AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : એશિયન ગેમ્સમાં મેડલની હેટ્રિક સાથે ઈતિહાસ રચ્યો, રોશીબીના દેવીએ સિલ્વર મેડલ જીત્યો

Asian Games 2026, Roshibina Devi :મણિપુરની 25 વર્ષીય ભારતીય વુશુ ખેલાડીનો મુકાબલો ફાઇનલમાં ચીનની ઝાંગ જિયાયુ સામે થયો હતો. રોશીબીના 0-2થી હારી ગઈ. રોશીબીના દેવીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો.

Breaking News : એશિયન ગેમ્સમાં મેડલની હેટ્રિક સાથે ઈતિહાસ રચ્યો, રોશીબીના દેવીએ સિલ્વર મેડલ જીત્યો
| Updated on: Sep 24, 2026 | 7:42 AM
Share

રોશીબીના દેવીએ 2026 એશિયન ગેમ્સ (Asian Games)માં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. તેમણે મહિલાઓની 60 કિલોગ્રામ વુશુ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મણિપુરની 25 વર્ષીય ભારતીય વુશુ ખેલાડીનો મુકાબલો ફાઇનલમાં ચીનની ઝાંગ જિયાયુ સામે થયો હતો. રોશીબીના 0-2થી હારી ગઈ. રોશીબીના દેવીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો.

હેટ્રિક સાથે રચ્યો ઈતિહાસ

રોશિબિના દેવી ફાઈનલ જીતી સિલ્વરના સ્થાને ગોલ્ડ મેડલ જીતવામાં ભલે અસફળ રહી પરંતુ તેમણે એશિય ગેમ્સમાં હેટ્રિક લગાવી ઈતિહાસ રચ્યો છે. તે એશિયન ગેમ્સમાં વુશુની મેડલની હેટ્રિક લગાવનારી પહેલી ભારતીય ખેલાડી બની ગઈ છે. 2026 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી રોશિબિના દેવીએ 2023ની એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પહેલા 2018 એશિયન ગેમ્સમાં તેમણે બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે.

મહત્વની વાત એ છે કે, દર વખતે ચીની ખેલાડી અડચણ રુપ બને છે. એશિયન ગેમ્સમાં રોશિબિના દેવી અને ગોલ્ડ મેડલ વચ્ચે દર વખતે ચીની ખેલાડી આવે છે.

રોશિબિનાનું નામ ટીમમાં ન હતુ, હવે ઈતિહાસ રચ્યો

આઈચા નાગોયા એશિયન ગેમ્સ 2026માં ભારતના ખાતામાં સિલ્વર મેડલ જીતનાર રોશિબિના દેવી મણિપુરની બીજી ખેલાડી છે. તેની પહેલા મીરાબાઈ ચાનુએ પણ સિલ્વર મેડલ જીત્યો હતો. રોશિબિના માટે આવું કરવું સરળ ન હતુ. પરંતુ તેમણે કિસ્મતે તક આપી હતી.

2026 એશિયન ગેમ્સ માટે વુશુની ટીમનું પહેલા સિલેક્શન થયું હતુ. તેમાં રોશિબિનાનું નામ ન હતુ. પરંતુ તેમને તક ત્યારે મળી જ્યારે દિવ્યાંશુ ચૌધરી ઈજાગ્રસ્ત થતા બહાર થઈ હતી. રોશિબિનાએ કિસ્મત થી મળેલી તકને જાપાનના આઈચી નાગોયામાં સિલ્વર મેડલની હેટ્રિક સાથે ઈતિહાસ રચ્યો છે.

તમને જણાવી દઈએ કે,2026 એશિયન ગેમ્સનો પાંચમો દિવસ ચાલી રહ્યો છે. ભારતીય ખેલાડીઓ આજે 14 અલગ અલગ રમતગમતની સ્પર્ધાઓમાં મેડલ માટે સ્પર્ધા કરશે. દિવસની શરૂઆતમાં, રોશીબીના દેવી વુશુ ઇવેન્ટના 60 કિગ્રા ફાઇનલમાં ભાગ લીધો હતો. સિલ્વર મેડલ સાથે રોશીબીના દેવીએ ખાતું ખોલ્યું છે. એથ્લેટિક્સ, શૂટિંગ, જિમ્નેસ્ટિક્સ, રોઇંગ, વુશુ અને કેનો સ્પ્રિન્ટમાં પણ મેડલ સીધા દાવ પર છે.

Breaking News : મીરાબાઈ ચાનુએ Asian Games 2026માં સિલ્વર મેડલ જીત્યો અહી ક્લિક કરો

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">