માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ: પરિવારના પાંચ સભ્યોને કોરોનામાં ગુમાવ્યા છતાં તુરંત ફરજ પર 108ના પાયલોટ

માત્ર દસ દિવસમાં પરિવારના પાંચ સભ્યો કોરોનાનો કોળિયો બન્યા છતાં 108ની ટીમના પાયલોટ પ્રવિણ બારીયા ફરજ ઉપર હાજર થયા, કોરોના કાળ વચ્ચે 108ના આ પાયલોટએ માનવતાનું એક ઉમદા ઉદાહરણ પરુ પાડ્યું

માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ: પરિવારના પાંચ સભ્યોને કોરોનામાં ગુમાવ્યા છતાં તુરંત ફરજ પર 108ના પાયલોટ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 05, 2021 | 8:18 PM

Godhra, Panchmahal : છેલ્લા સવા વર્ષ દરમિયાન વૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધા છે, અસંખ્ય લોકોએ આ બીમારીના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે, તો લાખોની સંખ્યામાં કોરોનાના દર્દીઓ હાલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે. કોરોના મહામારીના આ કાળમાં અનેક લોકો દ્વારા સેવાઓ તેમજ દાતાઓએ પોતાની યથા શક્તિ પ્રમાણે લોકોની મદદ કરી રહ્યા છે, જયારે કેટલીક સેવાકીય સંસ્થાઓ, હોસ્પિટલોને મોટું દાન અને દવા આપી આ બીમારીના ખપ્પર માંથી લોકોને ઉગારવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે. નાત-જાત-પાત ધર્મ કોઈ પણ ભેદભાવ વગર માનવ સેવા એજ પ્રભુ સેવાના ઉમદા હેતુ સાથે અનેક દાતાઓએ મદદ ના હાથ લંબાવ્યા છે .

જયારે આ કપરા સમયમાં સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવનારા આરોગ્ય કર્મી તેમજ કાયદો અને વ્યવસ્થા ની જવાબદારી નિભાવનાર પોલીસ કર્મી સહીતના કોરોના યોદ્ધાઓ ને કોરોના વોરિયર્સ નો દરજ્જો આપવામાં આવ્યો અને તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. આ સમય દરમિયાન કેટલાક એવા કોરોના યોદ્ધાઓના કિસ્સા પણ સામે આવ્યા જેઓએ પોતાની તેમજ પોતાના પરિવારની જરા પણ ચિંતા કર્યા વિના સૌથી કપરી પરિસ્થિતિનો સામનો કરી એક ધારી સેવા આપી રહ્યા છે.

આજે એક એવા કોરોના યોદ્ધાની વાત જે કોરોના વોરિયર્સે માત્ર દસ દિવસના સમયગાળા દરમિયાન પોતાના ઘરના મોભી સહીત પરિવારના પાંચ સભ્યો ગુમાવ્યા તેમ છતાં માનવ સેવા બજાવવા માટે ફરજ ઉપર હાજર જોવા મળ્યા. વાત ગોધરા ખાતેની ઈમરજન્સી સેવા 108 માં એમ્બ્યુલન્સના પાયલોટ તરીકે ફરજ બજાવતા પ્રવીણ ભાઈ બારીયા (Pravin Bariya 108 pilot) ની છે. મૂળ મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામના વતની છે, અને છેલ્લા 12 વર્ષથી 108 ઇમર્જન્સી સેવામાં પાયલોટ તરીકે ફરજ બજાવે છે. ત્યારે હાલ પાછલા ત્રણ વર્ષ થી તેઓ ગોધરા માં ફરજ બજાવે છે. છેલ્લા બે વર્ષ થી કોરોના મહામારી વચ્ચે પ્રવીણભાઈ એક પણ રજા લીધા વિના સતત સેવા આપી રહ્યા છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ત્યારે આ તરફ થોડા દિવસો પહેલા પ્રવીણભાઈના માતા અને પિતા કોરોનાની ચપેટમાં આવ્યા હતા. પ્રવિણભાઈએ હિંમત ન હારી અને પોતાના માતા પિતાને ઈલાજ માટે હોસ્પિટલ દાખલ કર્યા અને માતા પિતા ના ઈલાજ વચ્ચે પણ પોતાની ફરજ સેવા કાર્ય યથાવત રાખી હતી. પિતાની જે હોસ્પિટલ સારવાર ચાલી રહી હતી દરમિયાન 21 એપ્રિલના નારોજ પિતા સબુરભાઈ જેસીંગ ભાઈ બારીયા અવસાન પામ્યાં હતા. પ્રવીણ ભાઈ એ આ દુઃખ ની ઘડી પાર નથી કરી ત્યાંજ 25 એપ્રિલ ના રોજ કોરોના નો ઈલાજ કરાવી રહેલ માતા કમળા બેન તેમજ પ્રવીણભાઈ ના સગા કાકા કાકી અને કાકા નો પુત્ર એમ ચાર લોકો અવસાન પામ્યાં હતા. એક જ દિવસમાં માતા સહિત પરિવાર ના ચાર સભ્યો ના અવસાનને લઇ પ્રવીણભાઈ ના જીવન માં આભ તૂટી પડ્યો હતો. પોતાના પિતાની ચિતા ઠન્ડી થઈ નથી ત્યાંજ કોરોનામા મૃત્યુ પામેલ માતા અને સગા કાકા કાકી તેમજ કાકાના દીકરાને ચિંતાને મુખાગ્ની આપવાનો વારો આવ્યો હતો.

આટલા ટૂંકા ગાળા માં પોતાના પરિવારજનો ગુમાવનારના માથે આભ તૂટી પડ્યો પરંતુ મજબૂત મનોબળ ધરાવતા આ 108 ઇમર્જન્સી સેવાના પાયલોટ પ્રવીણ ભાઈ એ માનવસેવાનો ધર્મ સર્વોપરી ગણાવી પોતાના પરિવારના સભ્યોની અત્યેષ્ઠ ક્રિયા પતાવી પુનઃ પોતાની ફરજ પર હાજર થઈ ગયા હતા. કોરોના મહામારીએ તેમના માતા પિતા તેમજ પરિવારના અન્ય ત્રણ સભ્યોના જીવ લીધા ત્યારે અન્ય કોઈ કોરોના દર્દી ઇમર્જન્સી સેવા ના અભાવે પોતાનો જીવ ન ગુમાવે અને સમયસર તેઓને સારવાર મળી રહે તેં માટે કઠિન ઘડી અને કપરી પરિસ્થતિઓ વચ્ચે પ્રવીણભાઈ ફરી પોતાના ફરજ ઉપર હાજર થયા છે. આમ પ્રવીણ ભાઈએ માનવતાનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">