Mehsana : APMCના ચેરમેને વ્યક્ત કરી નારાજગી, કહ્યું કે જીરુમાં ભેળસેળ કરતા તત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ- જુઓ Video
જીરુની ફેક્ટરીમાં પહેલા ગાંધીનગર ફૂડ વિભાગે રેડ પાડી હતી. જેણે રૂપિયા 11.99 લાખનો 20 હજાર 596 કિલો જીરુનો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે તે જ સમયે મહેસાણા જિલ્લા ફૂડ વિભાગે પણ એ જ ફેક્ટરીમાં રેડ કરી હતી.
ઊંઝાના સૂણોક નજીક નકલી ( Cumin) જીરુની ફેક્ટરીમાં રેડ કરવાને લઈ મહેસાણા અને ગાંધીનગર ફૂડ વિભાગ સામસામે આવી ગયા છે. જીરુની ફેક્ટરીમાં પહેલા ગાંધીનગર ફૂડ વિભાગે રેડ પાડી હતી. જેણે રૂપિયા 11.99 લાખનો 20 હજાર 596 કિલો જીરુનો જથ્થો જપ્ત કર્યો હતો.
જોકે તે જ સમયે મહેસાણા જિલ્લા ફૂડ વિભાગે પણ એ જ ફેક્ટરીમાં રેડ કરી હતી. મહેસાણા ફૂડ વિભાગની ટીમને જોઈ ગાંધીનગર ફૂડ વિભાગની ટીમ રેડ અધૂરી છોડીને જ જતી રહી હતી. ત્યારબાદ મહેસાણા ફૂડ વિભાગે ફેક્ટરીની બાજુમાં નાખેલું જીરુ પણ જપ્ત કર્યું છે. મહેસાણા ફૂડ વિભાગે રૂપિયા 2.79 લાખનો 3 હજાર 996 કિલો જીરુનો જથ્થો જપ્ત કર્યો છે.
તો બીજીતરફ નકલી જીરુ ઝડપાવાની ઘટનાઓને લઈ ઊંઝા APMCના ચેરમેને કહ્યું કે- જીરુમાં ભેળસેળ કરતા તત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ. ભેળસેળ કરતા તત્વોને કારણે ઊંઝાની શાખને નુક્સાન થાય છે. સ્પાઈસ સિટી ઊંઝાની છબી બગાડનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી થવી જ જોઈએ. મહત્વનું છે કે વરિયાળીમાં પથ્થરનો પાવડર મિક્સ કરી ગોળની રસીમાં ભેળવી નકલી જીરું બનાવાતું હતું. આ સાથે અસલી જીરુંમાં નકલી જીરું મિક્સ કરી ઉત્તરપ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાં વેચાણ કરાતું હતું.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો