Narmada: દિલ્લી ખાતેથી 44માં ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક મશાલ રેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી
આ 44મી ચેસ ઓલિમ્પિયાડ મશાલ રેલી દિલ્હીથી ચેન્નઇ સુધી જશે અને આ મશાલ રેલીના સમાપ્તિ પહેલાના દિવસોમાં ભારતભરના 75 શહેરોમાં લઇ જવામાં આવશે.
ભારત પ્રથમવાર ઓલિમ્પિયાડ (Olympiad) નું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ઇન્દિરા ગાંધી સ્ટેડીયમ, નવી દિલ્લી ખાતેથી 44માં ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક મશાલ રેલી લોન્ચ કરી હતી. આ 44મી ચેસ ઓલિમ્પિયાડ મશાલ રેલી દિલ્હીથી ચેન્નઇ સુધી જશે અને આ મશાલ રેલીના સમાપ્તિ પહેલાના દિવસોમાં ભારતભરના 75 શહેરોમાં લઇ જવામાં આવશે. જે નર્મદા જિલ્લમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પરિસર ખાતે રેલી આવી પહોંચી હતી. જ્યાં જિલ્લા પ્રશાસન તરફથી આ મશાલ રેલીના સ્વાગત સાથે આવકાર આપવામાં આવ્યું હતું. રેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા SOU સત્તામંડળ તરફથી રેલીનું સ્વાગત કરવામાં આવ્યું અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી મશાલને લઇ જવામાં આવી હતી. ત્યારબાદ કેવડિયાના એકતા ઓડિટોરિયમ ખાતે રેલીને લઈ જવામાં આવી હતી. ત્યાં રમતવીરો વગેરેની ઉપસ્થિતિમાં ગ્રાન્ડ માસ્ટરોનું સન્માન-અભિવાદન કરવામાં આવ્યું હતું. જોકે હવે ચેસ ઓલોમ્પિક આજ દિનસુધી લોન્ચ કરવામાં આવી નથી. જોકે હવે પછી નાના બાળકોથી મોટેરા સુધી આ ચેસ રમતમાં જાગૃતતા આવે એ ઉદ્દેશ સાથે આજે ઐતિહાસિક મશાલ રેલી કાઢવામાં આવી હતી.
ઐતિહાસિક ઓલિમ્પિયાડ ટોર્ચ રેલી લઈને આવેલ રમત વીરો સીધા SOU ખાતે આ ટોર્ચ રેલીને લઇ ગયા હતા ત્યાંથી સીધા કેવડિયા એકતાનગર, એકતા ઓડીટોરીયમ ખાતે રેલી પહોંચી હતી જ્યા પિન્ટુલાલા વિદ્યા મંદિર બોરિયાના વિદ્યાર્થીઓંએ આદિવાસી નૃત્ય કરીને આવકાર કર્યો હતો. સૌએ ટોર્ચ રેલીનું સ્વાગત કરી કેવડિયાના એકતા ઓડિટોરિયમ ખાતે રમતવીરોની ઉપસ્થિતિમાં ગ્રાન્ડ માસ્તરોનું સન્માન-અભિવાદન કર્યું હતું. જોકે હવે ચેસ ઓલિમ્પિયાડ આજ દિન સુધી લોન્ચ કરવામાં આવી નથી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલા આ સ્વાગત કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષબેન વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નહેરુ યુવા કેન્દ્રના ઝોનલ ડાયરેક્ટર મનીષા શાહ, યુવા વિકાસ અધિકારી નર્મદા સત્યજિત સંતોષ, ગુજરાત નો પ્રથમ ગ્રાન્ડ માસ્તર ધીરજ વાધરે, ચેસ ફેડરેશન ના ડે.સીઈઓ ભાવેશ પટેલ, સિનિયર કોચ વિષ્ણુ વસાવા સહીત આગેવાનો હાજર રહ્યા હતા.