AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડીસામાં ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર એક ફૂટ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો

ડીસામાં પાંચ ઈંચ વરસાદથી આખોલ ચાર રસ્તા પાસેની 50 દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. અમીરગઢમાં રેલવે અંડરબ્રિજમાં 3 ફૂટ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. દિયોદરમાં સર્વાધિક 8 ઈંચ વરસાદથી બી.એમ. પટેલ વિધામંદિરમાં પાણી ભરાઈ ગયા.

ડીસામાં ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર એક ફૂટ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો
One foot of water-filled in elevated bridge
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 1:55 PM
Share

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં મેઘરાજા સિઝનના પહેલા જ વરસાદમાં મનમૂકીને વરસ્યા. દિયોદર, ડીસા, લાખણી, પાલનપુર, અમીરગઢ સહિતના વિસ્તારો ભારે વરસાદ (Heavy Rain) થી પાણી-પાણી થઈ ગયા હતા. ડીસામાં ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર એક ફૂટ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો. ડીસામાં પાંચ ઈંચ વરસાદથી આખોલ ચાર રસ્તા પાસેની 50 દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. કરિયાણા, ઓટો પાર્ટ્સ, બેટરી અને ઇલેક્ટ્રોનિક દુકાનોમાં પાણી ઘૂસતા નુકસાન પહોંચ્યું છે. તો પાલનપુરમાં રસ્તા અને અમીરગઢમાં રેલવે અંડરબ્રિજમાં 3 ફૂટ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. દિયોદરમાં સર્વાધિક 8 ઈંચ વરસાદથી બી.એમ. પટેલ વિધામંદિરમાં પાણી ભરાઈ ગયા. તો લાખણી પંથકના સંખ્યાબંધ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. દાંતામાં ઉપરવાસમાં ભારે વરસાદથી કીડી-મકોડી નદીમાં નવા નીર આવ્યાં છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત રજુઆત કરવા છતા પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી.ત્યારે તંત્રના પાપે હાલ લોકોએ સહન કરવાનો વારો આવ્યો છે.તો પાલનપુરમાં રસ્તા અને અમીરગઢમાં રેલવે અંડરબ્રિજમાં (Railway Underbridge) ત્રણ ફૂટ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. દિયોદરમાં સર્વાધિક 8 ઈંચ વરસાદથી બી.એમ. પટેલ વિધામંદિરમાં પાણી ભરાઈ ગયા.તો લાખણી પંથકના સંખ્યાબંધ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.દાંતામાં ઉપરવાસમાં ભારે વરસાદથી કીડી-મકોડી નદીમાં નવા નીર આવ્યાં છે.

બનાસકાંઠાનું  મુખ્ય મથક પાલનપુર ફક્ત દોઢ ઈંચ વરસાદમાં જ પાણી પાણી થઈ ગયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદ શાંત થયાને કલાકો થવા છતાં હજુ પણ પાણી ભરાયેલા છે. શહેરના સુખબાગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ નગરપાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ છે. પાલનપુરમાં જાણે પ્રિમોન્સૂન કામગીરી થઈ જ ન હોય તેવા દ્રશ્યો જવા મળ્યા છે.લોકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં પાલિકા તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. લોકોએ પાલિકાના સત્તાધીશો પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો.

આ પણ વાંચો

Follow Us
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">