સુરત અગ્નિકાંડમાં ક્લાસિસના સંચાલક ભાર્ગવ બુટાણીના બે દિવસ માટે રિમાન્ડ મંજૂર, આ બાબત પર તપાસ આગળ વધશે
સુરત અગ્નિકાંડના ટ્યૂશન ક્લાસિસ સંચાલક ભાર્ગવ બુટાણીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ભાર્ગવ બુટાણીને પોલીસે કોર્ટમા રજૂ કર્યા બાદ તેની પૂછપરછ માટે 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જેમાં કોર્ટે બંને પક્ષની દલિલો સાંભળ્યા બાદ ભાર્ગવ બુટાણીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસ હવે ટ્યૂશન ક્લાસિસમાં બનાવેલા ડોમનું બાંધકામ […]
સુરત અગ્નિકાંડના ટ્યૂશન ક્લાસિસ સંચાલક ભાર્ગવ બુટાણીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ભાર્ગવ બુટાણીને પોલીસે કોર્ટમા રજૂ કર્યા બાદ તેની પૂછપરછ માટે 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જેમાં કોર્ટે બંને પક્ષની દલિલો સાંભળ્યા બાદ ભાર્ગવ બુટાણીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસ હવે ટ્યૂશન ક્લાસિસમાં બનાવેલા ડોમનું બાંધકામ ગેરકાયદે કરાયુ છે કે કેમ, તેમજ બાંધકામ પાછળ કોઈ પાલિકાના અધિકારીની સંડોવણી છે કે કેમ, તે તમામ બાબતોની જીણવટપૂર્વક તપાસ કરશે.
સુરતના અગ્નિકાંડને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો ન્યાયની માગણી સાથે ધરણાં પર બેસી ગયા છે. અગ્નિકાંડ બાદ પોલીસ વિભાગ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. ધરણાં પર બેઠેલાં લોકોને પોલીસે સમજાવીને ખસેડાવાને લઈને પોલીસ અને સ્થાનિકો સામે સામે આવી ગયા છે. આ ઘટનાને લઈને લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]