Banaskantha : વાવણી લાયક વરસાદ છતાં લાખણી તાલુકાના ખેડૂતો વાવણીથી વંચિત,થરાદથી સિપુ ડેમ સુધી પાઇપલાઇન નાખવા માંગ
બનાસકાંઠા(Banaskantha ) જિલ્લામાં વરસાદ સારો પડ્યો છે તેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે લાખણી તાલુકાના ભાકડીયાલ ગામના ગેમરજી ઠાકોર નામનો ખેડૂત વાવણી સમયે મુકાયો છે
ગુજરાતના બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં વાવણી લાયક વરસાદનું આગમન થયું છે ત્યારે જિલ્લામાં ખેડૂતોમાં (Farmers)આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે લાખણી તાલુકાના ભાકડીયાલ ગામના ખેડૂતની વેદના અલગ જ જોવા મળી તંત્રના પાપે આજે ખેડૂત વાવણી સમયે વાવણી કરી શકતો નથી તેનું કારણે છે થરાદથી સિપુ ડેમ સુધી જઈ રહેલી પાણીની પાઇપ લાઈનનું અધૂરું કામ છે. અધિકારીઓના પાપે જમીનનું ઠેરઠેર ધોવાણ. ખેડૂતની માંગ છે કે તાત્કાલિક પાઇપ લાઈનનું કામ પૂર્ણ કરવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદ સારો પડ્યો છે તેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે લાખણી તાલુકાના ભાકડીયાલ ગામના ગેમરજી ઠાકોર નામનો ખેડૂત વાવણી સમયે મુકાયો છે મુશ્કેલીમાં .તેનું કારણ છે એક વર્ષ પહેલાં તેમના ખેતરમાં થરાદથી સિપુ ડેમમાં જઈ રહેલી પાણીની પાઇપ લાઈન આવી ત્યારે સરકારના નિયમ મુજબ 300 મીટર જમીન આપી હતી પાઇપ લાઈન માટે પરંતુ કોઈ કારણસર તે પાઇપ લાઈનનું કામ આજ દિન સુધી પૂર્ણ કરવામાં આવ્યું નથી તેના કારણે જે જગ્યાએ પાઇપ લાઈન ચાલી ત્યાં ઉનાળામાં પણ ખેતર કોરું ધાકડ પડ્યું રહ્યું ત્યારે હાલમાં ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદનું આગમન થયું છે.
વાવણી કરવાનો સમય ચાલી રહ્યો છે પરંતુ ખેતર વચ્ચે આવેલ પાઇપ લાઈનનું કામ અધૂરું રહેતા વરસાદના કારણે ખેતરનું ધોવાણ પણ થયું છે વાવણી થાય તેવી કોઈ પરિસ્થિતિ નથી ખેડુતની માંગ છે કે તાત્કાલિક પાઇપ લાઈનનું કામ પૂર્ણ કરી ખેતરનું સમારકામ કરી આપવામાં આવે છે. આ સમગ્ર મામલે અમારા સંવાદદાત કેમ પાઇપ લાઈનનું કામ અટવાયું છે તે જાણવા માટે સંપર્ક કરી કોશિશ કરી હતી પરંતુ અધિકારીઓએ ગોળ ગોળ જવાબ આપી રહ્યા હતા