Anand: રખડતા ઢોરે એક જ દિવસમાં બે વૃદ્ધોને અડફેટે લીધા બાદ પાલિકા જાગી, એજન્સીને કામે લગાડવા કવાયત હાથ ધરી

લગભગ એકથી દોઢ કલાકના સમયગાળામાં આણંદ (Anand) શહેરના બે અલગ-અલગ સ્થળોએ રખડતી ગાયોના હુમલામાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. જેથી સમગ્ર શહેરમાં રખડતા પશુઓ અંગે ઢીલી નીતી દાખવનાર પાલિકા તંત્રના સત્તાધિશો સામે ભારે રોષ ભભૂક્યો હતો.

Anand: રખડતા ઢોરે એક જ દિવસમાં બે વૃદ્ધોને અડફેટે લીધા બાદ પાલિકા જાગી, એજન્સીને કામે લગાડવા કવાયત હાથ ધરી
Stray Cattle (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 7:53 PM

આણંદ (Anand) શહેરમાં છેલ્લા ઘણા સમયતી રખડતા ઢોરના (Stray Cattle) કારણે અનેક લોકોને ઇજાઓ પહોંચવાની ઘટનાઓ સામે આવી છે. રવિવારે આણંદના બે અલગ-અલગ વિસ્તારમાં રખડતી ગાયોએ લોકોને અડફેટે લીધા હતા. આણંદ શહેરમાં રવિવારે પેટલાદના (Petlad) વૃદ્ધા અરખાબેન ઠાકોરને જ્યારે બાલુપુરા રોડ પર રહેતા વૃદ્ધ ચંદુભાઈ ઠાકોરને એક રખડતી ગાયે અડફેટે લીધા હતા. તો બીજા એક વૃદ્ધ મહિલાને પણ રખડતી ગાયે અડફેટે લીધા હતા. ત્યારે હવે આણંદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને રખડતા પશુઓને પાંજરે પુરવા માટે આગામી સપ્તાહથી એજન્સીને કામે લગાડવા કવાયત હાથ ધરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

આણંદ શહેરમાં કલ્પના સિનેમા તરફ જવાના રોડ સ્થિત જૂની આઈસ ફેક્ટરી પાસે રવિવારે પેટલાદના વૃદ્ધા અરખાબેન ઠાકોરને જ્યારે બાલુપુરા રોડ પર રહેતા વૃદ્ધ ચંદુભાઈ ઠાકોરને એક રખડતી ગાયે શિંગડે ભરાવ્યા હતા. જેમાં ચંદુભાઈની હાલત ખૂબ ગંભીર છે અને તેમને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રખડતા ઢોરનો આણંદ શહેરમાં ઘણા સમયથી આતંક હોવા છતા પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી.

આણંદ પાલિકાના સત્તાધીશો હરકતમાં આવ્યા

લગભગ એકથી દોઢ કલાકના સમયગાળામાં આણંદ શહેરના બે અલગ-અલગ સ્થળોએ રખડતી ગાયોના હુમલામાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. જેથી સમગ્ર શહેરમાં રખડતા પશુઓ અંગે ઢીલી નીતી દાખવનાર પાલિકા તંત્રના સત્તાધિશો સામે ભારે રોષ ભભૂક્યો હતો. આ ગંભીર ઘટનાઓ સામે આવ્યા બાદ હવે પાલિકાએ રખડતા ઢોર પર કાબુ મેળવવા કામગીરી હાથ ધરી છે. આજે આણંદ પાલિકાના સત્તાધીશો આ મામલે હરકતમાં આવ્યા હતા.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

મીડિયા રિપોર્ટ અનુલાર રખડતા પશુઓને પાંજરે પુરવાની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા બાદ જેતે એજન્સી દ્વારા આ અંગે કામગીરી કરવામાં ન આવતા અગાઉ ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી. પરંતુ રવિવારની ઘટના બાદ એજન્સીનો સંપર્ક કરી કડક વલણ દાખવવામાં આવતા આજે એજન્સી દ્વારા સીક્યુરીટી ડીપોઝીટ ભરવામાં આવી છે. સરકાર દ્વારા રખડતા પશુઓ અંગેના એક્ટને લઈ કામગીરી ગૂંચમાં પડી હતી. પરંતુ આગામી સપ્તાહથી આણંદ શહેરમાં રખડતા પશુઓને પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને જે પેટે પશુ માલિક પાસેથી દંડ પેટે રૂ. 2400ની વસૂલાત કરવામાં આવશે.

રખડતાં ઢોરને ટેગ મારવાની કામગીરી ખોરંભ ચઢી

શહેરમાં રખડતાં ઢોર કેટલાં છે તેની કોઇ જ માહિતી પાલિકા પાસે નથી. અગાઉ પાલિકા દ્વારા રખડતાં ઢોરની ગણતરી કરવા અને તેના માલિક કોણ છે તેની જાણકારી મળી રહે તે માટે કાને ટેગ મારવાની વાત કરી હતી. જોકે, આ વાતને બે વર્ષ થઈ ગયા પરંતુ આજદિન સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

g clip-path="url(#clip0_868_265)">