Banaskantha : લમ્પી વાયરસનો કહેર યથાવત, ગોઢ ગામમાં 40 પશુઓના મોત થતા અરેરાટી વ્યાપી

બનાસકાંઠા જિલ્લાના 700 જેટલા ગામોમાં લમ્પી વાયરસ (Lumpy virus) ફેલાયો છે અને 19 હજાર જેટલા પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત છે.

Banaskantha : લમ્પી વાયરસનો કહેર યથાવત, ગોઢ ગામમાં 40 પશુઓના મોત થતા અરેરાટી વ્યાપી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2022 | 12:46 PM

સમગ્ર રાજ્યમાં લમ્પી વાયરસે (Lumpy virus)  હાહાકાર મચાવ્યો છે.જેમાં સૌથી વધુ અસર કચ્છ અને બનાસકાંઠામાં (banskantha) જોવા મળી રહી છે.દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં (Dantiwada Agriculture University)લમ્પી વાયરસે ફરીથી માથુ ઉંચક્યુ છે.એક સાથે 19 ગાયના મોત થયા છે,જ્યારે 100થી વધુ ગાયો હજુ પણ લમ્પીના ઓથ નીચે જીવી રહી છે.તો બીજી બાજુ ગોઢ ગામમાં પણ 40 પશુઓના (Cattle) મોત થતા આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે.તો પાલનપુરના ગઠામણ ગામે બે પશુઓના લમ્પી વાયરસથી મોત થયા છે. જિલ્લામાં અત્યારસુધી કુલ 402 પશુઓના મોત નિપજ્યા છે, જિલ્લાના 700 જેટલા ગામોમાં લમ્પી વાયરસ ફેલાયો છે અને 19 હજાર જેટલા પશુઓ લમ્પી વાયરસને (Lumpy virus case) લીધે બીમાર છે.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં લમ્પી વાયરસે માથુ ઉંચક્યુ

જુલાઈમાં બનાસકાંઠામાં લમ્પી વાયરસની એન્ટ્રી થતા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારને લઇ તંત્ર એક્શનમાં આવ્યું હતુ.લમ્પી વાયરસના સંકટને લઈ DDOએ તાત્કાલિક બેઠક બોલાવી હતી અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.બેઠક બાદ ડીડીઓએ ખેડૂતો અને લોકોને કેટલાક સૂચન કર્યા.તેમણે કહ્યું કે જો પશુમાં લમ્પીના લક્ષણ દેખાય તો તેને અલગ રાખવામાં આવે.1962 હેલ્પલાઇન નંબર અને વેટેરનરી દવાખાનાનો સંપર્ક કરવાની પણ ખેડૂતોને સૂચના આપવામાં આવી હતી.સાથે સાથે નાગરવેલનું પાન, કાળા મરચા અને મીઠાનો ઉકાળો પશુઓને આપવા સલાહ આપવામાં આવી હતી.

મહત્વનું છે કે એ સમયે બનાસકાંઠાના 5 તાલુકામાં 223 પશુઓને લમ્પી વાયરસની અસર થઇ હતી.જેમાં ધાનેરાના (Dhanera Taluka)  મગરાવા અને જાડી ગામે પશુઓમાં વધુ અસર જોવા મળી રહી છે તો લમ્પી વાયરસના કહેરને લઈ અમીરગઢ અને ખોડા બોર્ડર સિલ કરવામાં આવી હતી.રાજસ્થાનથી આવતા તમામ પશુઓની નોંધણી અને ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">