. પુણ્ય સલિલા નર્મદા નદીને માતાનો દરજ્જો આપી મહા મહિનાની સપ્તમીએ નર્મદાની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. આ જે પણ વર્ષોથી ચાલતી પરંપરાને અનુસરવામાં આવી હતી […]

જાણો શા માટે ભરુચવાસીઓએ નર્મદા નદીને પાછા ફરવા માટે પ્રાર્થના કરી?
Ankit Modi
| Edited By: | Updated on: Feb 12, 2019 | 11:31 AM
Share

લોકમાતા નર્મદા ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે. આજે નર્મદાની જન્મ જયંતીની ભરૂચવાસીઓએ નર્મદાની ગેરહાજરીમાં ઉજવણી કરી હતી. નર્મદા નદી અહીં લુપ્ત થતા લોકમાતાને પરત ફરવા શ્રદ્ધાળુઓએ આજીજી કરી હતી.

પુણ્ય સલિલા નર્મદા નદીને માતાનો દરજ્જો આપી મહા મહિનાની સપ્તમીએ નર્મદાની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. આ જે પણ વર્ષોથી ચાલતી પરંપરાને અનુસરવામાં આવી હતી પરંતુ પ્રતિવર્ષ શ્રદ્ધાળુઓના ચહેરા ઉપર નજરે પડતો ઉત્સાહ અને ઉમંગ આજે ફિક્કો નજરે પડતો હતો કારણકે વેપાર,રોજગાર અને સારા સારા સ્વાસ્થ્ય સાથે સમૃદ્ધિ અર્પનાર રેવાજીની ઉજવણીમાં ગેરહાજરી હતી.

માં નર્મદાની કૃપાદ્રષ્ટિનો આભાર માનવા  નૌકાવિહાર અને નર્મદામાતાને ચૂંદડી ઓઢાડવા જેવા કાર્યક્રમ નદીમાં પાણીજ ન હોવાથી રદ કરવાની ફરજ પડી હતી. ભરૂચ સ્થિત નર્મદા માતાના મંદિરોમાં જોકે માતાજીની મૂર્તિના પૂજનથી નર્મદા પૂજનનો સંતોષ માનવામાં આવ્યો હતો.

નર્મદા મંદિરના મહંત ગિરીશ શુક્લે જણાવ્યું હતું કે અનાદિકાળથી નર્મદાએ તેના બાળકો એવા ભરૂચવાસીઓની ચિંતા કરી છે પરંતુ નર્મદાના લુપ્ત થવાથી વ્યાપાર રોજગાર અને અહીંના પૌરાણિક ઘાટનું મહત્વ ઘટ્યું છે.

ગાયત્રી વિદ્યાપીઠના સંત અલખગીરીજીનું કહેવું છે કે સરકારે ૧૦૦૦ ક્યુસેક પાણી છોડવાની વાત કરી પણ ૫૦૦૦ ક્યુસેક પાણી ન છોડાય ત્યાં સુધી નર્મદા જીવંત થાય તેમ નથી બીજીતરફ પાણી વગર બે દાયકાની પરંપરા તૂટી છે અને નૌકાવિહાર સહિતની માં નર્મદાની પૂજા અર્ચનાની વિધિ પડતી મુકવી પડી છે.

શ્રદ્ધાળુ બિપિન ગાંધીએ નર્મદા જયંતિએ માતાના દર્શન કાર્ય બાદ વાતચીતમાં જણાવ્યું કે આજે તેમને માતા પાસેસુખ સમૃદ્ધિ નહિ પણ પરંતુ ફરવાનું વચન માંગ્યું છે.નર્મદા વિના નર્મદા જયંતીની ઉજવણી ભરૂચવાસીઓએ નિરાશ મને પણ કરી છે. લોકોમાતાને પરત લાવવાની આ શ્રદ્ધાળુઓની પ્રાર્થના કેટલી સફળ થાય છે અને તંત્ર પાણી છોડવા તૈયાર થાય છે કે નહિ તે જોવું રહ્યું!

[yop_poll id=1354]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">