Anand: વાસદ કુમારશાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી, બાળકોને અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયોગો બતાવાયા

|

Mar 02, 2022 | 3:23 PM

વિજ્ઞાન આપણા જીવનમાં ભારે ફેરફાર લાવ્યું છે. પુસ્તકો , સંગીત અને મનોરંજનના અન્ય માધ્યમો આજે સરળતાથી મળી શકે છે. રેડિયો , ટેલિવિઝન અને સિનેમા એ એક માધ્યમ છે જેના દ્વારા આપણે સમય ખુશીથી વિતાવી શકીએ.

Anand: વાસદ કુમારશાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી, બાળકોને અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયોગો બતાવાયા
Vasad Kumarashala Celebration Science Day

Follow us on

આણંદ (Anand) જિલ્લામાં વાસદ કુમારશાળામાં વિજ્ઞાન દિવસ (Science Day) ની ઉજવણી (Celebration) કરવામાં આવી હતી. જેમાં વિજ્ઞાન શિક્ષક અવની પટેલ તેમજ મારિયા પરમારની દેખરેખ હેઠળ શાળાના ધોરણ 1થી 8 ના બાળકોએ વિવિધ પ્રયોગો કર્યા હતા તથા પોતાની બનાવેલી કૃતિઓને સમજાવી હતી કે એ કયા સિધ્ધાંત પર કાર્ય કરે છે.

વાસદ ગામ પવિત્ર નદી મહિસાગરના કાંઠે વસેલું ગામ છે. આથી ગામલોકોમાં અંધશ્રદ્ધા (Superstition) હોવી એ સામાન્ય ગણી શકાય. એ અંધશ્રદ્ધાને દૂર કરવાના ઘણા પ્રયોગો મારિયાબેન તથા શાળાના બાળકોએ કર્યા હતા. જેમાં નજર બાંધવી, કંકુ વાળા ચોખા કરવા, નાળિયેરમાંથી ચુંદડી કાઢવી જેવી અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરતા પ્રયોગો આકર્ષણરૂપ હતા.

વિજ્ઞાન આપણા જીવનમાં ભારે ફેરફાર લાવ્યું છે. પુસ્તકો , સંગીત અને મનોરંજનના અન્ય માધ્યમો આજે સરળતાથી મળી શકે છે. રેડિયો , ટેલિવિઝન અને સિનેમા એ એક માધ્યમ છે જેના દ્વારા આપણે સમય ખુશીથી વિતાવી શકીએ. આજે એક સામાન્ય વ્યક્તિના જીવનમાં મોટો તફાવત જોવા મળ્યો છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

28 ફેબ્રુઆરી એટલે ભારત માટે ખૂબ જ ખાસ તારીખ છે. 1928 માં મહાન વૈજ્ઞાનિક (scientist) અને નોબેલ વિજેતા સર સી.વી. રામને તેની પ્રખ્યાત રમણ અસર શોધી કાઢી , આનાથી પણ એ ખાસ વાત એ છે કે આ પહેલી વખત હતું જયારે કોઈ ભારતીયને વિજ્ઞાનનું નોબેલ પ્રાઈઝ મળ્યું હોય. આ કારણોસર , 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઊજવણી કરવામાં આવે છે.

વિજ્ઞાન દિવસનો મૂળ હેતુ વિદ્યાર્થીઓને વિજ્ઞાન તરફ આકર્ષિત કરવાનો

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો મૂળ હેતુ યુવાન વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે આકર્ષિત તેમ જ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રત્યે સજાગ રાખવાનો છે. આ દિવસે બધી વિજ્ઞાન સંસ્થાઓ, જેમ કે રાષ્ટ્રીય અને અન્ય વિજ્ઞાન પ્રયોગશાળાઓ, વિજ્ઞાન અકાદમીઓ, શાળા અને કોલેજ અને તાલીમ સંસ્થાઓ ખાતે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.

વિજ્ઞાન મનુષ્ય માટે એક મહાન વરદાન છે

માણસના ઇતિહાસમાં તેના જીવન માટે વિજ્ઞાનના ઉદય કરતા વધુ સારી કોઈ ઘટના બની નથી. જયારે વિજ્ઞાનનો ઉદય થયો ત્યારે વિશ્વ અરાજકતા , દુઃખ અને ઉપદ્રવથી ઘેરાયેલું હતું. વિજ્ઞાનને માણસને મુશ્કેલીઓથી મુક્તિ અને અરાજકતાને દૂર કરવામાં અને તેની મુશ્કેલીઓ ઘટાડવામાં અર્થપૂર્ણ ભૂમિકા ભજવી છે. વિજ્ઞાન મનુષ્યનું વફાદાર સેવક છે. વિજ્ઞાન જીવનના દરેક ક્ષેત્રમાં આપણને મદદ કરે છે. પછી ભલે તે ઘર હોય કે ફાર્મ કે ફેક્ટરી હોય.

આ પણ વાંચોઃ ચાલુ યુદ્ધમાં કચ્છની મહિલા પાયલોટે યુક્રેનમાં પ્લેન લેન્ડ કર્યુ, એક કલાકમાં 242 વિદ્યાર્થીને લઇ ભારત પરત ફરી, જાણો તેના સાહસની વાત

આ પણ વાંચોઃ Rajkot: સૌરાષ્ટ્રના કડવા પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુંની આત્મહત્યા, આપઘાત માટે અમદાવાદનું ઓઝન ગ્રુપ જવાબદાર હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ

Next Article