સાવધાન ! આ નંબર પરથી કોલ આવે તો ભૂલથી પણ ના ઉઠાવતા, સાયબર ડિપાર્ટમેન્ટના નામે પણ થઈ રહી ઠગાઈ
આ હેકર્સની નવી ચાલ છે લોકોને ફસાવાની. આમ સાઈબર ક્રાઈમ કે સેલ વિભાગથી વાત કરી રહ્યા છે તેમ જણાવી તમરા વિશ્વાસ જીતવા પ્રયત્ન કરશે અને પછી તમને ખબર પણ નહીં પડે કે તમારા ફોન માંથી ક્યારે અને કેવી રીતે પૈસા ખાલી કરી નાખશે .
હેલો… હું સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ માંથી કૉલ કરી રહી છું. તમારો ID અને પાસવર્ડ ડાર્ક વેબમાં ઉપયોગ થઈ રહ્યો છે જો તમે તેને તરત ના રોક્યો તો અમે લિગલ એક્શન લઈશું. શું આવો કોલ તમને પણ આવ્યો છે?
આ નંબરથી કોલ આવે તો સાવધાન !
તમે સાંભળ્યું હશે કે અત્યાર સુધી તો કોઈ તમને ફોન કોલ કરીને કે મેસેજ કરીને છેતરવાનો પ્રયાસ કરતુ હોય પણ હવે હેકર્સ સાઈબર સેલ અને સાઈબર ડિપાર્ટમેન્ટમાંથી બોલુ છુ તેમ કહી કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે. તમે જોઈ શકો છો કે 69799709350 નંબર પરથી ફોન કોલ આવ્યો જેમાં એક રેકોર્ડિગ ચાલી રહ્યું છે.
હેકર્સ બન્યા વધારે ખતરનાક
જેવો ફોન રિસિવ કરીએ છે કે સામેથી તરત એક રેકોર્ડિંગ શરુ થઈ જશે. જેમાં એક ફિમેલ તમને કહેશે કે તમારો ID અને પાસવર્ડ ડાર્ક વેબસાઈટ પર વારંવાર ઉપયોગમાં લેવાઈ રહ્યો છે જો તમે તેને હાલ જ નહીં રોકો તો તમારી પર લિગલ એક્શન લેવામાં આવી શકે છે. આ બાદ તે તમને પુછશે કે જો તમે તેમાં લિગલ એક્શન લેવા માંગો છો તો 1 દબાવો કે પછી 2 કે 3 નંબર દબાવો. અને જો તમે આ કરી દીધુ તો પછી તમારા ફોનમાં રહેલો તમારો પર્સનલ ડેટા તેનામાં ટ્રાન્સફર થઈ જશે.
અહીં કરો ફરિયાદ
આ હેકર્સની નવી ચાલ છે લોકોને ફસાવાની. આમ સાઈબર ક્રાઈમ કે સેલ વિભાગથી વાત કરી રહ્યા છે તેમ જણાવી તમરા વિશ્વાસ જીતવા પ્રયત્ન કરશે અને પછી તમને ખબર પણ નહીં પડે કે તમારા ફોન માંથી ક્યારે અને કેવી રીતે પૈસા ખાલી કરી નાખશે . આ સિવાય જો તમને +90, +80 , કે પછી +91 સિવાય કોઈ પણ નંબરથી કોલ આવે છે તો તેને ક્યારેય રિસિવ ના કરવો. જો આવા નંબર પરથી વાંરવાર કોલ આવે તો તો તરત જ હેલ્પલાઈન નંબર 1930 અથવા www.cybercrime.gov.in પર જાણ કરો.
તમને પણ આયો છે આવો કોલ તો રેકોર્ડ કરી અમને મોકલો
જો તમને પણ ક્યારેય આવો કોલ આવ્યો છે કે પછી ભવિષ્યમાં આવે તો તેનો ઓડિયો લઈ અમને કમેન્ટ બોક્સમાં મોકલી આપો, અમે તેના પર સ્ટોરી કરીશું. તેમજ આ સ્ટોરીને વધુથી વધુ લોકો સાથે શેર કરો જેથી કોઈ આવા સાઈબર ક્રાઈમનો શિકાર ના બને.