BANASKANTHA: ભક્તોને હજુ કરવી પડશે માતાના દર્શન માટે પ્રતિક્ષા, અંબાજી મંદિર 11 જૂન સુધી બંધ

BANASKANTHA: માતાના દર્શન માટે ભક્તોને હજુ થોડી પ્રતિક્ષા કરવી પડશે. કારણે કે કોરોનાના સંક્રમણને લઈને મંદિર વ્યવસ્થાએ 11 જૂન સુધી દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર (Ambaji Temple) બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 03, 2021 | 6:13 PM

BANASKANTHA: માતાના દર્શન માટે ભક્તોને હજુ થોડી પ્રતિક્ષા કરવી પડશે. કારણે કે કોરોનાના સંક્રમણને લઈને મંદિર વ્યવસ્થાએ 11 જૂન સુધી દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર (Ambaji Temple) બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે આગાઉ 4 જૂન સુધી જ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને 11 જૂન સુધી લંબાવ્યો છે. જેથી માતાના દર્શનની આતુરતાથી રાહ જોતા ભક્તોને થોડી વધુ પ્રતિક્ષા કરવી પડશે. રાજ્યભરમાં કોરોનાના આંકડાઓ સતત ઘટતા રહ્યા છે અને સ્થિતિ થોડી સુધરી છે.

પરંતુ આ બધાની વચ્ચે પણ સાવચેતીના ભાગરૂપે મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ રાખવામા આવ્યું છે. આપને જણાવી દઈએ કે રાબેતા મુજબ મંદિરના પૂજારીઓ દ્વારા પૂજા-આરતી ચાલુ રાખવામા આવશે.

હવે રાજ્યમાં સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ધંધા-રોજગાર ચાલુ રાખી શકાશે

રાજયના મુખ્યપ્રધાનને ધંધા-રોજગાર અને વેપારીઓ માટે સારા સમાચાર આપ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા. 4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.

આ પણ વાંચો : Surat : કોરોનાનું સંક્ર્મણ ઘટતા આવતા અઠવાડિયાથી આ પ્રોજેક્ટોને ખોલવામાં આવે તેવી શક્યતા

Follow Us:
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
g clip-path="url(#clip0_868_265)">