Amreli : પાડાના વાંકે પખાલીને ડામ, કોન્ટ્રાકટરે કામ અધૂરૂ મૂકતા હાઇ વે બંધ, જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

અમરેલીમાં ગઈ કાલથી પડી રહેલા વરસાદને પગલે  ઉબડખાબડ હાઇ વે પર પાણી ભરાયા  હતા. આ અંગે  નેશનલ હાઇ વે ઓથોરિટી (National highway Authorityh દ્વારા વ્યવસ્થા નહીં થતાં ગામ લોકોએ જાતે જેસીબી બોલાવી વાહન વ્યવહાર શરૂ કરવા કવાયત શરૂ કરી હતી.

Amreli : પાડાના વાંકે પખાલીને ડામ, કોન્ટ્રાકટરે કામ અધૂરૂ મૂકતા હાઇ વે બંધ, જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
The highway is closed as the contractor leaves the work unfinished
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 6:16 PM

અમરેલીમાં (Amreli) છેલ્લા  બે દિવસથી પડી રહેલા વરસાદને  (Rain ) પગલે આજે સોમનાથ ભાવનગર હાઇવે ઉપર પાણી ભરાયા હતા અને હાઇવે ઉપર ટ્રાફિક  જામ થઈ જતા નજીકના ગ્રામજનોએ  જાતે જ જેસીબી બોલાવીને પાણી  દૂર કરવાની કામગીરી શરૂ કરાવી હતી. આ નેશનલ હાઇવે છે. પરંતું નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ પગલાં ન લેવાતા હાઇવે નજીકના ગામમાં રહેતા સ્થાનિકોએ જ ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવવા અને મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે જાતે જ જવાબદારી લીધી હતી અને જેસીબી (JCB) બોલાવીને કામ શરૂ કરાવ્યું હતું.

કોન્ટ્રાકટરે કામ અધૂરૂ મૂકતા લોકો પરેશાન

અમરેલીના  રાજુલાના દાતરડી ગામ નજીક રોડ પર ખાડામાં પાણી ભરાયા હતા. આ ગામ  સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે ઉપર આવેલું છે અને અહીં કોન્ટ્રાક્ટરે કામ અધૂરૂ મૂકતા વરસાદી પાણીથી ખાડા ભરાઈ ગયા હતા. જેના પરિણામે ટ્રક સહિતના  ભારે વાહનોની અવરજવર હાઇ વે ઉપર બંધ થઈ ગઈ હતી. કોન્ટ્રાક્ટરોએ અધૂરા મૂકેલા કામના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા. છેવટે  ગ્રામજનોએ જાતે જ તેનો હંગામી ઉકેલ શોધી કાઢ્યો હતો.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

બાબરા પંથકમાં સતત બીજા દિવસે વરસાદ

અમરેલીના બાબરા પંથકમાં આજે બીજા દિવસે પણ વરસાદ પડી રહ્યો છે. બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારના  દરેડ, કરિયાણા, કોટડી, ચરખા, લુણકી સહિતના ગામડાઓમાં વરસાદ યથાવત રહેતા લોકો ખુશ થઈ ગયા હતા. ગત રોડજ લાંબા વિરામ અને ભારે બફારા બાદ અમરેલીના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.

 સૂકવો અને સાંજણી નદીમાં આવ્યાં પૂર

અમરેલીમાં  ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી વિવિધ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. જેને પરિણામે ફરીથી નદી નાળા છલકાઈ ઉઠ્યા  છે તો કેટલીક નદીઓમાં પૂર પણ આવ્યા છે.  અમરેલીના લાઠી શહેર અને ગ્રામ્યમાં રામપર, તાજપર, ભુરખીયા ગામમાં વરસાદ પડ્યો છે.  તો  રાજુલાની ડુંગર ગામની સુકવો નદી બે કાંઠે વહેતી થઇ છે અને  રાજુલારાજુલા તાલુકાના સાજણવાવની સાજણી નદીમાં પણ પૂર આવ્યું છે.

આગામી પાંચ દિવસ દરમિયાન રહેશે વરસાદી માહોલ

હવામાન વિભાગ દ્વારા આગાહી  કરવામાં આવીછે કે  આગામી  5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ  રહેશે .48 કલાકમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી  કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે 8 અને 9 ઓગસ્ટ ભારે વરસાદની અગાહી છે. 8 તારીખે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. 8 ઓગસ્ટ વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે તો  ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં ભારે વરસાદ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય થી ભારે વરસાદ રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">