AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: સીપુ ડેમ કોરો ધાકોર થયો , 20 ગામોની હાલત કફોડી

સીપુ ડેમ નજીક જ 20 ગામડા હોવા છતાં ત્યાં ખેડૂતોના ખેતરમાં બોર પણ ફેલ થઇ રહ્યા છે અને સિંચાઈનું પાણી પણ નથી ત્યારે સીપુ ડેમમાં વર્ષ 2017 માં પાણી આવ્યું હતું. ત્યારબાદ સીપુ ડેમ ભરાયો જ નથી અને જેને કારણે કાંઠે રહેતા ગામડાના લોકોને પાણીની મોટી સમસ્યા ઊભી થઈ છે

Banaskantha: સીપુ ડેમ કોરો ધાકોર થયો , 20 ગામોની હાલત કફોડી
Banaskantha Sipu Dam
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 9:45 AM
Share

બનાસકાંઠામા(Banaskantha)સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા તો છે  જ છે અને તે વચ્ચે સીપુ ડેમ(Sipu Dam) કોરો ધાકોર બન્યો છે. જેને લઇ આ વિસ્તારમાં પીવાના પાણીની(Drinking Water)પણ મોટી અછત ઉભી થઇ છે.જો કે દાંતીવાડા અને મોકતેશ્વર માં પાણી હોવાથી ઉનાળો લંબાય તો પીવાના પાણી ની તકલીફ નહિ પડે તેવું સિંચાઈ વિભાગનું માનવું છે જો કે સીપુ આધારિત 20 જેટલા ગામોની હાલત કફોડી છે.દાંતીવાડા ડેમમાં અત્યારે પાણીનું લેવલ 566 ફૂટ છે એટલે કે 2700 એમ સી એફ ટી પાણીનો જથ્થો છે.

આગામી ઉનાળામાં પીવાના પાણી સમસ્યા નહીં સર્જાય તેવું સિંચાઈ વિભાગનું માનવું છે

જ્યારે દાંતીવાડા ડેમ માથી ડીસાના 230 જેટલા ગામોને પીવાનું પાણી પૂરું પડે છે તો બીજી તરફ મુક્તેશ્વરમાં 22 ટકા જેટલો પાણી નો જથ્થો અને 55 એમ સીએફટી પાણીનો જથ્થો છે. જેમાંથી વડગામ તાલુકાના 30 ગામો અને સીધપુર ને પીવાનું પાણી પૂરું પડાય છે જ્યારે સીપુ ડેમ કોરો ધાકોર એટલે કે માત્ર બે ટકા જેટલો જથ્થો પાણીનો છે જે વાપરવા લાયક નથી ત્યારે સીપુ આધારિત જે ગામડાઓને પાણી અપાતું હતું તેમાંથી મોટા ભાગના ગામોને દાંતીવાડા સાથે જોડીને અત્યારે પાણી અપાય છે ત્યારે આગામી ઉનાળામાં પીવાના પાણી સમસ્યા નહીં સર્જાય તેવું સિંચાઈ વિભાગનું માનવું છે.

આ પણ વાંચો : Valsad : નગરપાલિકાના ટેક્સ વિભાગમાં ટેક્સ સુપ્રિટેન્ડટ અને RTI કાર્યકર્તા વચ્ચે ફાઈલ ફાડી નાખવા મુદ્દે ઝપાઝપી, ઘટનાનો Video Viral

ગામડાના લોકો ને સિંચાઇ અને પીવાના પાણી માટે વલખા મારવા મજબુર બન્યા છે

દાંતીવાડા અને મોક્તેશ્વરમા પીવાના પાણીનો જથ્થો છે જોકે સીપુ ડેમના કિનારે આવેલા 20 જેટલા ગામડા માટે ખૂબ મુશ્કેલી ઉભી થઇ છે કારણ કે સીપુ ડેમથી નજીકમાં જ હોવા છતાં પણ આ ગામડાઓમાં સિંચાઈ તો ખરીજ પરંતુ પીવાના પાણીની પણ સમસ્યા છે… સિંચાઈ માટે તો પાણી નથી જ ત્યારે મોટેભાગે ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરતાં ગામડાના લોકો ને સિંચાઇ અને પીવાના પાણી માટે વલખા મારવા મજબુર બન્યા છે.

20 ગામડા હોવા છતાં ત્યાં ખેડૂતોના ખેતરમાં બોર પણ ફેલ થઇ રહ્યા છે

સીપુ ડેમ નજીક જ 20 ગામડા હોવા છતાં ત્યાં ખેડૂતોના ખેતરમાં બોર પણ ફેલ થઇ રહ્યા છે અને સિંચાઈનું પાણી પણ નથી ત્યારે સીપુ ડેમમાં વર્ષ 2017 માં પાણી આવ્યું હતું. ત્યારબાદ સીપુ ડેમ ભરાયો જ નથી અને જેને કારણે કાંઠે રહેતા ગામડાના લોકોને પાણીની મોટી સમસ્યા ઊભી થઈ છે આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે નર્મદા નદી અથવા તો દાંતીવાડા કેનાલમાંથી સીપુ ડેમમાં પાણી નાખવામાં આવે તો ખેડૂતોની ખેતી ફરી જીવંત થાય અને ખેડૂતો જીવી શકે જો કે ખેડૂતો અત્યારે તો સરકાર પાસે માંગ કરી રહ્યા છે પરંતુ હવે તંત્ર ક્યારે અને કેવી રીતે આ પીડિત ખેડૂતોની વ્હારે આવે છે તે જોવું રહ્યું.

ગુજરાતના અને બનાસકાંઠા જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">