AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhotaudepur: જીવના જોખમે મુસાફરી કરતા વિદ્યાર્થીઓનો વિડિયો વાયરલ

કવાંટ તાલુકાના ગામડાઓમાં હાયર સેકન્ડરી અને કોલેજ લેવલના અભ્યાસક્રમોમાં ભણતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કવાંટમાં આવતાં હોય છે. આ ગામડાંઓમાં એસટીની સુવિધા ઓછી હોવાથી બાળકોને નાછુટકે ખાનગી વાહનોમાં જીવા જોખને મુસાફરી કરવા મજબૂર બનવું પડે છે.

Chhotaudepur: જીવના જોખમે મુસાફરી કરતા વિદ્યાર્થીઓનો વિડિયો વાયરલ
students traveling at risk of life
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 12:14 PM
Share

છોટાઉદેપુર (Chhotaudepur) માં જીવના જોખમે મુસાફરી કરતા વિદ્યાર્થીઓ (Students) નો વીડિયો (Video) વાયરલ થયો છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ છકડાની ઉપર બેસીને અને લટકીને શાળાએ જવા મજબૂર હોવાનું આ વીડિયોમાં જોઈ શકાય છે. આટલું જ નહીં પણ જે વાહનમાં આ વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે તેમાં ઉપર લોખંડના સળિયા ભરેલા છે અને તેની ઉપર બાળકો બેસી અભ્યાસ માટે જીવનું જોખમ ખેડી રહ્યા છે. આ વીડિયો છોટાઉદેપુર જિલ્લાના કવાંટનો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ ખાનગી વાહનોમાં આ રીતે બાળકોને સ્કૂલે લઈ જનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવાની માગ થઈ રહી છે સાથોસાથ એસટી બસની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ થઈ રહી છે.

કવાંટ તાલુકાના ગામડાઓમાં હાયર સેકન્ડરી અને કોલેજ લેવલના અભ્યાસક્રમોમાં ભણતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કવાંટમાં આવતાં હોય છે. આ ગામડાંઓમાં એસટીની સુવિધા ઓછી હોવાથી બાળકોને નાછુટકે ખાનગી વાહનોમાં જીવા જોખને મુસાફરી કરવા મજબૂર બનવું પડે છે. આ બાળકો પોતાના ગામડાં સુધી આ રીતે વાહનોમાં લટકતાં લટકતાં જાય છે. ગમે ત્યારે તેમાં મોટી દુર્ઘટના થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે એસ.ટી. વિભાગે ગ્રામ્ય વિસ્તારોમાં બસોની સંખ્યામાં મોટો ઘટાડો કરી દીધો છે. હવે લોકો પાસે ખાનગી વાહનો આવી જતાં એસટીમાં મુસાફરી કરતાં લોકોની સંખ્યા ખુબ ઘટી ગઈ છે. જેના કારણે તેના પેસેન્જરોની સંખ્યા એટલી બધી ઘટી ગઈ છે કે બસ ચલાવવામાં મોટું નુકસાન ભોગવવું પડે છે. જે ગામડામાં રોજની 8થી 10 બસો આવતી હતી તેમાં હવે માંડ એક બે બસો આવે છે. જેથી કરીને સ્કૂલે જતાં બાળકોને સોથી વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો

વિદ્યાર્થીઓ દ્વારા માગણી કરવામાં આવી છે કે  જો સ્કલૂના સમય અનુરુપ સવારે અને બપોરે એક એક બસ શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓની મોટી સંખ્યાને પરિવહનની સુવિધા મળી શકે તેમ છે.  દૂરના ગામડાંમાંથી આ બાળકો અભ્યાસ માટે કવાંટ આવતાં હોવાથી તેમના વાલીઓ દરરોજ તેમને સ્કૂલે લેવા મૂકવા આવી શકે તેમ નથી અને સ્કૂલો દ્વારા પણ આવા વિદ્યાર્થીઓ માટે કોઈ પરિવહનની સુવિધા આપવામાં આવતી નથી. જેથી  આવા વિદ્યાર્થીઓ માટે એસટીની સુવિધા જ એક માત્ર સહારો છે.

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">