Ahmedabad : IPLની ફાઈનલ મેચને લઈ અમદાવાદ રહેશે ચર્ચામાં, ઓપરેશન સિંદૂરની થીમ પર રહેશે ક્લોઝિંગ સેરેમની
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPLની ફાઈનલ મેચ યોજાવવાની છે. જેને લઈને દેશભરમાં અમદાવાદ ચર્ચામાં રહેશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025ની ફાઈનલ મેચ 3 જૂને એટલે કે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આઈપીએલની ક્લોઝિંગ સેરેમનીમાં દિગ્ગજ કલાકારો ભાગ લેવાના છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPLની ફાઈનલ મેચ યોજાવવાની છે. જેને લઈને દેશભરમાં અમદાવાદ ચર્ચામાં રહેશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025ની ફાઈનલ મેચ 3 જૂને એટલે કે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આઈપીએલની ક્લોઝિંગ સેરેમનીમાં દિગ્ગજ કલાકારો ભાગ લેવાના છે.
ઓપરેશન સિંદૂરની થીમ પર યોજાશે લાઈટ શો
IPL સમાપન સમારોહમાં BCCI દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બદલ BCCI સેનાના સન્માનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશેષ કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં વિશેષ મીલીટરી બેન્ડ સાથે ભારતીય ગાયકો દેશભક્તિના સૂર રેલાવશે. ક્લોઝિંગ સેરેમની પણ ખૂબ જ ખાસ બનવાની છે. ફેમસ ગાયક શંકર મહાદેવન ભારતીય સશસ્ત્ર દળોને અદ્ભુત રીતે શ્રદ્ધાંજલિ આપશે. તેમનું પ્રદર્શન ઓપરેશન સિંદૂરમાં સામેલ બહાદુર સૈનિકોનું સન્માન કરશે અને દુ:ખદ પહેલગામ હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપશે.
સાંજે 6:00 વાગ્યે શરૂ થશે ક્લોઝિંગ સેરેમની
ક્લોઝિંગ સેરેમની ભારતીય સમય મુજબ સાંજે 6:00 વાગ્યે શરૂ થશે. તેનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલ પર થશે જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઈટ પર થશે.
અમદાવાદમાં આજે રહેશે VVIP મુવમેન્ટ !
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાવાની છે. જેના કારણે આજે અમદાવાદની એરપોર્ટ પર ચુસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ આઈપીએલમાં ભાગ લેનાર તમામ ટીમોના માલિક તથા કેપ્ટન હાજર રહી શકે છે. એટલું જ નહીં દિગ્ગજ કલાકારો પણ આઈપીએલ મેચ જોવા માટે અમદાવાદ આવી શકે જેના પગલે તેમના પ્લેન અને જેટ પાર્ક કરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ક્લોઝિંગ સેરેમનીમાં કાર્યક્રમ યોજાશે.
ક્રિકેટ રસીયાઓ અને બંન્ને ટીમના ચાહકો આજે દેશના અલગ-અલગ ખૂણામાંથી મેચ જોવા માટે અમદાવાદ આવી રહ્યાં છે. જેના કારણે ફ્લાઈટના ભાડામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત હોટલ, રેસ્ટોરન્ટના ભાડામાં પણ વધારો જોવા મળ્યો છે.
BRTS બસ અને મેટ્રોની કરાઈ ખાસ વ્યવસ્થા
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઈનલ મેચના કારણે BRTS બસ અને મેટ્રોની કરાઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીના પડે તે માટે બીઆરટીએસ બસ અને મેટ્રો રાત્રે 12.30 સુધી દોડશે. મેટ્રો 2 કોરિડોરમાં કુલ 26 જેટલી ટ્રેન દોડાવવામાં આવશે. તેમજ સીટી બસની વાત કરીએ તો આજે 100થી વધારે સીટી બસ દોડાવવામાં આવશે.
સ્ટેડિયમ તરફના રુટ બંધ રહેશે
IPLની ફાઈનલ મેચમાં વીવીઆઈપી સહિતના લોકો આવવાના હોવાથી બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી સ્ટેડિયમની આસપાસ આવેલા રસ્તાઓ બંધ રહેશે. જેનો વૈકલ્પિક રુટ પણ આપવામાં આવ્યો છે.